કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બુધવારે જણાવ્યું હતું કે કોરોના વાઈરસને પગલે શટડાઉનની સ્થિતિમાં સરકાર ખેડૂતોને શક્ય તમામ મદદ કરી રહી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાને પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના હેઠળ 24 માર્ચથી 27 એપ્રિલ દરમિયાન ખેડૂતોના ખાતામાં રૂપિયા 17,986 કરોડ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી ત્યારે આશરે 9.39 કરોડ ખેડૂત પરિવારને રૂપિયા 71,000 કરોડ રૂપિયા આ યોજના હેઠળ લાભ પહોંચાડવામાં આવ્યો હતો. અગાઉની કોઈ સરકારે ખેડૂતો માટે આ પ્રકારની કામગીરી કરી નથી કે પછી ખેડૂતોને આટલી મોટી રકમની સહાયતા કરી નથી.
જીડીપી વધારવામાં કૃષિનું મોટું યોગદાન
કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે ગામોના સર્વગ્રાહી વિકાસ માટે ગ્રામીણ વિકાસ મંત્રાલય દેશમાં છે. જે લોકોને ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકો માટે સતત વિચારે છે. તેમણે કહ્યું કે મનરેગા યોજના અંતર્ગત દેશમાં આશરે 12 કરોડ જોબ કાર્ડ ગ્રામીણ ક્ષેત્રોમાં વિતરીત કરવામાં આવ્યા છે. આ મનરેગા યોજના માટે આગામી મે, જૂન માટે રૂપિયા 20 હજાર કરોડની સ્વીકૃતિ પણ આપવામાં આવી છે. મનરેગામાં જે લોકોની રકમ બાકી હતી તે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ મોકલી આપવામાં આવી હતી, જેથી આ લોકો પર લોકડાઉનની અસર ન થાય.
તેમણે કહ્યું કે એક કરોડ 70 લાખથી વધારે માનવ દિવસ સૃજીત કરવામાં આવેલ છે. આગામી સમયમાં કાર્યો માટે રૂપિયા 33 હજાર કરોડની સૈદ્ધાંતિક સ્વીકૃત્તિ પણ રાજ્યોને આપવામાં આવી છે. જેથી હવે જ્યારે અન્ય રાજ્યોને પણ ચિંતા કરવાની જરૂ રનથી. અત્રે ઉલ્લેખનીય છે કે મનરેગાના નિયત 264 કાર્ય પૈકી 162 કાર્ય કૃષિ સંબંધિત છે, જેના પર મનરેગાનું સંપૂર્ણ બજેટનો 66 ટકા ખર્ચ કરવામાં આવે છે.
Share your comments