ગુજરાતના ખેડૂતોની આવક વધારવા અને પાકોના અઢળક ઉત્પાદન થાય તેના હેતુ ગુજરાત સરકાર સતત પ્રયાસ કરી રહી છે. એજ સંદર્ભમાં સોમવારે 24 જૂનના રોજ રાજકોટમાં ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે અધિકારિયો સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્યમાં કઠોળ પાકનું ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય તેની લઈને ચર્ચા કરવામાં આવી હતી. જણાવી દઈએ આ બેઠકમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવારજ સિંહ ચૌહાણ પણ વીડીયો કોન્ફ્રેંસિગ થકી જોડાયા હતા.
રાજ્યમાં કઠોળ પાકનું ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય
આ બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતુ કે ગુજરાત સરકાર રાજ્યમાં કઠોળ પાકનું ઉત્પાદન વધારવા માટે ભારત સરકારના કૃષિ વિભાગ સાથે સંકલનમાં રહેશે.વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ખુલ્લા બજારમાં કઠોળ પાકનું અધિક ઉત્પાદન થયું હતુ, જેથી તેની મૂલ્યવૃદ્ધીમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્યમાં ન્યૂનતમ સમર્થન મૂલ્યથી રૂ. 4800 કરોડના ઉત્પાદન સામે 907 મેટ્રિક ટનની ખરીદી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. આથી કરીને રાજ્યમાં કઠોળ પાકનું ઉત્પાદન વધારવા માટે રાજ્ય સરકારે ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.
રાજકોટના વિકાસને લઈને કરી ચર્ચા
રાજ્યમાં કઠોળ પાકનું ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને પ્રોત્સાહન કેવી રીતે આપી શકાય તેને લઈને અધિકારિઓ સાથે ચર્ચા કર્યા પછી કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટના પ્રભારી મંત્રી તરીકે જિલ્લાના વિકાસના કામોને લઈને રાજકોટના ક્લેક્ટર શ્રી અને અન્ય અધિકારિયો સાથે સમિક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં વિકાસને સંવેદનશીલતા દખાવી નિર્ણયની પ્રક્રિયા ઝડપી કરવા તારીદ કરવામાં આવી હતી.આ દરિમયાન ગુજરાત સરકારમાં મંત્રી કુંવજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Share your comments