Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વડા પ્રધાન મોદીના એક જ લક્ષ્ય વિકસિત ભારત માટે હોવી જોઈએ વિકસિત ખેતી-કૃષિ મંત્રી

ખેડૂતોના કલ્યાણ માટે નવી ઘડાયેલી મોદી 3.O ની સરકાર અદ્યતન ખેતી પર વિશેષ ધ્યાન આપી રહી છે. સરકાર પોતાના પહેલા 100 દિવસના ટારગેટમાં વિકાસના એજન્ડા સાથે જ ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસ સંબધિત લક્ષ્યનું પણ સમાવેશ થાય છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ખેડૂતોના કલ્યાણ માટે નવી ઘડાયેલી મોદી 3.O ની સરકાર અદ્યતન ખેતી પર વિશેષ ધ્યાન આપી રહી છે. સરકાર પોતાના પહેલા 100 દિવસના ટારગેટમાં વિકાસના એજન્ડા સાથે જ ખેડૂતોની આવક વધારવા અને કૃષિ ક્ષેત્રના વિકાસ સંબધિત લક્ષ્યનું પણ સમાવેશ થાય છે. એજ લક્ષ્યને લઈને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રવિવારે 23 જૂનના રોજ ઝારખંડના પાટનગર રાંચી પહોંચ્યા હતા. ત્યાં તેમણે વિકસિત ભારત માટે વિકસિત કૃષિને મહત્વપૂર્ણ ગણાવ્યુ અને કહ્યું કે મોદી 3.O માં ખેડૂતોને ખેતરથી લબોરેટરી સુધી જોડવા માટે રોડમેપ તૈયાર થઈ રહ્યો છે. ખેડૂતોને વિજ્ઞાન સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ઝારખંડમાં પરંપરાગત ખેતી ઉપરાંત, તેમણે ફૂલોની ખેતી, ફળ અને શાકભાજીની ખેતી તેમ જ લાખની ખેતીના વિકાસ પર ભાર મુક્યો હતો. તેમણે કહ્યું કે ઝારખંડમાં કૃષિ માટે અપાર સંભાવનાઓ છે.

વિકસિત ભારત માટે વિકસિત ખેતી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે ઝારખંડ આવ્યા બાદ મેં ગ્રાઉન્ડ ટૂર કરી છે. વડાપ્રધાન મોદીનો સંકલ્પ છે કે વિકસિત ભારત માટે વિકસિત ખેતી જરૂરી છે. આ માટે રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોને ખેતરોથી લઈને પ્રયોગશાળાઓ સુધી જોડવામાં આવશે. ખેડૂતોને વિજ્ઞાન સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઝારખંડમાં કૃષિ ક્ષેત્રે અપાર સંભાવનાઓ છે. પરંપરાગત ખેતી ઉપરાંત અહીં ફૂલની ખેતી, ફળની ખેતી અને શાકભાજીની ખેતી થાય છે. લાખની ખેતીની પણ અપાર સંભાવના છે.

મંત્રાલય તમામ શક્ય મદદ માટે તૈયાર છે

તેમના રાંચીના પ્રવાસ દરમિયાન, કૃષિ પ્રધાને નમકુમ, રાંચીમાં ભારતીય કૃષિ સંશોધન પૂર્વીય ક્ષેત્રના કેમ્પસની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ચંદનનું વૃક્ષ વાવ્યું હતું. આ પછી, તેમણે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની ત્રણ સંસ્થાઓના નિર્દેશકો સાથે બેઠક યોજી હતી, જેમણે કૃષિ મંત્રીને પોતપોતાની સંસ્થાઓમાં થઈ રહેલી કામગીરી વિશે માહિતી આપી હતી. ત્રણ સંસ્થાઓના નિર્દેશકો પાસેથી માહિતી મેળવ્યા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે આ તેમનું સૌભાગ્ય છે કે તેમને કૃષિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કૃષિ મંત્રી બન્યા બાદ તેઓ પહેલીવાર રાંચીથી પોતાનું કામ શરૂ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ત્રણેય સંસ્થાઓમાં સંશોધન અને નવી શોધ માટે જે પણ સુવિધાઓની જરૂર છે, તે સુવિધાઓ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવશે.

ખેડૂતોની આવક વધારવા માટે કામ કરવું જોઈએ

કાર્યક્રમમાં ઉપસ્થિત વૈજ્ઞાનિકોને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે પરંપરાગત ખેતીની સાથે અન્ય સારી કૃષિ પ્રણાલીના વિકાસ દ્વારા જ ખેડૂતોનું ઉત્પાદન અને આવક વધારી શકાય છે. ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને ખેડૂતોને ટેકનિકલી સક્ષમ બનાવવા માટે શું સંશોધન કરવું જોઈએ તેના પર ભાર મૂકવો જોઈએ. તેમણે કહ્યું કે દેશ ત્યારે જ મજબૂત બનશે જ્યારે ખેડૂતોની આવક વધશે. શિવરાજ સિંહે કહ્યું કે તેઓ ઈચ્છે છે કે દાયકાની ત્રણ કરોડ લાખપતિ દીદીઓમાંથી ઓછામાં ઓછી એક લાખ લાખપતિ દીદીઓ લાખના ઉત્પાદન અને સંબંધિત વ્યવસાયમાં સામેલ થાય. દરેકને આનો ફાયદો થશે. આ માટે પહેલ કરવાની જરૂર છે.

Share your comments

Subscribe Magazine

More on News

More