Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

લાલ લસણના ફાયદા અનેક, મહીસાગરનું લાલ લસણ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત

તમે લસણ વિશે તો જાણતા જ હતો, તો શું તમને લાલ લસણ વિશે ખબર છે. તમને ખબર છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના આજુબાજુના પંથકમાં લાલ લસણની ખેતી કરવામાં આવે છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને લાલ લસણ વિશે સંપૂર્ણ માહિતી આપીશું.

Himanee Chauhan
Himanee Chauhan
Red Garlic Are Amazing
Red Garlic Are Amazing

તમે લસણ વિશે તો જાણતા જ હતો, તો શું તમને લાલ લસણ વિશે ખબર છે. તમને ખબર છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના આજુબાજુના પંથકમાં લાલ લસણની ખેતી કરવામાં આવે છે. તો ચાલો આજે આ લેખમાં અમે તમને લાલ લસણ વિશે સંપૂર્ણ માહિતી આપીશું.  

મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાના આસપાસના પંથકમાં થતું લાલ લસણ દૂર દેશાવર સુધી પ્રખ્યાત છે. મરી મસાલા પાક તરીકે લસણ એ શિયાળાનો એક અગત્યનો રોકડિયો પાક છે. ત્યારબાદ સૂકા લસણનું ભરપૂર વેચાણ થાય છે.  

આ રીતે આખુ વર્ષ સચવાશે લસણ Garlic Will Be Preserved All Year

આખુ વર્ષ લાલ લસણનો એ જ સ્વાદ મેળવવા માટલામાં રાખોડી સાથે તેનો સંગ્રહ કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર મહીસાગર નદીના કાંઠે આવેલો છે. મહત્વની વાત એ છે કે મહીસાગર જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીવાડી અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે.

મુખ્યત્વે આ રીતે કરાય છે વપરાશ Consumption Is Mainly Done In This Way

લસણ એ લીલા તથા અર્ધ સુકા મસાલા તરીકે અને કાચા કચુંબરમાં વપરાશમાં લેવાતો પાક છે. લીલા કે સૂકા લસણનો ઉપયોગ મુખ્યત્વે મરીમસાલા તરીકે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા માટે થાય છે. ઉપરાંત ચટણી, અથાણાં, સૂપ તથા ટોમેટો કેચ અપ બનાવવામાં પણ લસણનો ઉપયોગ થાય છે. લસણ રસોઈને વિશિષ્ટ સ્વાદ આપવામાં ખુબ જ ઉપયોગી બને છે.

આ પણ વાંચો : જુઓ દુનિયાની સૌથી મોટી સ્ટ્રોબેરી, અને કોણે તેને ઉગાડી 

જમીનની અનુકૂળતા Land Suitability

લસણના વાવેતર માટે થોડી હલકી, ગોરાડુ, મધ્યમ કાળી, સારી નિતાર શક્તિ ધરાવતી તથા વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીન લસણના પાકને વધારે અનુકૂળ આવે છે. ઓકટોબર માસ લસણના પાક માટે વાવેતરનો આદર્શ સમય છે. 

ખેડૂતોને થાય છે સારી આવક Farmers Get Good Income  

લસણની ખેતીમાં મહીસાગર જિલ્લાની પિયત વ્યવસ્થા પણ મહત્વની ભૂમિકા ભજવે છે. લસણનો પાક રોપણી બાદ અંદાજે 4થી 5 મહિનામાં તૈયાર થાય છે. લાલ લસણની ગુણવત્તાને અનુલક્ષી અન્ય લસણની જાતો કરતાં ઊંચો ભાવ બોલાતો હોય છે. આ લસણમાંથી ગ્રેડિંગ કરી લાલ લસણના અલગ અલગ વકકલ કરવામાં આવે છે. જેમાંથી એક કળી લસણનું પણ અલગ ગ્રેડિંગ કરી જુદુ તારવવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો લાલ લસણની ખેતી કરી સારી આવક મેળવી રહયાં છે. 

આ પણ વાંચો : પૃથ્વીનું કલ્પ પાક એટલે કઠોળ

લાલ લસણથી શરીરની આ સમસ્યાઓ થશે દૂર  Red Garlic Will Eliminate These Problems From The Body

એક કળીની લસણનો ભાવ સામાન્ય લસણ કરતાં પાંચથી સાત ઘણો વધારે હોય છે.

  • હાઈપરટેન્શનમાં આરામ મળે છે.
  • લોહીના પરિભ્રમણને વધારવામાં ઉપયોગી
  • હૃદય સંબંધી સમસ્યાઓને દૂર કરશે
  • લીવર અને મૂત્રાશયને કરે કાર્યરત
  • પાચનક્રિયા તથા લોહી વધારવામાં પ્રભાવશાળી
  • હાઈ બ્લડપ્રેશરથી બચાવે
  • પેટ સંબંધી સમસ્યાઓનો કરે ઉપચાર
  • લસણ પાચનની પ્રક્રિયાને ઉત્તેજિત કરે છે જેથી ભૂખ પણ વધારે છે.
  • લસણ તણાવને ઘટાડવામાં મદદ કરશે
  • પેટમાં બનતા એસિડને અટકાવે
  • શ્વસનતંત્ર માટે પણ લાભકારી

આ પણ વાંચો : યુરિયા ખાતર ખરીદવા સાથે કેટલાક રાજ્યોમાં મળશે નેનો યુરિયા

Share your comments

Subscribe Magazine

More on News

More