ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા વધે અને બન્ને દેશો ભેગા મળીને પાકિસ્તાન અને ચીનને કેવી રીતે સબક શીખવાડવાનું છે આના વિશે ચર્ચાને લઈને ભારતના વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ત્રણ દિવસ માટે અમેરિકાની મુલાકાત પર છે.
ભારત અને અમેરિકા વચ્ચે મિત્રતા વધે અને બન્ને દેશો ભેગા મળીને પાકિસ્તાન અને ચીનને કેવી રીતે સબક શીખવાડવાનું છે આના વિશે ચર્ચાને લઈને ભારતના વડા પ્રધાન નરેંદ્ર મોદીએ ત્રણ દિવસ માટે અમેરિકાની મુલાકાત પર છે. શુક્રવારે પીએમ મોદી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલકાત કરી અને બન્ને દેશઓ વચ્ચે મજબૂત સંબધ બનાવવાની પહલ કરી. પરંતુ બીજી બાજુ ભારતમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત જો બાઇડનને એક સલાહ આપી છે.
રાકેશ ટિકૈત ટ્વીટ કરીને કહ્યુ છે કે જો બાઇડનને પીએમ મોદી સાથે ખેડૂત આંદોલના વિશેમાં વાત કરવી જોઈએ. છેલ્લ 10 મહિનાથી ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે અમેરિકાના સહારા લીધુ છે. અને બાઇડનને આ મુદ્દામાં દખલ દેવાનુ કહ્યુ છે.
રાકેશ ટિકૈત જો બાઇડનને ટેગ કરીને એક ટ્વીટ કર્યૂ, ભારતીય ખેડૂતો ભારતીય ખેડુત PM મોદીની સરકાર દ્રારા લાવવામાં આવેલા 3 કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છે. છેલ્લાં 11 મહિનામાં આંદોલનમાં 700થી વધુ ખેડુતોના મોત થયા છે. આ કાળા કાયદાને પાછો ખેંચી લેવો જરૂરી છે. ટિકૈતે લખ્યું કે PM મોદી સાથેની મીટિંગમાં અમારા આ મુદ્દાને પણ ધ્યાનમાં લેજો.
નોંધણીએ છે,વડા પ્રધાન મોદીએ શુક્રવારે રાત્રે સાડા આઠ વાગે ( ભારતીય સમયાનુસાર) વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. બનેં નેતાઓ વચ્ચે આ પહેલી બેઠક હતી. આ બેઠક બનેં દેશો માટે મહત્ત્વપૂર્ણ રહી છે, જેમાં રિલેશન, રોકાણ, કોરોના સંકટ, અફઘાનિસ્તાન સહીતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ખેડુતોના આંદોલનની વાત કરીએ તો ભારત સરકાર દ્રારા 3 કૃષિ કાયદા રજૂ કરવામાં આવ્યા છે જેની સામે હજારો ખેડુતો લગભગ 1 વર્ષથી આંદોલન કરી રહ્યા છે. રાકેશ ટિકેતની આગેવાની હેઠળ દિલ્હી-ગાજીપુર બોર્ડર પર પ્રદર્શન ચાલી રહ્યું છે, જયારે દિલ્હી- સિંધુ બોર્ડર અને દિલ્હી –ટીકરી બોર્ડર પર ખેડુતોનો જમાવડો છે.
Share your comments