Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજ્યના 18 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં સૌથી વધુ પડ્યો વરસાદ

રાજ્યમાં 11 જુલાઈથી મેઘરાજા મહેરબાન થયા છે સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. સવારથી અત્યાર સુધી રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં પડ્યો છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

રાજ્યમાં 11 જુલાઈથી મેઘરાજા મહેરબાન થયા છે સતત બીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. સવારથી અત્યાર સુધી રાજ્યના 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરના ક્વાંટમાં પડ્યો છે. ક્વાંટમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના માંગરોળમાં પણ એક ઈંચ વરસાદ પડ્યો છે. સાથે જ મહીસાગર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, તાપીમાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

રવિવારે ધોધમાર વરસાદ પડ્યો

જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ રાત્રીના 10 વાગ્યા સુધીમાં પાંચ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.બીજા નંબરે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સાડા ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં એંકદરે સવારે છથી રાત્રીના 10 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા જ પ્રશાસનની પ્રિ- મોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાતા જ પ્રશાસનની પ્રિ-મોન્શુનની કામગીરીની પોલ ખુલી ગઈ હતી શહેરમાં ગટરો ઉભરાવવા લાગી હતી અને યોગ્ય રીતે વરસાદી પાણીનો નિકાલ કરવામાં મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ નિષ્ફળ નિવડી હતી. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

અમદાવાદમાં પડેલા ભારે વરસાદને પગલે સીટીએસ, ઢાલગવરવાડ, બાપુનગરના નીચાણવાળા વસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં ભારે વરસાદ તૂડી પડતા માર્ગો પાણીથી તરબોળ બન્યા હતાં. રજાના દવિસે લોકો બહાર ફરવા નીકળ્યા હોઈ ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. એકથી દોઢ કલાક સતત ધીમી ધારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડ પ્રસરી હતી અને ઘણા સમયથી ગરમીમાં શેકાતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન

રાજકોટ જિલ્લાના ઉપલેટા અને ધોરાજીમાં સાડા 3 ઇંચથી 1 ઇંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ મોરબી જિલ્લના મોરબી, વાંકાનેર અને ટંકારામાં રવિવારે દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા હતા.

સામાન્ય રીતે રાજ્યમાં ભીમ અગિયારસ બાદ વાવણીની મોસમ પુરબહારમાં હોય છે. આ વર્ષે વરસાદ ખેંચાતા જગતના તાત પર આફત તોળાઈ રહી હતી. પહેલા વાવાઝોડું અને હવે વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી પરંતુ સમયસર વરસાદની સિસ્ટમ સક્રિય થતા રાહત થઈ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More