નંદિનીને ગુજરાતના ગાંધીનગરમાં 4 જુલાઈના રોજ ડિજિટલ ઈન્ડિયા વીક 2022 કાર્યક્રમમાં હાજરી આપવા માટે ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હતા. આ દરમિયાન વડાપ્રધાને નંદિનીના પ્રોજેક્ટને ધ્યાનથી સાંભળ્યો અને તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી.
ખેડૂત પિતાની મુશ્કેલીઓ ન જોઈ શકી
નંદિની કુશવાહા કહે છે કે તેના પિતા ખેડૂત છે. ખેતીમાં ઉપજ ઘટી જવાથી પિતા પરેશાન રહેતા હતા. તેને લાગતુ હતુ કે તેના પિતા દિવસ-રાત મહેનત કરે છે, પરંતુ પાકનું ઉત્પાદન આટલું ઓછું કેમ?
આ રીતે પ્રોજેક્ટ પર કર્યુ કામ
તેણી આગળ જણાવે છે કે આ બધાની વચ્ચે, એક ઓનલાઈન ક્લાસ દરમિયાન, તેણે માટી પરીક્ષણ અને તેની સમસ્યાઓ વિશે જાણવાનું શરૂ કર્યું. ત્યારપછી એવી એપ બનાવવાનું નક્કી કર્યુ કે જેના દ્વારા માટીની ઓળખ કરી શકાય. આ સિવાય ખેડૂતોને જમીનમાં શું કમી છે તેની જાણકારી આપી શકાય છે.
નંદિનીએ આ પ્રોજેક્ટને મિટ્ટી કો જાનો, ફસલ પહેચાનો નામ આપ્યું છે. તે એક સ્માર્ટ ડેટા આધારિત સાધન છે જે જમીન માટે શ્રેષ્ઠ પાકને ઓળખવા માટે જમીનમાં હાજર વિવિધ પોષક તત્વોનું વિશ્લેષણ કરી શકે છે. નંદિની દ્વારા વિકસાવવામાં આવેલી એપ જમીનમાં હાજર નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, તાપમાન અને ભેજ વિશે પણ જણાવશે.
ખેડુતોને આ રીતે મળશે મદદ
આ એપ દ્વારા ખેડૂતો જાણી શકશે કે કયો પાક કયા સમયે ઉપયોગી થશે. આ ઉપરાંત પાકમાં ખાતર અને જંતુનાશકની કેટલી જરૂર છે તેની માહિતી પણ મળશે. નંદિની અનુસાર, તેમની આ એપ 2025 સુધીમાં ફિઝિકલ સ્વરૂપમાં બનાવવામાં આવશે. તેના આગમનથી ખેડૂતોના પાક ઉત્પાદનમાં ચોક્કસપણે વધારો થશે.
14 વર્ષની નંદિની કુશવાહા મહેરૌની તાલુકા હેઠળ આવેલી સરકારી ગર્લ્સ ઇન્ટર કોલેજમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. નંદિનીના ખેડૂત પિતા જમુના પ્રસાદ કુશવાહા નાના ખેડૂત છે. તેઓ કહે છે કે તેમને તેમની દીકરી પર ખૂબ ગર્વ છે. તેમણે પોતાની દીકરીને ક્યારેય દીકરાથી ઓછી નથી ગણી. આ ઉપરાંત નંદિનીની શાળાના તમામ શિક્ષકો પણ વિદ્યાર્થીનીની આ સિદ્ધિ પર ખૂબ જ ખુશ છે.
આ પણ વાંચો:ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેમજ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખાનગી રોકાણ જરૂરી - નરેન્દ્રસિંહ તોમર
Share your comments