કૃષિ જાગરણ દ્વારા આયોજિત અને મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત સમૃદ્ધ કિસાન ઉત્સવ આજે એટલે કે સોમવારે 10 જૂનના રોજ ઉત્તર પ્રદેશની તાજ નગરી આગ્રામાં યોજાયું હતું.આગ્રાના બીચાપુરીમાં યોજાયું આ પ્રોગ્રામ જિલ્લાના કેવીકેમાં આયોજિત કરવામાં આવ્યા હતા. જ્યાં 200થી પણ વધુ ખેડૂતો ભેગા થયા હતા. તેના સાથે જ પ્રગતિશીલ ખેડૂત લખપાલ સિંહ ત્યાગી અને નરેન્દ્ર સિંહ પણ આ એક દિવસીય મેળામાં જોડાયા હતા અને અન્ય ખેડૂતો સાથે જિલ્લાના કૃષિ મુદ્દાઓને લઈને ચર્ચા કરી હતી. વધુમાં જણાવી દઈએ કે આ ચર્ચા દરમિયાન મોહિત શર્મા (જેસીબી), સંભુ યાદવ (સોમાણી સીડ્સ), દેવેન્દ્ર સિંહ ( એમએમએસ, પશુપાલક, કેવીકે બિચપુરી), શિવમ પ્રતાપ (એમએમએસ, કૃષિ વિસ્તરણ) પણ સામેલ થયા હતા.
જેસીબી દ્વારા કાર્યક્મને સમર્થન ફાળવામાં આવ્યું
ICAR-ભારતીય કૃષિ સંશોધન પરિષદ સાથે ભાગીદારીમાં આયોજીત JCB દ્વારા આ કાર્યક્રમને સમર્થન ફાળવામાં આવ્યું હતું. કૃષિ જાગરણ દ્વારા આયોજિત MFOI 2023 એવોર્ડ શોની સફળતા પછી, આ એવોર્ડ શો હેઠળ બે નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે સમૃદ્ધ કિસન ઉત્સવ અને MFOI VVIF. કિસાન ભારત યાત્રા. ખેડૂતોને પ્લેટફોર્મ પૂરું પાડવા MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતીમાં અનનવા પ્રયોગ વિશે માહિતી આપીને તેમની આવકમાં વધારો કરવાનું.
આ ઉપરાંત, સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન ખેડૂતોને કૃષિ જાગૃતિ, 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' દ્વારા લેવામાં આવેલી વિશેષ પહેલ વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. જેથી ખેડૂતો MFOI વિશે વધુ જાણી શકે.વધુમાં, કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કરોડપતિ અને પ્રગતિશીલ ખેડૂતોનું પણ સમૃદ્ધ કિસાન મહોત્સવ દરમિયાન સન્માન કરવામાં આવે છે.
આજના કાર્યક્રમની વિશેષતા
આ કાર્યક્રમની વિશેષતા એ છે કે મહિન્દ્રા ટ્રેકટર્સ (YUVO Tech+) ની નવીનતમ ઓફર, જે ખેતી પ્રણાલીમાં ક્રાંતિ લાવવા અને ઉત્પાદકતા વધારવા માટે તૈયાર કરવામાં આવશે, કાર્યક્રમમાં ભાગ લેનારા ખેડૂતોને શ્રેષ્ઠ પરિણામો માટે ટ્રેક્ટરના ઉપયોગને શ્રેષ્ઠ બનાવવા માટે નિદર્શન અને નિષ્ણાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમના ખેતરોમાં, મહિન્દ્રાના પોતાના ટ્રેક્ટર પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
MFOI શું છે?
દેશના ખેડૂતોને એક વિશેષ ઓળખ આપવા માટે, કૃષિ જાગરણ દ્વારા 'મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા' એવોર્ડ શોની પહેલ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને રાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ મળશે. કૃષિ જાગરણની આ પહેલ દેશભરમાંથી કેટલાક પ્રગતિશીલ ખેડૂતોને પસંદ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુ કમાણી કરી રહ્યા છે અને ખેતીમાં નવીનતા પ્રયોગ કરીને બીજા ખેડૂતો માટે પ્રેરણ તરીકે ઉભરી આવ્યા છે.
તમે પણ બની શકો છો એમએફઓઆઈનું ભાગ
ખેડૂતો ઉપરાંત, કંપનીઓ અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા અન્ય લોકો પણ MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024 માં ભાગ લઈ શકે છે. આ માટે, તમે MFOI 2024 અથવા સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન સ્ટોલ બુક કરવા અથવા કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપ માટે કૃષિ જાગરણનો સંપર્ક કરી શકો છો. તે જ સમયે, એવોર્ડ શો અથવા અન્ય કોઈપણ પ્રોગ્રામ સંબંધિત કોઈપણ માહિતી માટે, તમારે આ Google ફોર્મ ભરવાનું રહેશે. પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી માટે, MFOI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
Share your comments