પરમ દિવસે સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાનોના સાથે રાહુલ ગાંધીની મુલાકાત ચર્ચાનો કેન્દ્ર બની ગઈ છે, કેમ કે સંયુક્ત કિસાન મોર્ચાના આગેવાનો સાથે રાહુલ ગાંધીની વાતચીત વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ તેમને એમએસપીની ગરેંટી આપવાની વાત કરી રહ્યા છે. જેને લઈને આજે રાજ્યસભામાં કૃષિ મંત્રીએ ગુસ્સે ભરાયા હતા. ત્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યો હતુ અને કહ્યું કે જ્યારે તમારી સરકાર જ નથી તો તમે કોણ છો ખેડૂત આગેવાનોને એમએસપીની ગેરેંટી આપવા વાળા તેના સાથે જ તેઓ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કેટલાક પાકો પર મળી રહેલી એમએસપી વિશે પણ જણાવ્યું હતું. તેમ જ તેઓ આ જાહેરાત કરી હતી કે મોદી સરકાર આ વર્ષે ખેડૂતો જે પણ તુવેર, મંસુર અને અડદનું ઉત્પાદન કરશે તે સરકાર ખરીદશે, તેના માટે સરકારે સમૃદ્ધિ પોર્ટલ બનાવ્યું છે. જો ખેડૂત આ સમૃદ્ધી પોર્ટલ પર પોતાની નોંઘણી કરવાશે તો સરકાર તેમના સંપૂર્ણ પાક ખરીદશે.
કૃષિ મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે, 2004-05થી 2014-15 સુધી કઠોળની ખરીદી માત્ર 6 લાખ મેટ્રિક ટન હતી, જે હવે વધીને 1 કરોડ 67 લાખ ટન થઈ ગઈ છે. કોંગ્રેસ સરકાર વખતે તેલીબિયાંની ખરીદી માત્ર 50 લાખ મેટ્રિક ટન હતી, જે હવે વધીને 87 લાખ મેટ્રિક ટન થઈ ગઈ છે. તેમણે કહ્યુ કે એનડીએની સરકાર કઠોળ ખરીદી દર એટલે કે લધુત્તમ ટેકાના ભાવ (MSP) ના દરમાં વધારો કર્યો છે, જે ખેડૂતોને કઠોળની વાવણી કરવા માટે પ્રેરિત કરશે.કૃષિ મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે 2023-24 સીઝન માટે અરહર, મૂંગ અને અડદ દાળના એમએસપીમાં વધારો કર્યો છે. 2023-24 સીઝન માટે તુવેર એટલે કે અરહર દાળના એમએસપી દરમાં 400 રૂપિયાથી 7000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે મગની દાળની MSP 800 રૂપિયા વધારીને 8558 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી નાખવામાં આવી છે. તેમજ અડદની દાળની MSP 350 રૂપિયા વધારીને 6950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવી છે.
કઠોળ પર કૃષિ મંત્રીએ શું કહ્યું?
તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ચૌહાણે જણાવ્યું હતું કે નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NCCF) દ્વારા ખેડૂતોની નોંધણી માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી MSP પર આ કઠોળ ખરીદવા સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે રાજ્ય સરકારોને વિનંતી કરી કે તેઓ વધુને વધુ ખેડૂતોને આ પોર્ટલ પર નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરે જેથી તેઓ ખાતરીપૂર્વકની ખરીદીની સુવિધા મેળવી શકે.
ભારતમાં કઠોળની ખેતી
ભારતમાં, કઠોળ પાક ત્રણેય ઋતુઓમાં ઉગાડવામાં આવે છે: ખરીફ, રવિ અને ઝૈદ. રવી સિઝનમાં લગભગ 150 લાખ હેક્ટરમાં, ખરીફમાં 140 લાખ અને ઝૈદ દરમિયાન 20 લાખ હેક્ટરમાં કઠોળના પાકનું વાવેતર થાય છે. ખરીફ સિઝનમાં અરહર, મગ, સોયાબીન, અડદ અને ચપટી ઉગાડવામાં આવે છે. રવી સિઝનમાં ચણા, વટાણા, મસૂર અને મગ ઉગાડવામાં આવે છે. જ્યારે ઝૈદમાં મુખ્યત્વે મગ અને અડદની ખેતી થાય છે.
Share your comments