Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વરસાદી માહોલ માં એંધાણ ! વરસશે છુટોછવાયો વરસાદ પણ આપશે બધે રાહત

વરસાદ... વરસાદ .. વરસાદ.... જાણે કે એક વાર વરસ્યા પછી દેખો દેવાનું જ હુંલી ગયો હતો. પણ હવે આવે છે બધાનું ખબર પૂછવા. જે હવે છુટાછવાયા ગુજરાત ના દરેક વિસ્તારોમાં ધીમે ધીમે આવરી લેશે. ખેડૂતો અને પ્રજાજનો માં હાશકારો અનુભવાશે. હાલ, અપરએર સાયકલોનીક સરક્યુંલેશનદક્ષિણ આંધ્ર અને તમિલનાડુ ના દરિયાકાંઠે નજીક ચકડોળે છે. આવતા મહિના ના શરૂઆતી તારીખ માં એટલે કે, 2 ઓગસ્ટ થી રાજ્યો માં છુટાછવાયા ઝાપટા પડશે. તો સાથે ક્યાંય હળવો વરસાદ થી માધ્યમ રહેશે અને ક્યાંય તો ભારે મેહુલો રહેશે. ઓગસ્ટ ની શરૂઆતની અઠવાડિયામાં તારીખ 3 થી 7 ઓગસ્ટ માં વરસાદી વિસ્તારો માં વધારો નોંધાશે.

Pintu Patel

હવામાન વિભાગ ના આધારે જણાવીએ કે, આવનાર 2-3 દિવસો માં છુટાછવાયા વરસાદી માહોલ રહેશે અને ત્યારબાદ ધીમે - ધીમે 3 થી ૭ ઓગસ્ટ દરમ્યાન વરસાદી માહોલ માં વધારો નોંધાતો જોવા મળશે. સાથે ગુજરાત ના વિસ્તાર મુજબ વાત કરીયે તો, આગામી વરસાદી સમય માં સૌરાષ્ટ્ર  વિસ્તાર- કચ્છ ભુજ ના વિસ્તારમાં 75 ટકા વિસ્તારોમાં 35 થી 75 મી.મી. અને અમુક ભારે વરસાદના સેન્ટર વિસ્તારોમાં માં 100 મી.મી.થી વધુ મેહુલો દાજવીજ સાથે વર્ષે તેવી શકયતા છે . જયારે બાકી રહેલ 25 ટકા વિસ્તારોમાં 35 મી.મી. સુધી મેહુલો વરસશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસાના પશ્ચિમ છેડો હજુ પણ નોર્મલ જ છે. જે છેડો ગંગાનગર , નારનોલ , વારાણસી , પટણા અને ત્યાંથી નાગાલૅન્ડ તરફ વાયા મૅવાલય , આસામ તરફ જાય છે. વધુ એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ આંધ્રના કિનારા નોર્થ તામીલનાડુના કિનારા નજીક 3.1 થી 5.8 કિ.મી.ના લેવલે છે. એક મોન્સૂન ટર્ફ લેવલ ગોવાથી ગુજરાતને લાગુ પશ્ચિમ મધ્યમપ્રદેશ ઉપર છે.

ગઈ કાલ એટલે કે ગુરુવાર ની વાત કરીયે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં પંચમહાલ જિલ્લાના હાલોલમાં અને સુરેન્દ્રનગરના ચોટીલામાં બે કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં વિવિધ નીચાળવાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયાં હતા. સૌથી વધુ મેહુલો હાલોલમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ નોધાયો હતો. આ સિવાય અરવલ્લીના ધનસુરામાં, દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં બે કલાકમાં સવા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તેમજ ગીર સોમનાથના કોડીનાર તાલુકામાં, અમરેલીના રાજુલામાં અને અમરેલીના ખાંભામાં બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ગુરુવારે બપોરના બે વાગ્યાથી લઈને સાંજના ચાર વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો.

Share your comments

Subscribe Magazine

More on News

More