Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારત પર પડી શકે છે રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા, બેરોજગારી વધવાનો પણ ભય

ભારતને આ સમયે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેવી આશંકાઓ દેખાઈ રહી છે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર દેશની આંતરિક સ્થિતિ પર પણ પડી શકે છે. તેલ મોંઘુ થઈ શકે છે, સાથે જ મોંઘવારીનો માર પણ વધી શકે છે ઉપરાંત બેરોજગારી જેવી અસરો જોવા મળી શકે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Prices Hike
Prices Hike

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર ભારતની આંતરિક સ્થિતિ પર પણ પડી શકે છે. તેલ મોંઘુ થઈ શકે છે, સાથે જ મોંઘવારીનો માર પણ વધી શકે છે ઉપરાંત બેરોજગારી જેવી અસરો જોવા મળી શકે છે.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસરથી ભારતમાં પણ મોંઘવારી વધી શકે છે. અને સાથે સાથે આ બંને દેશો સાથેના ભારતના વેપારને પણ અસર પહોંચે તેવી સંભાવના છે. તો જાણો આ યુદ્ધને કારણે ભારત સામે મોંઘવારી સિવાય બીજી કઈ સમસ્યાઓ ઉદ્ભવી શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે Oil Prices Will Rice

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે,  જો કે, ગયા વર્ષે 4 નવેમ્બરથી દેશમાં તેલની કિંમતોમાં વધારો થયો નથી. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થાય તેવું નિશ્ચિત રીતે માનવામાં આવી રહ્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં 10 ટકાનો વધારો પણ જથ્થાબંધ ફુગાવામાં લગભગ 0.9 ટકાનો વધારો કરશે. જો ક્રૂડ ઓઈલના ભાવ બેરલ દીઠ 100 ડોલરની ઉપર રહેશે તો ભારતમાં જથ્થાબંધ ફુગાવો લગભગ 2-3 ટકા વધશે. કાચા તેલમાં પ્રતિ બેરલ 1 ડોલરના વધારાથી દેશ પર 10 હજાર કરોડનો બોજ વધશે.

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવી એ 7 રીત જેનાથી ભારતીય ખેતીને બનાવાશે આધુનિક અને સ્માર્ટ

સૂરજમુખીના તેલની કિંમતો વધશે Sunflower Oil Prices Will Rice

યુક્રેનએ વિશ્વનો સૌથી મોટો સનફ્લાવરનું ઉત્પાદન કરતો દેશ છે. તેથી આ યુદ્ધની અસર સૂરજમુખીના તેલના ભાવો પર પણ પડશે. ઉલ્લેખનીય છે કે 2020-21માં ભારતે યુક્રેનથી 14 લાખ ટન સૂરજમુખીનું તેલ આયાત કર્યુ હતુ. અને હાલની પરિસ્થિતિ મુજબ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું છે જેના કારણે સનફ્લાવર ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે. 

ભારત અને રશિયાની આયાત-નિકાસ વિશે માહિતી Information About Import-Export Of India And Russia

ભારત રશિયામાં કપડાં, ફાર્મા પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રિકલ મશીનરી, લોખંડ, સ્ટીલ, રસાયણો, કોફી અને ચાની નિકાસ કરે છે. ગયા વર્ષે ભારતે રશિયાને રૂપિયા 19,649 કરોડના સામાનની નિકાસ કરી હતી, અને રૂપિયા 40,632 કરોડના સામાનની આયાત કરી હતી.

આ પણ વાંચો : લવન્ડરની ખેતી કરવા માટે સરકારે બનાવી નવી યોજના, થશે લાખોની કમાણી

યુક્રેનમાં ભારતની નિકાસ-આયાત જાણો India’s Exports And Imports To Ukrain

ભારત યુક્રેનને કાપડ, ફાર્મા પ્રોડક્ટ્સ, કઠોળ, રસાયણો, પ્લાસ્ટિકની વસ્તુઓ, ઈલેક્ટ્રિક મશીનરીની નિકાસ પણ કરે છે. એ જ રીતે ભારતે ગયા વર્ષે યુક્રેનને રૂપિયા 3,338 કરોડના સામાનની નિકાસ કરી હતી, અને રૂપિયા 15,865ના સામાનની આયાત કરી હતી.  

આ પણ વાંચો : રાજ્યમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો

આ પણ વાંચો : તમારા ઘરમાં થયુ છે નવા મહેમાનનું આગમન, તો રેશનકાર્ડમાં આ રીતે ઓનલાઈન અને ઓફલાઈન ઉમેરી શકો છો નામ

Share your comments

Subscribe Magazine

More on News

More