Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ આ પ્રથમ પ્રધાન-સ્તરનો સંવાદ છે અને ફળદાયી બેઠક માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્તમાન સમયમાં વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજની બેઠકના સહભાગીઓ એવા સમયે વૈશ્વિક નાણા અને અર્થતંત્રના નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જ્યારે વિશ્વ ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કોવિડ રોગચાળા અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની પછીની અસરો, વધતા ભૌગોલિક-રાજકીય તણાવ, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, વધતી કિંમતો, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ઘણા દેશોની સદ્ધરતાને અસર કરતા અસ્થાયી દેવાના સ્તરના ઉદાહરણો આપ્યા હતા. ઝડપથી સુધારા કરવામાં અસમર્થતાને કારણે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં વિશ્વાસનું ધોવાણ પર શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા, આત્મવિશ્વાસ અને વૃદ્ધિ પાછી લાવવાનું હવે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ અને નાણાકીય પ્રણાલીઓના કસ્ટોડિયન પર નિર્ભર છે.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડીયો સંદેશ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સી હેઠળ નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું હતું.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રેસિડેન્સી હેઠળ આ પ્રથમ પ્રધાન-સ્તરનો સંવાદ છે અને ફળદાયી બેઠક માટે તેમની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્તમાન સમયમાં વિશ્વને જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજની બેઠકના સહભાગીઓ એવા સમયે વૈશ્વિક નાણા અને અર્થતંત્રના નેતૃત્વનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે જ્યારે વિશ્વ ગંભીર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કોવિડ રોગચાળા અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની પછીની અસરો, વધતા ભૌગોલિક-રાજકીય તણાવ, વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ, વધતી કિંમતો, ખાદ્ય અને ઊર્જા સુરક્ષા, ઘણા દેશોની સદ્ધરતાને અસર કરતા અસ્થાયી દેવાના સ્તરના ઉદાહરણો આપ્યા હતા. ઝડપથી સુધારા કરવામાં અસમર્થતાને કારણે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓમાં વિશ્વાસનું ધોવાણ પર શ્રી મોદીએ ધ્યાન દોર્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં સ્થિરતા, આત્મવિશ્વાસ અને વૃદ્ધિ પાછી લાવવાનું હવે વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓ અને નાણાકીય પ્રણાલીઓના કસ્ટોડિયન પર નિર્ભર છે.

પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ નાણાં પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠકને સંબોધન કર્યું

ભારતીય અર્થતંત્રની ગતિશીલતા પર પ્રકાશ પાડતાપ્રધાનમંત્રીએ ભારતના અર્થતંત્રના ભાવિ વિશે ભારતીય ગ્રાહકો અને ઉત્પાદકોના આશાવાદને પ્રકાશિત કર્યો અને આશા વ્યક્ત કરી કે સભ્ય સહભાગીઓ વૈશ્વિક સ્તરે સમાન હકારાત્મક ભાવનાને પ્રસારિત કરતી વખતે પ્રેરણા મેળવશે. પ્રધાનમંત્રીએ સભ્યોને તેમની ચર્ચાઓ વિશ્વના સૌથી સંવેદનશીલ નાગરિકો પર કેન્દ્રીત કરવા વિનંતી કરી હતી અને ભાર મૂક્યો હતો કે વૈશ્વિક આર્થિક નેતૃત્વ એક સમાવેશી એજન્ડા બનાવીને જ વિશ્વનો વિશ્વાસ પાછો મેળવી શકે છે. "આપણી G20 પ્રેસિડેન્સીની થીમ આ સર્વસમાવેશક વિઝનને પ્રોત્સાહન આપે છે - એક પૃથ્વીએક પરિવારએક ભવિષ્ય",એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું હતું કે વિશ્વની વસતી 8 અબજને વટાવી ગઈ હોવા છતાં ટકાઉ વિકાસ લક્ષ્યો પર પ્રગતિ ધીમી પડી રહી છે. તેમણે ક્લાઈમેટ ચેન્જ અને ઊંચા દેવાના સ્તર જેવા વૈશ્વિક પડકારોને પહોંચી વળવા બહુપક્ષીય વિકાસ બેંકોને મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ફાઇનાન્સની દુનિયામાં ટેક્નોલોજીના વધતા વર્ચસ્વને હાઇલાઇટ કરતાં પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે કેવી રીતે ડિજિટલ પેમેન્ટ્સે રોગચાળા દરમિયાન કોન્ટેક્ટલેસ અને સીમલેસ વ્યવહારો સક્ષમ કર્યા. તેમણે સભ્ય સહભાગીઓને ડિજિટલ ફાઇનાન્સમાં અસ્થિરતા અને દુરુપયોગના સંભવિત જોખમને નિયંત્રિત કરવા ધોરણો વિકસાવતી વખતે ટેક્નોલોજીની શક્તિનું અન્વેષણ કરવા અને તેનો ઉપયોગ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં તેની ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં અત્યંત સુરક્ષિતઅત્યંત વિશ્વસનીય અને અત્યંત કાર્યક્ષમ જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કર્યું છે. "આપણી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ મફત જાહેર હિત તરીકે વિકસાવવામાં આવી છે"પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે તેણે શાસનનાણાકીય સમાવેશ અને દેશમાં રહેવાની સરળતામાં ધરમૂળથી પરિવર્તન કર્યું છે. ભારતના ટેક્નોલોજી પાટનગર બેંગલુરુમાં આ બેઠક યોજાઈ રહી છે તેની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતીય ગ્રાહકોએ ડિજિટલ પેમેન્ટને કેવી રીતે અપનાવ્યું છે તેનો સહભાગીઓ ફર્સ્ટહેન્ડ અનુભવ મેળવી શકે છે. તેમણે ભારતના G-20 પ્રેસિડેન્સી દરમિયાન બનાવવામાં આવેલી નવી સિસ્ટમ વિશે પણ માહિતી આપી હતી જે G20 મહેમાનોને ભારતના પાથ-બ્રેકિંગ ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, UPIનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. “UPI જેવા ઉદાહરણો અન્ય ઘણા દેશો માટે પણ ઉદાહરણ હોઈ શકે છે. અમારો અનુભવ વિશ્વ સાથે શેર કરવામાં અમને આનંદ થશે અને G20 આ માટે એક વાહન બની શકે છે”એવો પ્રધાનમંત્રીએ નિષ્કર્ષ કાઢ્યો.

આ પણ વાંચો: 'ગ્રીન ગ્રોથ' પર પોસ્ટ-બજેટ વેબિનારમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Share your comments

Subscribe Magazine

More on News

More