રાજકોટ જિલ્લામાં 40 વિઘાની વિશાળ જગ્યામાં પથરાયેલું જેતપુર માર્કેટિંગ મથક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે ખરા અર્થમાં આશિર્વા દસમાન સાબિત થઇ રહ્યું છે. આમ તો આ પીઠુ મગફળી અને કપાસની જણસનું મુખ્ય પીઠુ ગણાય છે, પરંતુ અહીં સીઝન અનુસાર તમામ પ્રકારની જણસો ઠલવાતી હોય છે, ધરતીપુત્રો માટે યાર્ડ પોષણક્ષમ ભાવ મેળવવાનું ઉત્તમ માધ્યમ સાબિત થઇ રહ્યું છે.
રાજકોટ જિલ્લામાં 40 વિઘાની વિશાળ જગ્યામાં પથરાયેલું જેતપુર માર્કેટિંગ મથક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો માટે ખરા અર્થમાં આશિર્વા દસમાન સાબિત થઇ રહ્યું છે. આમ તો આ પીઠુ મગફળી અને કપાસની જણસનું મુખ્ય પીઠુ ગણાય છે, પરંતુ અહીં સીઝન અનુસાર તમામ પ્રકારની જણસો ઠલવાતી હોય છે, ધરતીપુત્રો માટે યાર્ડ પોષણક્ષમ ભાવ મેળવવાનું ઉત્તમ માધ્યમ સાબિત થઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, એપીએમસી એક્ટ આવ્યા બાદ યાર્ડોને મળતી બહારની સેસની આવક બંધ થઇ ગઇ છે, ત્યારે જેતપુર યાર્ડમાં યાર્ડની અંદરૉ હરાજી સંલગ્ન એટલું કામકાજ વધી ગયું છે કે, અગાઉના વર્ષ કરતા વાર્ષિક ટર્નઓવર વધી અધધ..રૂ.3.93 અબજે પહોંચી ગયું છે.
આ પણ વાંચો, કપાસના ભાવમાં એક અઠવાડિયામાં 4 હજારનો વધારો, ખેડૂતોના ધરઆગંણે પહુંચી રહ્યા વેપારિયો
શ્રી ખેતીવાડી ઉત્પન બજાર સમિતી, જેતપુરના ઇન્ચાર્જ સેક્રેટરી ભીમજીભાઇ સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘‘જેતપુર યાર્ડ અંદાજે 40 વિઘા જગ્યામાં પથરાયેલું છે. ખેડૂત ઉત્થાનની પ્રવૃત્તિ ખૂબ જ સારી રીતે કરી શકાય તે માટે સીસીટીવીથી સજ્જ માર્કેટ યાર્ડની અંદર ખેડૂતોને ફીલ્ટરવાળુ પીવાનું પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ, સિમેન્ટ રોડ, ખેડૂત ગેસ્ટ હાઉસ, વે બ્રિજ, બેન્કની બ્રાન્ચ, બે મુખ્ય કપાસના સહિત કુલ છ શેડ, 117 જેટલી દુકાનો, બે ગોડાઉનો સહિત તમામ પ્રકારની નાની મોટી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
યાર્ડમાં હજુ પણ ખેડૂતો માટે વધુને વધુ સુવિધાઓ ઉભી થાય તેવા પ્રયાસો ચાલુ છે.’’યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, જેતપુર યાર્ડમાં તાજેતરમાં ચૂંટણી યોજાઇ હતી, ફરી ભાજપનું જ શાસન અકબંધ રહ્યું છે. હજુ નવા ચેરમેન અને વાઇસ ચેરમેન સહિતના મુખ્ય પદની ચૂંટણી બાકી છે. આગામી ટૂંકાગાળામાં માર્કેટ યાર્ડના મુખ્ય પ્રમુખ અંગેનું ચિત્ર સ્પષ્ટ બનશે. માર્કેટિંગ યાર્ડના ટર્નઓવરની વાત કરતા સૂત્રોએ જણાવ્યું હતું કે, 2019- 2020માં કુલ ટર્નઓવર 3.43 અબજ હતું, જેની સામે 2020- 2021માં ટર્નઓવર વધી 3.93 અબજે પહોંચ્યું છે.
બહારની સેસની આવક બંધ થઇ તે હકીકત છે પરંતુ સામે કોમોડિટીઝના વધેલા ભાવ અને વધતા કામકાજ વચ્ચે યાર્ડની આવક વધતા વાર્ષિક ટર્નઓવરમાં વધારો નોંધાયો છે. જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને જણસોના ઉત્તમ ભાવ મળી રહ્યા છે. 2019-2020માં મગફળીના વાર્ષિક સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલના રૂ.4840 હતા, તે ભાવ 2020-2021માં વધી રૂ.5350 થયા હતા તો, 2019-2020માં કપાસના વાર્ષિક સરેરાશ ભાવ પ્રતિ ક્વિન્ટલના રૂ.5575 હતા, તે ભાવ ઘટી 2020-2021માં રૂ.4900 થયા હતા!
જેતપુર માર્કેટ યાર્ડમાં હાલ 37 જેટલા નાના મોટા કર્મચારીઓ કાર્યરત છે, યાર્ડમાં તાજેતરમાં ચૂંટણી પુર્ણ થઇ હોઇ, હજુ નવા પ્રમુખ,ઉપપ્રમુખ નિમાયા ન હોય, હાલ ચેરમેન તરીકે દીનેશભાઇ ભુવા,વાઇસ ચેરમેન તરીકે હરેશભાઇ ગઢિયા જ ખેડૂતોની સેવામાં સતત કાર્યશીલ છે.
Share your comments