ચોખાની માંગમાં ઘટાડો અને પુરવઠામાં વધારાને કારણે તેના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વ બજારમાં ચોખાના ભાવમાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ચોખાના ઉત્પાદનમાં વધારાના કારણે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી સ્થિત ટ્રેડ એનાલિસ્ટ એસ ચંદ્રશેખરને જણાવ્યું કે ચેન્નઈમાં સોના મસૂરી ચોખાન કિંમત જે ડિસેમ્બરમાં 62 રૂપિયા પ્રતિ કિલો હતી તેઓ હવે ધટીને 42 રૂપિયા પર આવી ગઈ છે. એટલે કે એક કિલોના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. સોના મસૂરીના આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળા ચોખા હાલમાં 52 થી 54 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ભારતના ઓછા ભાવના ચોખા વિયેતનામ અને સિંગાપોરને મોકલવામાં આવે છે, જ્યારે વધુ કિંમતના ચોખા યુરોપ અને અમેરિકાને સપ્લાય કરવામાં આવે છે.
શ્રીલંકામાં ચોખાના ઓર્ડર સમાપ્ત
શ્રીલંકામાં નિકાસ કરવા માટેના ચોખાનો ઓર્ડર હવે સમાપ્ત થઈ ગયો છે. ત્યાંની સરકારે સ્થાનિક બજારમાં યોખાના ભાવની મર્યાદા નક્કી કરી છે, જેના કારણે આયાતમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય ચોખાની શ્રીલંકામાં ઘટતી માંગને કારણે પણ ભાવમાં ઘટાડો થયો છે. એજ નહીં કેટલાક દેશોમાંથી આ પ્રકારની માંગ ઘટી રહી છે, જેની અસર ચોખાના ઘટતા ભાવમાં જોવા મળી રહી છે. એક એક્સપર્ટના મતે હાલમાં ડોલરનો રેટ ઊચો છે જેના કારણે ઘણા દેશો ભારતમાંથી ઓછા ચોખા મંગાવી રહ્યા છે.આ જોતા મિલરો તેમનો સ્ટોક પાછો ખેંચી રહ્યા છે જેના કારણે ભાવ ઘટી રહ્યા છે.
આ વર્ષે થયું ચોખાનું બમ્પર ઉત્પાદન
કૃષિ મંત્રાલયે એક અંદાજમાં કહ્યું છે કે વર્તમાન ખરીફ સિઝનમાં ચોખાનું ઉત્પાદન 1190 લાખ ટનથી વધુ થઈ શકે છે જ્યારે ગત સિઝનમાં તે 1130 લાખ ટન આસપાસ હતું. બીજી તરફ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચરે પોતાના અનુમાનમાં કહ્યું છે કે ભારત આ સિઝનમાં 1370 લાખ ટન સુધીનું ઉત્પાદન કરી શકે છે. આ વધેલા ઉત્પાદનને જોતા ચોખાના ભાવમાં અત્યારથી જ ઘટાડો થવા લાગ્યો છે. આગામી દિવસોમાં કિંમતો વધુ ઘટી શકે છે.ભારત ઉપરાંત મલેશિયા અને ફિલિપાઈન્સમાં પણ ચોખાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. વિયેતનામમાં ચોખાના ભાવ ઘટવાના કારણે ફિલિપાઈન્સના બજારમાં ચોખાના ભાવમાં ભારે ઘટાડો થયો છે. બીજી તરફ, વિયેતનામનો ચોખાનો સ્ટોક મલેશિયાના બંદર પર અટવાયેલો છે જ્યાંથી ફિલિપાઈન્સને વધુ સપ્લાય મળે છે.
Share your comments