Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર

અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે. પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું ગુરુવારે સવારે નિધન થયું. તેમણે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ મહેન્દ્રગઢ જિલ્લાના ઘનોડા ગામમાં થયો હતો. બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક, લેખક અને કોમેડિયન સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે અવસાન થયું. તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. તેમના આકસ્મિક નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે તેમના ઘણા ચાહકોને પણ આઘાત લાગ્યો છે. આ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. બોલિવૂડમાં મોટું સ્થાન હાંસલ કર્યા પછી પણ સતીશ કૌશિક પોતાની માટી સાથે જોડાયેલા રહ્યા. તે પોતાના રાજ્ય હરિયાણા માટે ઘણું કરવા માંગતા હતા.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે. પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા સતીશ કૌશિકનું ગુરુવારે સવારે નિધન થયું. તેમણે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ મહેન્દ્રગઢ જિલ્લાના ઘનોડા ગામમાં થયો હતો.

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા, દિગ્દર્શક, લેખક અને કોમેડિયન સતીશ કૌશિકનું ગુરુવારે વહેલી સવારે 66 વર્ષની વયે અવસાન થયું. તેમણે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા. તેમના આકસ્મિક નિધનના સમાચારથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે તેમના ઘણા ચાહકોને પણ આઘાત લાગ્યો છે. આ સમાચારે સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી છે. બોલિવૂડમાં મોટું સ્થાન હાંસલ કર્યા પછી પણ સતીશ કૌશિક પોતાની માટી સાથે જોડાયેલા રહ્યા. તે પોતાના રાજ્ય હરિયાણા માટે ઘણું કરવા માંગતા હતા.

અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર
અભિનેતા સતીશ કૌશિકના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર

તેમણે હરિયાણામાં ફિલ્મ સિટી બનાવવાનું સપનું પણ જોયું હતું. જેના વિશે તેમણે પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું હતું. સતીશ કૌશિકના અવસાન પછી તેમનું સપનું અધૂરું રહી ગયું. સતીશ કૌશિક કહેતા હતા કે હરિયાણામાં ફિલ્મ સિટી બનાવવાથી રોજગાર અને પ્રવાસન બંનેને વેગ મળશે. આ સિવાય તે ઈચ્છતા હતા કે હરિયાણામાં વધુને વધુ ફિલ્મોનું શૂટિંગ થવું જોઈએ. તેઓ હરિયાણામાં ફિલ્મોના પ્રચાર માટે સબસિડી અને પ્રોત્સાહન આપવાના પક્ષમાં હતા.

સતીશ કૌશિકે તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હીના કરોલ બાગથી કર્યું હતું. આ પછી તેમણે દિલ્હી યુનિવર્સિટીની કોરેમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું. પછી તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ ૧૯૭૮ માં અહીંયા છોડ્યા પછી, તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં પ્રવેશ મેળવ્યો.

મિસ્ટર ઈન્ડિયાના કેલેન્ડરના પાત્રથી મળી ઓળખ

સતીશ કૌશિકને ૧૯૮૭માં આવેલી ફિલ્મ મિસ્ટર ઈન્ડિયાથી ફિલ્મ અભિનેતા તરીકે ઓળખ મળી હતી. આ પછી, ૧૯૯૭ માં, તેણે દિવાના મસ્તાનામાં પપ્પુ પેજરના પાત્રમાં તેના શ્રેષ્ઠ અભિનયથી દર્શકોનું દિલ જીતી લીધું. આ સિવાય સતીશ કૌશિકને વર્ષ ૧૯૯૦માં ફિલ્મ રામ લખન માટે અને ૧૯૯૭માં સાજન ચલે સસુરાલ માટે બેસ્ટ કોમેડિયનનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અભિનય ક્ષેત્રે, સતીશ કૌશિક તેમના ઉત્તમ કોમિક ટાઈમિંગ માટે જાણીતા હતા.

પુત્રના મૃત્યુથી ભાંગી પડયા હતા, 56 વર્ષની ઉંમરે ફરી પિતા બન્યા

પોતાના અભિનયથી લોકોને હસાવ્યા બાદ સિનેમાનો એક જાણીતો ચહેરો એક સમયે તૂટી ગયો હતો. લગ્નના થોડા સમય બાદ તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. બધાને હસાવનાર સતીશના અંગત જીવનમાં શોકનો માહોલ હતો. તેમના પુત્રએ ૨ વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી. ત્યારબાદ લગ્નના ૧૬ વર્ષ બાદ ૫૬ વર્ષની ઉંમરે સતીશ કૌશિકના ઘરે ફરી એકવાર ખુશીઓ પાછી આવી અને તેમની પુત્રી વંશિકાનો જન્મ થયો. અહીંથી સતીશના જીવનમાં ફરીથી ખુશીઓ પાછી આવી હતી.

ફિલ્મ પ્રમોશન બોર્ડના અધ્યક્ષ

બોલિવૂડમાં આટલું મોટું સ્થાન હાંસલ કર્યા પછી પણ સતીશ કૌશિકને પોતાના વતન ગામ સાથે લગાવ હતો. તે પોતાના ગામના લોકોને પ્રેમ કરતા હતા. આ કારણોસર તેઓ દર વર્ષે ગામમાં સામાજિક કાર્યોમાં ભાગ લેવા પણ આવતા હતા. હરિયાણામાં ફિલ્મ કલાકારની પ્રતિભા વધારવા માટે તેઓ અવારનવાર પ્રયત્નો કરતા હતા. આ કારણથી હરિયાણા સરકારે તેમને હરિયાણા ફિલ્મ પ્રમોશન બોર્ડના અધ્યક્ષ બનાવ્યા હતા.

હરિયાણાના સીએમએ દુઃખ વ્યક્ત કર્યું

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે પણ ટ્વીટ કરીને અભિનેતા સતીશ કૌશિકના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ તેમના ટ્વીટમાં લખ્યું- હું પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક, અભિનેતા અને હરિયાણા ફિલ્મ પ્રમોશન બોર્ડના અધ્યક્ષ શ્રી સતીશ કૌશિક જીના અકાળ અવસાનથી ઊંડો આઘાત અનુભવું છું.. તેઓ તેમના અજોડ અભિનય અને દિગ્દર્શન માટે હંમેશા યાદ રહેશે.

ભગવાન તેમની આત્માને શાંતિ આપે

આ પણ વાંચો: ગુજરાતના લાલ ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કરી મોટી જાહેરાત, વાંચો આ ન્યૂઝ

Share your comments

Subscribe Magazine

More on News

More