અમૂલ દૂધના ભાવમાં એક વાર ફરીથી વધારો કરવામાં આવ્યું છે. અમૂલ દ્વારા વધારવામાં આવેલ નવા ભાવ આજે એટલે કે સોમવારે 3 જૂનથી દેશમાં અમલમાં મુકી દેવામાં આવશે. મળતી માહિતી મુજબ અમૂલનાં ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાના વધારો કરવામાં આવ્યું છે. કંપનીના અહેવાલ મુજબ અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. હવે અમૂલ ગોલ્ડની કિંમત રૂ. 64 પ્રતિ લીટરથી વધીને રૂ, 66 પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલની પ્રતિ લીટર કિંમત 62 રૂપિયાથી વધીને 64 રૂપિયા પ્રતિ કિલોગ્રામ આજેથી થઈ ગઈ છે. તેમ જ અમૂલ શક્તિની કિંમત 60 રૂપિયાથી વધીને 62 રૂપિયા પ્રતિ લીટર થઈ છે અને અમૂલની દહીના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યું છે.
જીસીએમએમએફ વિતરકોને નવા ભાવની સૂચી મોકલી
એમ તો અમૂલ દ્વારા આ વિશે કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવેલ નથી, પરંતુ જીસીએમએમએફ એ તેના વિતરકોને નવા ભાવ સાથેની સૂચી મોકલી છે, જેના કારણે આ સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામે પહેલા અમૂલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવા દરો મુજબ અમૂલ ગોલ્ડ 500 એમએલ હવે 32 રૂપિયાની જગ્યા 33 રૂપિયામાં વેચાશે. અમૂલ તાઝા એટલે કે ટોન્ડ મિલ્ક 500 મિલીની કિંમત 26 રૂપિયાથી વધારીને 27 રૂપિયા કરવામાં આવી છે. અમૂલ શક્તિ 500 એમએલની કિંમત 29 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગઈ છે. અમૂલ તાઝાના નાના સેચેટના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી,અન્ય તમામ પ્રકારના દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો થયો છે.
ઉનાળમાં દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો
પ્રાપ્ત એહેવાલો મુજબ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ રીતે, ઉનાળામાં દૂધ ઉત્પાદનમાં ભારે ઘટાડો થાય છે જેના કારણે ખેડૂતો અને સહરકારી સંસ્થાઓ પર ભારે દબાણ છે. આ તમામ બાબાતોને ઘ્યાનમાં રાખીને દૂધ અને દહીંના ભાવમાં વઘારો કરવામાં આવ્યો છે. નોંધણીયે છે કે વિતેલા વર્ષે ફેબ્રુઆરી 2023માં અમૂલે મુખ્ય બજારોમાં તાજા પાઉચ દૂધના ભાવના વધારો કર્યો નહોતા. આ ભાવ વધારો દૂધની કુલ કામગીરી અને ઉત્પાદન ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવી રહ્યો છે. આમારા સભ્ય યુનિયનોએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોના ભાવમાં લગભાગ 6 થી 8 ટકાન વધારો કર્યો છે.
વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે અમૂલ પોલિસી તરીકે દૂધ ઉત્પાદકોને દૂધ અને દૂધની બનાવટો માટે ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતા પ્રત્યેક રૂપિયાના અંદાજે 80 પૈસા ચૂકવે છે. ભાવ સુધારણા અમારા દૂધ ઉત્પાદકોને દૂધના વળતરના ભાવ જાળવી રાખવામાં મદદ કરશે અને તેમને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરશે. (સૌજન્ય: હર્ષભાઈ જીતન્દ્રભાઈ રાઠૌડની માહિતી મુજબ)
Share your comments