Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

SKMએ મતગણતરી અને ઈવીએમ સાથે છેડા થવાની વ્યક્ત કરી આશંકા, પીએમ મોદીને ગણાવ્યું સરમુખત્યાર

આવતી કાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે, જેના માટે સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ જશે. પરંતુ તેથી પહેલા પોતાની માંગણીને લઈને પ્રદર્શન કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાના સભ્યોએ સોમવારે એક ખુલ્લા પત્ર લખીને મતોની મુક્ત અને પારદર્શન ગણતરી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
પીએમ  મોદી ખેડૂત આગેવાન ગણાવ્યું સરમુખત્યાર
પીએમ મોદી ખેડૂત આગેવાન ગણાવ્યું સરમુખત્યાર

આવતી કાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે, જેના માટે સવારે 8 વાગ્યાથી મતોની ગણતરી શરૂ થઈ જશે. પરંતુ તેથી પહેલા પોતાની માંગણીને લઈને પ્રદર્શન કરી રહેલા સંયુક્ત કિસાન મોર્ચાના સભ્યોએ સોમવારે એક ખુલ્લા પત્ર લખીને મતોની મુક્ત અને પારદર્શન ગણતરી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે અમને આશંકા છે કે આવતીકાલે મતગણતરીની પ્રક્રિયામાં છેડા થઈ શકે છે, જેથી મોદી સરકારને ફરીથી સત્તામાં પાછા લઈને આવી શકાય. તેમને તેમના પત્રમાં ચૂંટણી પંચને પત્ર લખીને વિનંતી કરી છે કે મુક્ત અને પારદર્શક મત ગણતરી કરવામાં આવે. અને નિયમો અનુસાર સમયાંતરે મતોની સચોટ વિગતો લોકો સાથે શેર કરવામાં આવે, જેથી કોઈ ગેરરીતની આશંકા ન થાય.તેના સાથે તેમને ઈવીએમને લઈને પણ પ્રશ્નો ઉભા કર્યો છે.

ભાજપના ચૂંટણી અભિયાનનો સીધો વિરોધ કર્યો હતો

જણાવી દઈએ કે અગાઉની ચૂંટણીઓથી વિપરીત, ખેડૂતોએ SKM સાથે લેખિત કરારને લાગુ કરવામાં ઘોર વિશ્વાસઘાત સામે ભાજપના ચૂંટણી અભિયાનનો સીધો વિરોધ કર્યો હતો. ખાસ કરીને એમએસપી અને લોન માફીને લઈને અને તેની કોર્પોરેટ નીતિઓને પ્રકાશિત કરવા માટે, એસકેએમ જે 40 થી વધુ ભારતીય ખેડૂત યુનિયનોના જોડાણ છે, જણાવ્યું હતુ કે વિશાળ અને શાંતિપૂર્ણ વિરોધથી ખેડૂતો, કામદારો અને સમાજના તમામ ગરીબ વર્ગોને તેમની આજીવકાના મુદ્દાઓને આગળ વધારવા, લોકશાહી, બિનસાંપ્રદાયિકતા અને સંઘવાદના બંધારણીય સિદ્ધાંતોનું રક્ષણ કરવામાં મદદ મળી છે. આથી ચૂંટણી જંગ ભાજપ અને સામન્ય લોકો વચ્ચે થઈ રહી હતી.

વડા પ્રધાને લઘુમતીઓ વિરુદ્ધ નફરભર્યા ભાષણો આપ્યા

સંયુક્ત કિસાન મોર્ચાએ પોતાના પત્રમાં આગળ જણાવ્યું કે 13 મહિનાના ખેડૂતોના આંદોલન દરમિયાન 750 થી વધુ ખેડૂતોના મોત થયા છે. ત્યારે ભાજપે ખેડૂતોને દેશદ્રોહી ગણાવ્યા હતા, અને કહ્યું હતું કે તેમને વિદેશી આંતકવાદીઓ અને ખાલિસ્તાનીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યુ છે. એસકેએમએ જણાવ્યું હતું કે ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેંદ્ર મોદી અને ભાજપના ટોચના આગેવાનોએ વર્ચસ્વ ધરાવતા લઘુમતી સમુદાય વિરૂદ્ધ નફરતભર્યા ભાષણો કરીને આદર્શ આચાર સંહિતાનું અને ભારતના બંઘારણનું વારંવાર ઉલ્લંધન કર્યું હતું. એસકેએમએ જંણાવ્યું હતુ કે સુમેળભર્યું સામાજિક જીવન નષ્ટ કરવાના હેતુથી જાણીજોઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પીઓમ મોદીને ખેડૂત આગેવાને ગણાવવ્યું સરમુખત્યાર
મતોની ગણતરીથી પહેલા ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત પણ ઈવીએમ અને મતોની ગણતરી સાથે છેડા કરીને ભાજપને વિજય બનાવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમને પીએમ મોદીને જ્યોતિશા અને સરમુખત્યાર ગણાવ્યું. રાકેશ ટિકૈત રવિવારે સાંજે આવેલ એક્ઝિટ પોલમાં ભાજપની જીતને ખોટા ગણાવતા કહ્યું કે એનડીએને 400 થી વધુ બેઠકો આવી રહી છે અને એક્ઝિટ પોલ પણ એજ દેખાઈ રહ્યા છે. જેનું સીધો અર્થ એજ છે કે ભાજપના પૂર્ણ બહુમત અપાવવા માટે ઈવીએમ અને મતગણતરી સાથે છેડા કરવામાં આવશે, કેમ કે મોદી તો છે જ સરમુખત્યાર. મોદી પહેલાથી જ નક્કી કરી લીધું છે કે કઈંક મશીન ગણતરી માટે ક્યા જશે. વધુમાં તેમણે ઈવીએમ મશીન પર પ્રશ્નનો ઉપાડ્તા કહ્યું કે જ્યારે આમારા મોબાઇલને કોઈ હેક કરી લે છે તો પછી આ મશીન શું વસ્તું છે.

શું છે SKMની માંગ?

SKMએ ચૂંટણી પંચને શિક્ષાત્મક પગલાં લેવા અને PM નરેન્દ્ર મોદી સહિત કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે. કમનસીબે, ચૂંટણી પંચે નિષ્ક્રિયતા અને વિલંબિત કાર્યવાહીનો મૌન માર્ગ અપનાવ્યો છે. આમ, બંધારણીય જવાબદારી નિભાવવામાં ECIની નિષ્ફળતાએ ભાજપની વિભાજનકારી વિચારધારાને ચૂંટણી દરમિયાન મોટા પ્રમાણમાં લોકોને પ્રભાવિત કરવાની મંજૂરી આપી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More