આજે કૃષિ જાગરણની ચૌપાલમાં કૃષિ અને ખેડૂતોના વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ પછી કૃષિ જાગરણના સ્થાપક અને એડિટર-ઈન-ચીફ એમ.સી. ડોમિનિકે પણ સતીષ તિવારીનુ સ્વાગત કરતા સમગ્ર કૃષિ જાગરણ પરિવાર તરફથી આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે કેવી રીતે કોરોમંડલ છેલ્લા કેટલાક દાયકાઓથી કૃષિ અને ખેડૂત સમુદાયની સુધારણા માટે કામ કરી રહ્યુ છે. તેમજ, એમ.સી ડોમિનિકે પોતાની અને કોરોમંડલ ઈન્ટરનેશનલ લિમિટેડ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત પણ કરી.
સતીશ તિવારીએ સમગ્ર કૃષિ જાગરણ પરિવારનો આભાર માન્યો હતો અને પોતાના મંતવ્યો સૌની સામે રજુ કર્યા હતા. તેમણે કહ્યુ અમે અનોખા ક્રોપિંગ સોલ્યુશન્સ બનાવવા અને કૃષિ સમૃદ્ધિને આગળ વધારવા માટે સતત નવીન અને અદ્યતન કૃષિ તકનીકોનો પરિચય આપી રહ્યા છીએ. અમારી મેન્યુફેક્ચરિંગ સાઇટ્સ અને સંશોધન તેમજ વિકાસ સુવિધાઓ ઉપભોક્તા પ્રતિસાદ સાથે નજીકથી સંકલિત છે અને સતત ઉચ્ચ ગુણવત્તાયુક્ત પોષણ, પાક સંભાળ સોલ્યુશન્સ અને કૃષિ સેવાઓ પ્રદાન કરે છે. કોરોમંડલ ભારતની બીજી સૌથી મોટી ખાતર કંપની છે.
આ પણ વાંચો:આયુષ સંસ્થાને NABL માન્યતા મળી
કોરોમંડલે પણ 5 નવા ઉત્પાદનો લોન્ચ કર્યા
તાજેતરમાં, કોરોમંડલે પણ 5 નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે, 3 જંતુનાશક, 1 હર્બિસાઇડ, 1 ફૂગનાશક, જે ખેડૂતોને ખરીફ પાકના વધુ સારા ઉત્પાદનમાં મદદ કરશે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોમંડલ આવનારા સમયમાં ખેડૂતોના ફાયદા માટે શું શું કરવાના છે, તે વિશે તેમણે ખેડૂત સમુદાયને પણ જણાવ્યું, જેની માહિતી તમે કૃષિ જાગરણના ફેસબુક પેજ પર જઈને જોઈ શકો છો. .
સતીશ તિવારીએ કૃષિ જાગરણમાં કામ કરતા તમામ લોકો સાથે વાતચીત કરી અને કહ્યું કે કોરોમંડલના ઉત્પાદનોની મદદથી કૃષિમાં સુધારો કરી શકાય છે. તેમણે કહ્યું કે આજે આપણા દેશમાં ઘણા રાજ્યો છે, જે નાઈટ્રોજનનો વધુ પડતો ઉપયોગ કરે છે. ડેટાને ટાંકીને તેમણે કહ્યુ કે, જ્યાં નાઇટ્રોજનનો ઉપયોગ 3ના ગુણોત્તરમાં થવો જોઈએ, ત્યાં તેનો ઉપયોગ 20 સુધીના ગુણોત્તરમાં થઈ રહ્યો છે. આ અમારા માટે ચિંતાનો વિષય બની ગયો છે.
આ પણ વાંચો:IFFCO-MC દ્વારા નેનો યુરિયા તાલીમ
Share your comments