ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીએ ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે સૌગંદ લઈ લીધી છે અને તેમના સાથે 71 મંત્રિઓ પણ સૌગંદ ખાધી છે. સૌગંધ ખાધા પછી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પીએમ કિસાન સન્માન નિધી યોજના હેઠળ અરજી કરનાર ખેડૂતોના ખાતામાં તેમના 17માં હપ્તાની રાશિ મોકલવાની જાહેરાત કરી હતી, જેથી ખરીફ સીઝનમાં દેશના લગભગ 9 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને વાવણીથી લઈને લણણી માટે મદદ મળશે. ગઈ કાલે રાતે ખેડૂતો માટે બીજો એક મહત્વનું સમચાર સામે આવ્યો હતો. આ સમાચાર મુજબ મોદી 3.O માં કૃષિ મંત્રાલય અને ગ્રામીણ વિકાસ વિભાગ મધ્ય પ્રદેશના 4 વખતંના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મળ્યો છે.
મંત્રાલય મળતાના સાથે જ શિવરાજે બોલાવી બેઠક
મંત્રાલય મળતાના સાથે જ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે દિલ્હીના મધ્યપ્રદેશ ભવનમાં મંત્રાલયના અધિકારીઓની પ્રથમ બેઠક બોલાવી હતી. તમને જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં શિવરાજ સિંહ ચૌહાણ વિદિશા સીટ પરથી 8 લાખ મતોના જંગી અંતરથી જીત્યા છે. તેમના નેતૃત્વમાં ભાજપે ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં જંગી બહુમતી મેળવી હતી.
બેઠક પછી કેન્દ્રીય કૃષિ મંત્રીએ કર્યો મીડિયાને સંબોઘિત
બેઠક પછી કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મીડિયાને સંબોઘિત કર્યો હતો. આ દરમિયાન તેમને કહ્યું કે કૃષિ અને ખેડૂત કલ્યાણનું કામ ચાલી રહ્યું છે અને ગ્રામીણ વિકાસનું કામ પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે સરકાર નવી નથી, તે છેલ્લા 10 વર્ષથી સત્તામાં છે અને ખેડૂતો માટે સતત સારું એવું કામ કરી રહી છે. વધુંમાં તેમણે જણાવ્યું કે અમે આમરા ઠરાવ પત્રમાં ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસની વાત કરી છે અમે અમારો રોડ મેપ બનાવ્યો છે અને અમે આ કામોને આગળ લઈને જઈશું.
વધુમાં તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીની પ્રાથમિકતા, સરકારની પ્રાથમિકતા ખેડૂત કલ્યાણ છે અને તેથી આજે તેમણે પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યો છે, જો કે કિસાન સન્માન નિધિના 17 હપ્તા જાહેર કરવાના ફાઇલ હતી. ચૌહાણે ઉમેર્યુ, કેબિનેટ દ્વારા આજે લેવાયેલા નિર્ણયને આગળ વધારવામાં આવશે અને ગરીબો માટે વધુ 3 કરોડ મકાનો બનાવવાનું કામ ચાલી રહ્યું છે કારણ કે જો જોઈ નવો મંત્રી આવશે તો તે કઈંક નવું કરશે. મોદી સરકારના કામમાં સત્યતા છે અને સત્યતા રહેશે.
Share your comments