દેશમાં સૌથી વધુ કોઈ શાકભાજીની માંગણી છે તો તે છે બટાકાં...કેમ કે બટાકાં દરેક શાકભાજી સાથે મળીને એક સ્વાદિષ્ઠ શાક તૈયાર કરે છે. તેથી કરીને બજારમાં તેની માંગણી હમેશાં રહે છે. હવે ત્યાં તે જાણવા જેવી બાબત છે કે ભારતમાં સૌથી વઘુ બટાકાનું વાવેતર કયા પ્રદેશમાં થાય છે. તો ખેડૂત ભાઈયો તેનું સૌથી વધું વાવેતર એમ તો ઉત્તર પ્રદેશમાં થાય છે પરંતુ ગુજરાત પણ બટાકાના વાવેતરમાં પાછળ નથી. એજ સંદર્ભમાં રાજ્યમાં બટાકા અત્યાર સુઘીની સૌથી મોટી સપાટી પર પહોંચી ગયું છે. જણાવી દઈએ કે રાજ્યમાં બટાકાનું સૌથી વધુ ઉત્પાદન ઉત્તર ગુજરાતમાં થાય છે. જેમાં બનાસકાંઠા અગ્રણી છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી અને ગાંઘીનગરના ખેડૂતો પણ તેની મોટા વિસ્તારમાં ખેતી કરે છે.
રાજ્યમાં બટાકાના ભાવ 500 રૂપિયાની સપાટીને વટાવ્યું
ત્યાં બટાકાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર છે. કેમ કે રાજ્યમાં બટાકાના ભાવ અત્યાર સુધીના સૌથી મોટી સપાટી ને વટાવી દીધું છે. રાજ્યમાં બટાકાનું ભાવ 500 રૂપિયાથી વધુ પહોંચી ગયું છે. જેથી કરીને ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજના માલિકો માટે દીવાળી જેવી ખુશી આવી ગઈ છે. જણાવી દઈએ કે અત્યાર સુધીના ઉત્પાદનમાં બટાકાના ખેડૂતોએ મુંઝાવણમાં હતા કે અમે પાકની સંભાળ રાખવી જોઈએ કે પછી તેને ફેંકી દેવું જોઈએ, પરંતુ હવે તેના ભાવ ઉચા જોવા મળવાના કારણે ખેડૂતોમાં ખુશી વર્તાઈ રહી છે.
છેલ્લા વર્ષથી 300 રૂપિયા વધુ
બટાકાનું ભાવમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી ગુજરાતમાં મોટા ભાગે ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જેમાંથી લૉકડાઉનના સમય બટાકાના ભાવ પ્રતિ 20 કિલોએ 300 થી સવા ત્રણસો સુધી નોંઘાયો હતો. જો કે 2021 મા મોટા ઘટાડા સાથે માંઢ માંઢ 200 રૂપિયા પ્રતિલ 20 કિલોએ નોંઘાયો હચો. જ્યારે 22 માં ભાવ વધીને 300 થી સાડા 300 પહોંચ્યો હતો, જો કે 2023માં પણ તેમા ફરીથી ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ 24 માં ફરીથી ખેડૂતોને બટાકાના ભાવમાં વધારો થવાના કારણે મોટો ફાયદા મળ્યો છે કેમ કે 2024 માં બટાકાનું ભાવ રાજ્યમાં 500 રૂપિયાને વટાવીને 550 રૂપિયા પ્રતિ 20 કિલોએ પહોંચી ગયું છે.
કેટલા ભાવ નોંધાયું
ગુજરાતમાં બટાકાનું વાવેતર માટે સૌથી અગ્રણી જિલ્લા બનાસકાંઠાની ડીસા એપીએમસી બટાટા માટે જાણીતું છે. હાલમાં ડીસાના બજારમાં બટાટાના જે ભાવ મળી રહ્યા છે, એ સાંભળીને ખેડૂતોની ખુશીઓનો પાર નથી. હાલમાં પ્રતિ 20 કિલો દીઠ ભાવ 500 થી 550 રુપિયા નોંધાઈ રહ્યો છે. આ ભાવ સાંભળીને ખેડૂતોને માટે રાજીના રેડ થવા સમાન છે, આ સપાટીએ ભાવ પહોંચવા એ જ વિક્રમ સ્વરુપ છે.
Share your comments