Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

શું કેન્દ્ર સરકાર ખેડૂતોની માંગણી માની લેવી જોઈએ? શુ કહે છે આકડાઓ

એમએસપી ગેરંટી એક્ટની માંગને લઈને ખેડૂતોએ દેશની રાજધાની દિલ્લી તરફ કૂચ કરી રહ્યા છે. જેના વચ્ચે હરિયાણા-પંજાબના શુંભુ બોર્ડર પર તેમનું પોલીસ સાથે સંધર્ષ પણ ગઈ કાલે જોવા મળ્યું હતું. જેને જોતા દિલ્લીમાં એક મહીના માટે કલમ 144 અમલમાં મુકાઈ દેવામાં આવી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
દરેક પાક માટે એમએસપીની માંગણી કરતા ખેડૂતો
દરેક પાક માટે એમએસપીની માંગણી કરતા ખેડૂતો

એમએસપી ગેરંટી એક્ટની માંગને લઈને ખેડૂતોએ દેશની રાજધાની દિલ્લી તરફ કૂચ કરી રહ્યા છે. જેના વચ્ચે હરિયાણા-પંજાબના શુંભુ બોર્ડર પર તેમનું પોલીસ સાથે સંધર્ષ પણ ગઈ કાલે જોવા મળ્યું હતું. જેને જોતા દિલ્લીમાં એક મહીના માટે કલમ 144 અમલમાં મુકાઈ દેવામાં આવી છે. પંજાબની બાજુથી આવેલા ખેડૂત જૂથોની મોટી માંગ એમએસપી છે. આનો અર્થ એ છે કે ખેડૂત દ્વારા ઉગાડવામાં આવેલ દરેક પાકને કેન્દ્ર સરકાર દ્વારા એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદવામાં આવે. ખેડૂતોની આ માંગથી ભારતના ચારે ખૂણામાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે શું કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એમએસપી ગેરંટી કાનૂન બનાવું શક્ય છે.

આવી રીતે સમઝો

જોવા જઈએ તો દરેક કાયદાના ફાયદો અને નુકસાન બન્ને હોય છે. પરંતુ જો આપણે આકડાઓ મુજબ જોઈએ તો  કૃષિ પેદાશોનું કુલ મૂલ્ય નાણાકીય વર્ષ 2020માં 40 લાખ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યા હતા. આમા ડેરી, ખેતી, બગાયત, પશુધન અને એમએસપી પાકોના ઉત્પાદનનો સમાવેશ થાય છે. બીજ, કુલ કૃષિ પેદાશોની બજાર કિંમત રૂ. 10 લાખ કરોડની થશે. તેમાં 24 પાકોનું સમાવેશ થાય છે જે એમએસપીના દાયરામાં સામેલ છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી લોકોને ખાતરી આપવામાં આવી છે. કે એમએસપીએ ભારતના કૃષિ કાર્યનો અભિન્ન ભાગ છે. જો કે આ સત્યથી દૂર છે. કેમ કે કુલ એમએસપી ખરીદી રૂ, 2.5 લાખ કરોડ, એટલે કે કુલ કૃષિ ઉત્પાદન 6.25 ટકા અને એમએસપી હેઠળ ઉત્પાદન લગભગ 25 ટકા થાય છે.

સાર્વત્રિક એમએસપીનું માંગનો કોઈ અર્થ નથી

હવે જો સરકાર દ્વારા એમએસપી ગેરંટી કાયદો લાવવામાં આવે છે, તો તેમા સરકારને દર વર્ષે ઓછામાં ઓછા 10 લાખ કરોડ રૂપિયાનો વઘારાનો ખર્ચ થશે. બાબતોના પરિપ્રક્ષ્યામાં મૂકીએ તો સરકારે તાજેકરના વયગાળાના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ફાળવેલા રૂ. 11.11 લાખ કરોડની બરાબર છે. છેલ્લા સાત નાણારીય વર્ષોમાં (2016 અને 2023 વચ્ચે રૂ. 67 લાખ કરોડ) આપણા ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પરના સરેરાશ વાર્ષિક ખર્ચ કરતા રૂ. 10 લાખ કરોડ વધું છે. તે સ્પષ્ટ છે કે સાર્વાત્રિક એમએસપી માંગોનો કોઈ આર્થિક કે નાણાકીય અર્થ નથી. છેલ્લા દસ વર્ષોમાં નબળો કલ્યાણ રોકોર્ડ ધરાવતી સરકાર સામે આ રાજકીય રીતે પ્રેરિત દલીલ છે.

જો દલીલ માની લે કે ખર્ચ સરકાર ઉઠાવી શકે છે, તો સવાલ ત્યા તે ઉભા થાય છે કે 10 કરોડ રૂપિયા આવશે ક્યાંથી? શું આપણે, નાગરિકો તરીકે, ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર અને સંરક્ષણ પરના સરકારી ખર્ચમાં નોંઘપાત્ર ઘટાડો કરવાના વિચાર સાથે અથવા પ્રત્યક્ષ અને પરોક્ષ કર દ્વારા વઘુ કરવેરા સાથે સંમત છીએ?

દેશની અર્થવ્યવસ્થાનું શું થશે?  

સમસ્યા કૃષિ કે આર્થિક નથી, અને તે સંપૂર્ણપણે રાજકીય છે અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલ પ્રયાસ છે. વ્યાપક ભ્રષ્ટાચારના રડાર હેઠળ ઘણા રાજકીય પક્ષોએ તેને ટેકો આપ્યો હતો. નાણાકીય વર્ષ 2025 માં રૂ. 45 લાખ કરોડના બજેટમાંથી રૂ. 10 લાખ કરોડ ખર્ચવાનો માત્ર વિચાર એ નાણાકીય આપત્તિ સમાન છે જે સ્પષ્ટપણે આપણા સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રને પાટા પરથી ઉતારી દેશે અને ભારતને પણ પાકિસ્તાનની જેમ બેંક ક્રપ્ટ કરી દેશે. 

Share your comments

Subscribe Magazine

More on News

More