ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજથી 3 દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. આજે અમદાવાદ સહિતનાં શહેરોમાં કમોસમી વરસાદ પડી શકે છે. તો શુક્રવારે ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાના હવામાન ખાતાના સંકેતો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 26 થી 29 એપ્રિલ દરમિયાન માવઠું પડશે. આજથી માવઠું પડતાં જ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે આજે ભરઉનાળે સુરત શહેર જિલ્લામાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને લાઈટો ચાલું કરવાની ફરજ પડી હતી. હાઈવે પર પણ વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
500 મીટર દૂર દેખાતું જ બંધ થઈ ગયું
સુરત શહેરમાં ગત રોજથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે સવારથી જ સુરત સહિત જિલ્લામાં ભારે ધુમ્મસ છવાયો છે. સુરતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં ભારે ધુમ્મસના પગલે 500 મીટર દૂર દેખાતું જ બંધ થઈ ગયું હતું. જેના પગલે વાહન ચાલકોએ વાહનોની લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. જ્યારે સુરત જિલ્લામાં પણ ભારે ધુમ્મસના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હાઈવે પર ભારે ધુમ્મસના પગલે અકસ્માતની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આ પણ વાંચો: ભાવનગરના નરવણસિંહ ગોહિલે 15 વીઘામાં કરી પ્રાકૃતિક ખેતી, હવે કરે છે લાખો રૂપિયાની કમાણી
આપને જણાવી દઈએ કે માવઠાના કારણે રાજ્યના ખેડૂતોને પહેલેથી જ ખાસ્સું નુકસાન વેઠવું પડ્યું છે. અને ફરી એક વાર કમોસમી વરસાદ પડશે તો બાકીના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. આ માવઠાથી ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળે તેવી પૂરી શક્યતા છે.
Share your comments