
તારીખ 14.04.2025 સજીવન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત અને ખાસ કરીને ડાંગ જિલ્લાને પ્રાકૃતિક બનાવવા અને બનાસકાંઠામાં હરિયાળું બનાસ પ્રોગ્રામ અંતર્ગત ચાલતા વિવિધ કાર્યક્રમો ની સફળતા બાદ હવે સજીવન લાઇફ રાજસ્થાનમાં પણ મોટા પ્રોગ્રામો કરવા જઈ રહ્યું છે ત્યારે..
સજીવન લાઇફ દ્વારા રાજસ્થાનના સાંચોર વિસ્તાર ના સાંચોર અને ચિતવાળા તાલુકામાં 5 ગામોને આદર્શગામ બનાવવા કાર્બન ક્રેડિટ કાર્યક્રમ અંતર્ગત દેશી બાવળ થી મુક્તિ અને મોટા પાયે બાયોચાર પ્રોડક્શન, નર્સરી ડેવલોપમેન્ટ, પ્રાકૃતિક ખેતી, ફાર્મર પ્રોડ્યુસર કંપની ફાર્મર ફોર ફોરેસ્ટ્રી ફોરેસ્ટ ડેવલોપમેન્ટ, બાગાયત અને જળ શુધ્ધિ કરણ, જમીન સુધારણા અને ખેતી લક્ષી તાલીમો અને ખેડૂતોની ક્ષમતા વર્ધનના વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવા જઈ રહી છે, જે તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદેશ્ય ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા અને તેમની આવકમાં વધારો કરવા નો છે..

જે શુભ પ્રસંગે સાંચોર માં સજીવન લાઇફ ની નવી ઓફીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
સાંચોર જીલ્લામાં સેવાકીય કાર્યો કરી રહેલા અને ગો અર્થ ઓર્ગેનિક કંપની ના સ્થાપક અને સાંચોર જિલ્લાના પ્રતિનિધિ શ્રી શ્રવણજી રાવ પથમેડા સંસ્થા સાથે રહીને ગૌ સંરક્ષણ અને ગાય આધારિત ખેતીમાં સક્રિય તેમજ ગૌમૂત્ર ડેરી ના સ્થાપક શ્રી શ્યામ સુંદરજી ગો અર્થ ઓર્ગેનિક બ્રાન્ડ થી પ્રસિદ્ધ અને પ્રાકૃતિક ખેતીના વિવિધ પ્રોડક્ટ બનાવતી કંપની ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિકાસ રાવ અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરો, સ્થાનિક આગેવાનો, સજીવન લાઇફ ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નીતુબેન પટેલ, ડિરેક્ટર સંદીપભાઈ ભંડેરી, સી.ઇ.ઓ સંજુબેન શર્મા, સુરત વિભાગના માર્કેટિંગ મેનેજર સ્મિતાબેન, બનાસકાંઠા પ્રોજેક્ટ હેડ આયુષીબેન, પ્રોજેક્ટ મેનેજર ભરતભાઈ સોલંકી, મેનેજમેન્ટ વિભાગના શ્રી શિલ્પાબેન, બાયોચાર રિસર્ચર પ્રિન્સી હિંગરાજીયા, માર્કેટિંગ મેનેજર રોહન પટેલ, રવિભાઈ ગોંડલિયા, જીલ્લા કોડીનેટર જગદીશ ચૌહાણ, ફિલ્ડ મેનેજર લગધીરભાઇ, રામચંદ્ર ખત્રી, જાનકી પ્રસાદ ગુપ્તા, સ્થાનિક આગેવાન અર્જુન સિંહ સર્વાંણા તેમજ સાચોર પ્રોગ્રામ ઈનચાર્જ વ્રજલાલ રાજગોર ની હાજરીમાં આ કાર્યક્રમની વૈદિક વિધિથી શુભ શરૂઆત કરવા સાથે કાર્યક્રમમાં હાજર મહાનુભાવો દ્વારા નવી ઓફીસ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને સાચોર જિલ્લામાં શરૂ થવા જઈ રહેલા આ કાર્યક્રમની સફળતા માટે આશીર વચન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
Share your comments