ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ કાચમ માટે ચોટાંડી ગઈ છે. બન્ને દેશોએ એક બીજા વિરુદ્ધ દર વખતે ટિપ્પણીઓ કરતાં રહે છે. જ્યાં પાકિસ્તાન ભારતને મિસાઈલથી ઉડાવી દેવાની ચિમકી આપે છે તો ભારત તેના ઉત્તરમાં જવાબ આપે છે કે અમે પણ પોતાની મિસાઈલ અને પરમાણું દિવાળીની ઉજવણી કરવા માટે નથી બનાવ્યું. પરંતુ આ વચ્ચે જ્યાં ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છે અને વિશ્વની 5મીં સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને દેખાડ્યો છે અને ત્રીજી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે તો બીજી બાજુ પાકિસ્તાનમાં લોકો માટે ભોજન રાંઘવા માટે રાંધણ ગેસના બાટલા પણ નથી. બાટલા તો શું તે લોકો પાસે રોટળી બનાવવા માટે લોટ પણ નથી. જેના કારણે ભિખારી પાકિસ્તાન હવે ચોર બની ગયું છે. તમે સાચૂ સાંભળી રહ્યા છો.. આ વાત તદ્દન સાચી છે. પાકિસ્તાન ભારતના ચોખાની ચોરી કરી રહ્યા છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ આવી ગઈ છે.
પાકિસ્તાને ભારતના બાસમતી ચોખાની કરી ચોરી
વાત જાણો એમ છે કે બાસમતી ચોખાને લઈને ભિખારી પાકિસ્તાન હાલ મુંઝાવણમાં છે. જેના કારણે તેને ભારતના બાસમતી ચોખાની ચોરી કરી લીધી છે. એવું ભારતે પાકિસ્તાન પર આરોપ મુક્યો છે. ભારતની ટોચની કૃષિ સંસ્થા આઈએઆરઆઈએ પાકિસ્તાન પર સંરક્ષિત બાસમતી ચોખાની ચોરી કરવાનો આરોપ મુક્યો છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બાસમતી ચોખાને લઈને આ કોઈ પહેલો એવો વિવાદ નથી.
શું છે આ વિવાદના પાછળનો કારણ
ઇતિહાસકારોના જણાવ્યા મુજબ જ્યારે ભારતમાં અંગ્રેજોનો શાસન હતો ત્યારે બાસમતી ચોખા અખંડ ભારતની ઓળખ હતી. કેમ કે તે આજના ભારત અને પાકિસ્તાનના હિમાલયની મુખ્ય તળેટીમાં ઉગાડવામાં આવતા હતા. જો કે સુગંધિક બાસમતી ચોખાના નામથી પ્રસિદ્ધ હતો. પરંતુ જ્યારે આઝાદી પછી ભારતના ભાગલા પડ્યા અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યો ત્યારે બન્ને દેશો વચ્ચે દરેક વસ્તુંનુ વિતરણ કરવામાં આવ્યો. જેમાં સુગંધિત બાસમતી ચોખાનું પણ સમાવેશ થાય છે. ત્યારથી જ બાસમતી ચોખાને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે. જણાવી દઈએ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા હતા.ત્યારે સુગંધિત બાસમતી ચોખા ઉગાડતા 14 જિલ્લા પાકિસ્તાનને અને 7 રાજ્યો ભારતને આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: હવામાનમાં ફેરફારના કારણે કેરીના પાકમાં દેખાતા ગુચ્છા રોગથી આવી રીતે મેળવો રાહત
ભારતના 7 રાજ્યોની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હી, જમ્મુના 3 જિલ્લા અને પશ્ચિમ યુપીના 30 જિલ્લાઓમાં તેને ઉગાડવામાં આવે છે. જણાવી દઈએ આ ચોખાને જીઆઈ ટેગ પણ મળ્યો છે. જેના કારણે પાકિસ્તાન સુગંધિત બાસમતી ચોખાને પોતાના ગણાવી રહ્યા છે. પરંતુ વાસ્તવમાં હવે તેની ખેતી ફક્ત ભારતમાં જ કરવામાં આવે છે. પાકિસ્તાનને મળ્યા 14 જિલ્લાઓમાં હવે બઉં ઓછી તેની ખેતી થાય છે. પણ હવે જીઆઈ ટેગના કારણે પાકિસ્તાને તેને પોતાના ચોખા ગણાવી રહ્યા છે. જેથી ભિખારી પાકિસ્તાન પાસે પણ આ કહેવામાં માટે હોય કે તેના ત્યાંના એક પાકને પણ જીઆઈ ટેગ મળ્યો છે.
બજારમાં બાસમતી ચોખાની કિંમત
તમને જણાવી દઈએ કે વૈશ્વિક બજારમાં બાસમતી ચોખાનો મોટો પ્રભાવ છે. આ જ કારણ છે કે ભારત અને પાકિસ્તાન બંને બાસમતી ચોખાના વૈશ્વિક બજાર પર પ્રભુત્વ મેળવવા માંગે છે. માહિતી અનુસાર, વર્ષ 2023માં બાસમતી ચોખાની વૈશ્વિક બજાર કિંમત 12180 ડોલર અંદાજવામાં આવી છે, જે 2030 સુધીમાં $21700 સુધી પહોંચવાની આશા છે. આ કારણસર સુગંધિત બાસમતી ચોખા થકી પાકિસ્તાન પોતાના દેશમાં વિદેશી મુદ્રાનું ભંડારણ કરવા માટે છે.
Share your comments