Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સમૃદ્ધ કિસાન ઉત્તસવ: શિવપુરી (મધ્ય પ્રદેશ) ના ખેડૂતોને ટામેટાની ખેતીમાં રોગ અને જંતુ વ્યવસ્થાપન વિશે જણાવવામાં આવ્યું

કૃષિ જાગરણ દ્વારા આજે એટલે કે બુઘવારે 14 ઓગસ્ટના રોજ મઘ્ય પ્રદેશના શિવપુરીમાં 'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024'નું આયોજન કૃષિ વિભાગ (શિવપુરી) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (શિવપુરી)ના સહયોગથી જિલ્લાના બેંક કોલોનીમાં સ્થિત માનસ ભવન (ગાંધી મેદાન) ખાતે કરવામાં આવ્યું હતું.

Amansinh Jadeja
Amansinh Jadeja
સમૃદ્ધ કિસાન ઉત્સવ (શિવપુરી, મધ્ય પ્રદેશ)
સમૃદ્ધ કિસાન ઉત્સવ (શિવપુરી, મધ્ય પ્રદેશ)

કૃષિ જાગરણ દ્વારા આજે એટલે કે બુઘવારે 14 ઓગસ્ટના રોજ મઘ્ય પ્રદેશના શિવપુરીમાં  'MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024'નું આયોજન કૃષિ વિભાગ (શિવપુરી) અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (શિવપુરી)ના સહયોગથી જિલ્લાના બેંક કોલોનીમાં સ્થિત માનસ ભવન (ગાંધી મેદાન) ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા પ્રાયોજિત અને ધાનુકા એગ્રીટેક લિમિટેડ અને સોમાની સીડ્સના સહયોગથી હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં ICAR એ નોલેજ પાર્ટનરની ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમની થીમ 'સમૃદ્ધ ભારત માટે ખેડૂતોની આવક વધારવા' હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિમાં નવીનતમ પદ્ધતિઓ અને નવીનતાઓ સાથે જોડવાનો હતો. આ એક દિવસીય ઉત્સવની થીમ 'ટામેટાની ખેતીમાં રોગ અને જીવાતોનું સંચાલન, ટ્રેક્ટર ઉદ્યોગમાં નવીનતા અને ટ્રેક્ટર વ્યવસ્થાપન' હતી.

ખેડૂતોને આપવામાં આવી ટેક્નોલોજી વિશે માહિતી

શિવપુરી જિલ્લામાં આયોજિત આ કાર્યક્રમમાં મહિન્દ્રા ટ્રેક્ટર્સે તેના નવા ટેક્નોલોજીના ટ્રેક્ટરનું પ્રદર્શન કર્યું હતું. આ સમય દરમિયાન, જિલ્લાના ઘણા ખેડૂતોએ કંપનીના સ્ટોલની મુલાકાત લીધી હતી અને નવા રજૂ કરાયેલા ટ્રેક્ટરની કિંમત, સુવિધાઓ અને અન્ય મુદ્દાઓ વિશે માહિતી મેળવી હતી.ધાનુકા એગ્રીટેક લિમિટેડ અને સોમાણી સીડ્સે પણ આ મહોત્સવમાં તેમનું પ્રોડક્ટ રજુ કર્યા હતા. આ સમય દરમિયાન જિલ્લાના ઘણા ખેડૂતોએ આ ઉત્પાદનોની વિગતવાર ચર્ચા કરી હતી અને તેને ખેતીમાં સમાવવાનું પણ વિચાર્યું હતું.

કોણ કોણ રહ્યા હતા ઉપસ્થિત

માનસ ભવન (ગાંધી મેદાન) ખાતે આયોજિત આ એક દિવસીય કાર્યક્રમમાં ડો.પુનીત (KVK ચીફ શિવપુરી), જેસી ગુપ્તા (કૃષિ વૈજ્ઞાનિક), યુ.એસ. તોમર (ડીડીએ શિવપુરી), મુકેશ ભાર્ગવ (કૃષિ વૈજ્ઞાનિક), ગોવિંદ સિંહ (પ્રગતિશીલ ખેડૂત) , દિનેશ યાદવ (મહિન્દ્રા ટ્રેકટર્સ) અને ઇન્દર સિંઘ (ધાનુકા) હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં 250 થી વધુ ખેડૂતોએ પણ ભાગ લીધો હતો જેમને ટામેટાની ખેતીમાં રોગ અને જંતુ વ્યવસ્થાપન તેમજ ટ્રેક્ટર ઉદ્યોગ અને ટ્રેક્ટર મેનેજમેન્ટમાં નવીનતાઓ વિશે તાલીમ આપવામાં આવી હતી.

ખેડૂતોનં કરવામાં આવ્યું બહુમાન

આ એક દિવસીય કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ શિવપુરી જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને મહેમાનો દ્વારા પ્રમાણપત્રોનું વિતરણ હતું. જે ખેડુતોએ કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપીને સફળતા હાંસલ કરી હતી તેમની મહેનતને ઓળખી પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ખેડૂત સમુદાયને સશક્ત બનાવવા અને ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાના સફળ પ્રયાસને પ્રકાશિત કરતી એક દિવસીય ઇવેન્ટ આભાર મત અને એક જૂથ ફોટો સાથે સમાપ્ત થઈ હતી.

MFOI 2024 શું છે?

MFOI/મિલિયોનેર ફાર્મર ઓફ ઈન્ડિયા એવોર્ડ ખેડૂતોને એક અલગ ઓળખ આપવામાં મદદ કરે છે. દેશના ખેડૂતોને એક વિશેષ ઓળખ આપવા માટે, કૃષિ જાગરણ દ્વારા 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા' એવોર્ડ શોની પહેલ શરૂ કરવામાં આવી છે, જેના દ્વારા ખેડૂતોને માત્ર એક કે બે જિલ્લા અથવા રાજ્ય સ્તરે જ નહીં, પરંતુ . રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અલગ અલગ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવશે. કૃષિ જાગરણની આ પહેલ દેશભરમાંથી કેટલાક અગ્રણી ખેડૂતોને પસંદ કરીને માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એક અલગ ઓળખ આપવાનું કામ કરશે. આ એવોર્ડ શોમાં એવા ખેડૂતોને સન્માનિત કરવામાં આવશે જેઓ વાર્ષિક રૂ. 10 લાખથી વધુ કમાણી કરી રહ્યા છે અને ખેતીમાં નવીનતા કરીને તેમની આસપાસના ખેડૂતો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે.

MFOI એવોર્ડ્સ 2024 નો ભાગ કેવી રીતે બનવું

ખેડૂતો ઉપરાંત, કંપનીઓ અને કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત અન્ય લોકો પણ MFOI સમૃદ્ધ કિસાન ઉત્સવ 2024 માં ભાગ લઈ શકે છે. આ માટે, તમે MFOI 2024 અથવા સમૃદ્ધ કિસાન ઉત્સવ દરમિયાન સ્ટોલ બુક કરવા અથવા કોઈપણ પ્રકારની સ્પોન્સરશિપ માટે કૃષિ જાગરણનો સંપર્ક કરી શકો છો. તે જ સમયે, એવોર્ડ શો અથવા અન્ય કોઈપણ પ્રોગ્રામ સંબંધિત કોઈપણ માહિતી માટે, તમારે આ Google ફોર્મ ભરવાનું રહેશે. પ્રોગ્રામ સંબંધિત વધુ માહિતી માટે, MFOI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

Share your comments

Subscribe Magazine

More on News

More