Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Gem ના પોર્ટલ પર થશે ગુણવત્તાયુક્ત બિયારણની ખરીદી તેમજ વેચાણ, 8 હજાર પાકોના બિયારણ કરવામાં આવ્યો લોન્ચ

નવી GeM કેટરીઓ રાજ્યના બીજ નિગમો અને સંશોધન સંસ્થાઓ સાથે પરામર્શ કરીને, બીજની પ્રાપ્તિ માટે ભારત સરકારના વર્તમાન નિયમો અનુરૂપ બનાવવામાં આવી છે. આ સરકારી સંસ્થાઓ માટે સમગ્ર પ્રાપ્તિ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. નવી શ્રેણી-આધારિત ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ જેમની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ એટલે કે GEM એ તેના પોર્ટલ પર લગભગ 8,000 બીજની જાતોની 170 નવી બિયારણ કેટેગરી લોન્ચ કરી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા મુજબ રવિ પાકના સિઝન પહેલા દેશભરના ખેડૂતોને બિયારણની વધુ અસરકારક ડિલિવરી સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને રાજ્યના જાહેર ક્ષેત્રના એકમો (પીએસયુ) અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા પ્રાપ્તિ માટે વિસ્તૃત શ્રેણીઓ ડિઝાઇન કરવામાં આવી છે, જેથી ખેડૂતો સુધી ઝડપથી બિયારણ પહોંચાડી શકાય. સરકારનું મિશન ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ અને બાગાયતી બિયારણ આપવાનું છે, જે અંતર્ગત આ શ્રેણીઓ બહાર પાડવામાં આવી છે.

Gem નો ઉદ્દેશ્ય

નવી GeM કેટરીઓ રાજ્યના બીજ નિગમો અને સંશોધન સંસ્થાઓ સાથે પરામર્શ કરીને, બીજની પ્રાપ્તિ માટે ભારત સરકારના વર્તમાન નિયમો અનુરૂપ બનાવવામાં આવી છે. આ સરકારી સંસ્થાઓ માટે સમગ્ર પ્રાપ્તિ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. નવી શ્રેણી-આધારિત ખરીદીને પ્રોત્સાહન આપવા માટે આ જેમની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ટેન્ડર પ્રક્રિયાઓમાં લાગતો સમય ઘટાડવાનો, જાહેર ખરીદીમાં પારદર્શિતા અને જવાબદારીને પ્રોત્સાહન આપવાનો અને સમગ્ર દેશમાં વિક્રેતાઓની ભાગીદારી વધારવાનો છે.

ટેન્ડર માટે વિક્રેતાઓને આમંત્રણ

Gem ના સીઈઓ રોલી ખરેએ જણાવ્યું કે વિક્રેતાઓને નવી બીજ શ્રેણીઓનો લાભ લેવા અને સરકારી ટેન્ડરોમાં મુક્તપણે ભાગ લેવા માટે તેમની દરખાસ્તોની યાદી આપવા આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું, "અમે બિયારણ નિગમો/રાજ્ય સંસ્થાઓને ગુણવત્તાયુક્ત બીજની કિંમત અસરકારક ખરીદી માટે આ નવી શ્રેણીઓનો ઉપયોગ કરવા માટે પણ પ્રોત્સાહિત કરીએ છીએ."

પીએમ મોદીએ બહાર પાડી હતી 109 જાતો

વધુ માહિતિ માટે અમે તમને જણાવી દઈએ કે આ વર્ષે 11 ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ પાકની 109 જાતો બહાર પાડી હતી. તેમાં સુધારેલ, આબોહવા-અનુકૂળ અને અનાજની કેટલીક બાયોફોર્ટિફાઇડ જાતો - ઘઉં, ડાંગર, જુવાર, કપાસ, કઠોળ, તેલીબિયાં, બાગાયતી પાકો, ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. ભારતમાં, કૃષિ ઉત્પાદનને વેગ આપવા ગુણવત્તાયુક્ત બિયારણને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવે છે, જેથી ખેડૂતોને પણ ફાયદો થાય અને દેશના જીડીપીમાં કૃષિ ક્ષેત્રનું યોગદાન વધે.

1500 જાતો બહાર પાડવાનો લક્ષ્યાંક

કેન્દ્ર સરકારે 1500 જેટલી જાતો બહાર પાડવાનો લક્ષ્‍યાંક રાખ્યો છે. બહાર પાડવામાં આવેલ 109 જાતો આનો એક નાનો ભાગ છે. હવે 1391 નવી જાતો બહાર પાડવાની બાકી છે. જેને લઈને  ICAR અને અન્ય સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકો તેના પર સતત કામ કરી રહ્યા છે.

આ પણ વાંચો:ભારતની અર્થવ્યવસ્થામાં ડેરી ક્ષેત્રનું મોટો ફાળો, 6 ટકાના દરથી વધી રહ્યું છે ઉત્પાદન

Related Topics

GEM Portal Seeds Crops Agriculture

Share your comments

Subscribe Magazine

More on News

More