Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે મુલાકાત કરશે રાહુલ ગાંધી, તેમની સમસ્યાઓને સંસદમાં ઉઠાવશે

વડા પ્રધાન નરેંદ્ર મોદીને ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે સૌગંઘ ખાધા 1.5 મહિના થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી પંજાબ-હરિયાણાના શુંભુ બોર્ડર પર પોતાની માંગણીને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો તરફ સરકાર પોતાના ધ્યાન દોરી રહી નથી.

Amansinh Jadeja
Amansinh Jadeja
ખેડૂતો સાથે મુલાકાત કરશે રાહુલ ગાંઘી
ખેડૂતો સાથે મુલાકાત કરશે રાહુલ ગાંઘી

વડા પ્રધાન નરેંદ્ર મોદીને ત્રીજી વખત દેશના વડા પ્રધાન તરીકે સૌગંઘ ખાધા 1.5 મહિના થઈ ગયા છે. પરંતુ અત્યાર સુધી પંજાબ-હરિયાણાના શુંભુ બોર્ડર પર પોતાની માંગણીને લઈને પ્રદર્શન કરી રહેલા ખેડૂતો તરફ સરકાર પોતાના ધ્યાન દોરી રહી નથી. પણ હવે 161 દિવસથી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂત આગેવાનો સાથે લોકસભામાં અપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુલાકાત કરશે અને તેમની સમસ્યાઓ જાણીને તેનો ઉકેળ શોધવાનું પ્રયાસ કરશે. અપક્ષના નેતા રાહુલ ગાંધીએ 22 જુલાઈના રોજ ખેડૂતોને મળવાના હતા, પરંતું કેટલાક કારણેસર તેઓ મળી શક્યા નથી.

ખેડૂત નેતા અભિમન્યુ કોહરે પુષ્ટિ કરી છે કે તેઓ બુધવારે રાહુલ ગાંધીને મળશે. સોમવારે દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોની રાષ્ટ્રીય પરિષદ હતી, જેમાં જાણીતા કૃષિ અર્થશાસ્ત્રી સોમપાલ શાસ્ત્રી અને દેવિન્દર શર્માએ ખેડૂતોને MSPની કાયદાકીય ગેરંટી અંગે ટિપ્સ આપી હતી. જણાવી દઈએ કે સોમપાલ શાસ્ત્રીએ વાજપેયી સરકારમાં કૃષિ મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ખેડૂતોને સંપૂર્ણ સમર્થન આપ્યું છે.

રાહુલ ગાંધીએ ખેડૂત સાથે વાત કરી હતી

તમણે જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં જ્યારે ખેડૂતોનો વિરોધ શરૂ થયો હતો ત્યારે રાહુલ ગાંધીએ પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા ખેડૂત ગુરમીત સિંહ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે મોદી સરકાર પર દેશના અન્ન પ્રદાતાઓ પ્રત્યે 'તાનાશાહી વલણ' અપનાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારે રાહુલે એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ લોકસભા ચૂંટણી જીતે છે અને કેન્દ્રમાં સરકાર બનાવે છે, તો તે સ્વામીનાથન કમિશન મુજબ ખેડૂતોને પાક માટે MSPની કાયદેસર ગેરંટી આપશે.પરંતુ જો કે કેન્દ્રમાં હવે ભાજપની સરકાર ત્રીજી વખત ફરીથી પાછા ફરી છે તો રાહુલ ગાંધી પાસે ખેડૂતોને મળવાની જગ્યાએ બીજુ કોઈ કામ નથી.

ફાર્મર્સ પ્રોટેસ્ટ
ફાર્મર્સ પ્રોટેસ્ટ

બોર્ડર ખુલતાની સાથે જ દિલ્હી જશે

બુધવારે 24 જુલાઈએ ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છે, ત્યારે શંભુ બોર્ડર ખોલવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી છે. 10 જુલાઈએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે રાજ્ય સરકારને શંભુ બોર્ડર પર બેરિકેડિંગ હટાવવા અને હાઈવેને ટ્રાફિક માટે ખુલ્લો કરવાનો આદેશ આપ્યો હતો. હરિયાણા પોલીસે ખેડૂતોને દિલ્હી આવતા રોકવા માટે શંભુ બોર્ડર પર સાત સ્તરના બેરિકેડ લગાવ્યા છે. હરિયાણા સરકારે હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન (SLP) દાખલ કરી છે. જેના પર સુનાવણી 22 જુલાઈના રોજ થવાની હતી, પરંતુ તેને ટાળી દેવામાં આવી હતી. હવે 24મીએ સુનાવણી છે.

શું છે ખેડૂતોની માંગણી?

સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાના નેતૃત્વમાં ચાલી રહ્યું છે. આંદોલનકારી ખેડૂતો સ્વામીનાથન ફોર્મ્યુલા (C2+50%) નો ઉપયોગ કરીને પાક ઉત્પાદન ખર્ચની ગણતરી અને તમામ પાકો માટે MSPની કાયદેસર ગેરંટી માંગી રહ્યા છે. જોકે, રાહુલ ગાંધી બુધવારે બપોરે 12 વાગ્યે ખેડૂત નેતાઓને મળશે અને સમગ્ર મામલો સમજશે. બેઠકનું સ્થળ હજુ નક્કી થયું નથી. ખેડૂત નેતાઓ ઈચ્છે છે કે રાહુલ ગાંધી સંસદમાં ખેડૂતોનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવે. ઉપરાંત, વિપક્ષ એમએસપીની કાયદાકીય ગેરંટી મુદ્દે ખાનગી સભ્યનું બિલ લાવ્યું હતું.

 

Share your comments

Subscribe Magazine

More on News

More