દેશમાં ફીચર ફોન ધરાવતા 55 કરોડ મોબાઈલ ગ્રાહકો માટે સારા સમાચાર છે. ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં ફીચર ફોન માટે UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિ કાંત દાસે દ્વિમાસિક પોલિસીની જાહેરાત કરતી વખતે આ વાત કહી હતી. તેમણે એમ પણ કહ્યું કે નાની રકમના UPI વ્યવહારો માટે "ઓન-ડિવાઈસ" વોલેટ લોન્ચ કરવામાં આવશે.
ભારતમાં ડિજિટલ ક્રાંતિ
RBI ફીચર ફોન માટે નવી UPI આધારિત પેમેન્ટ પ્રોડક્ટ્સ લોન્ચ કરવા જઈ રહી છે, જેથી દેશના મોટા વર્ગ કે જેમની પાસે સ્માર્ટ ફોન નથી તેઓ પણ સરળતાથી UPI ટ્રાન્ઝેક્શન કરી શકશે. ઉલ્લેખનીય છે કે RBIના આ પગલાથી દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મદદ મળશે. આ ઉપરાંત તેનાથી ઘણા પ્રકારના રોકાણ અને UPI ચુકવણી કરવામાં મદદ કરશે.
દેશમાં હાલમાં ફીચર ફોન એટલે કે કી-પેડ ફોન માટે કોઈ UPI-આધારિત પેમેન્ટ એપ નથી જેથી આ ફોન ધરાવતા મોબાઈલ ગ્રાહકો તેમના ફીચર ફોનમાંથી UPI વ્યવહારો કરી શકશે. જો કે, હાલમાં, ઈન્ટરનેટ વિના મોબાઇલ ફોન પર વપરાશકર્તાઓ NUUP નેશનલ યુનિફાઈડ યુએસએસડી પ્લેટફોર્મ દ્વારા UPI વ્યવહારો કરી શકે છે. આ સિસ્ટમમાં *99# ડાયલ કરીને, વપરાશકર્તા ઈન્ટરેક્ટિવ મેનૂ દ્વારા વ્યવહાર કરી શકે છે.
આ પણ વાંચો : બાળકના જન્મ માટે મહિલાઓને મળશે 5000 રૂપિયા, જાણો તમે કેવી રીતે મેળવી શકો છો લાભ
"ઓન-ડિવાઈસ" વોલેટ લોન્ચ કરાશે On Device Wallet
RBI નાની કિંમતની UPI ચૂકવણીની સુવિધા આપવા માટે ઓન-ડિવાઈસ વોલેટ On Device Wallet લાવશે, RBIના અનુસાર દેશમાં 50 ટકાથી વધુ UPI પેમેન્ટ્સ રૂપિયા 200થી ઓછી રકમના હોય છે. આ ચૂકવણી કરવા માટે ઘણા સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ઘણી વખત વ્યવહાર પૂર્ણ થતો નથી. નાની કિંમતની UPI ચૂકવણીને સરળ બનાવવા માટે ઓન-ડિવાઈસ વોલેટ રજૂ કરવામાં આવશે. જો કે, આ UPI પેમેન્ટ પ્રોજેક્ટ્સ શરૂ કરવાની સમયમર્યાદા આપવામાં આવી નથી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા RBIએ એક એવી નવી UPI સેવાની જાહેરાત કરી છે જેમાં સ્માર્ટફોન ન હોય તે લોકો પણ યૂપીઆઈ દ્વારા ડિજીટલ લેવડ-દેવડ કરી શકશે. UPI તરત જ ટ્રાન્ઝેકશન કરવાની એક ડિજીટલ રીત છે જેને ભારત સરકારના એનપીસીઆઈ દ્વારા 2016માં શરુ કરવામાં આવી હતી. નાણાંકીય વર્ષ 2021માં કુલ 4100 અબજ રુપિયાનું ટ્રાન્જેકેશન યૂપીઆઈના માધ્યમથી થયું હતું જે 2022માં 7600 અબજ સુધી પહોંચ્યુ છે.
આ પણ વાંચો : માર્ચ મહિનામાં ખેડૂતોએ આ ખેતી કાર્યો કરી લેવા છે જરૂરી
કીપેડ ફોનથી પણ બનશો ડિજિટલ
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી યૂપીઆઈ સેવા માત્ર સ્માર્ટફોન પર જ મળતી હતી પરંતુ યૂપીઆઈ 123 નામની નવી સેવાની મદદથી સાદા ફોન પરથી પણ ડિજીટલ પેમેન્ટ થઈ શકશે. સાદા ફોનમાં ગૂગલ કે એન્ડ્રોઈડ જેવી ઓપરેટિંગ સિસ્ટમ હોતી નથી પરંતુ સિમિત પ્રમાણમાં મલ્ટી મીડિયા સુવિધા હોય છે. આરબીઆઈની માહિતી મુજબ ભારતમાં 40 કરોડ લોકો આ પ્રકારના કીપેડ ફોનનો ઉપયોગ કરે છે. જેમના માટે યૂપીઆઇ 123 સેવા ઉપયોગી બનશે.
આ પણ વાંચો : રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની ભારતીય ખેતાવાડી ક્ષેત્ર પર અનેક પ્રતિકૂળ અસર થવાની શક્યતા
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે આવશે ગુજરાત, અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ
Share your comments