કોવિડ-19ની બીજી લહેર દેશમાં ભયજનક બની ગઈ છે. હવે દેશમાં દરરોજ ચાર લાખ કેસ આવી રહ્યા છે, દેશભરની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની કારમી અછત પ્રવર્તિ રહી છે. સારી વાત એ છે કે 80 ટકા કોવિડ દર્દીઓ રિકવર થઈ રહ્યા છે. આ માટે ટેલિ-કન્સલ્ટન્ટથી ઘરે સારવાર લેવામાં આવી રહ્યા છે.
જો તમને પોઝિટિવ રીપોર્ટ આવો તો તાત્કાલિક હોસ્પિટલમાં નહીં દોડી જવા સલાહ આપવામાં આવે છે. તમારે તમારા આરોગ્યને લગતી સ્થિતિ અંગે ડોક્ટરની સલાહ લઈ શકો છો અને ત્યારબાદ હોમ-આઈસોલેશનની જરૂર અંગે નિર્ણય લો.
જોકે, કોવિડમાંથી રિકવરી મેળવ્યા બાદ દર્દીઓ નબળાઈની સ્થિતિનો સામનો કરવો પડે છે. કોવિડ-19ના ચેપ બાદ ઝડપથી સુધારો મેળવી શકો અને અશક્તિને દૂર કરી શકો તે માટે અમે કેટલાક સૂચનો આપી રહ્યા છીએઃ
1. તમારા ભોજનમાં ફળોનો સમાવેશ કરો
તમારી ભોજનની થાળીમાં સફરજન, પપૈયા, ઓરેંજ અને દાડમનો સમાવેશ કરો. આ ફળો વિપુલ પ્રમાણમાં પોષણ અને વિટામીન આપે છે. જે તમારામાં અશક્તિના પ્રમાણને ઘટાડી શકશે. તમે ફળોનું જ્યુશ પણ લઈ શકો છો.
2. હળદરવાળુ દૂધ
દરરોજ રાત્રે ઉંઘતા પહેલા હળદરવાળુ જ્યુશ લો. દૂધ તમારા હાડકાને મજબૂત કરે છે અને તમારામાં જે નબળાઈ હોય છે તેને દૂર કરે છે.
3. વિવિધ પ્રકારના શાકભાજી લો
વિવિધ પ્રકારના શાકભાજીનો ભોજનમાં ઉપયોગ કરો. આપણે શાકભાજીના જ્યુશનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, જેમ ટામેટા, પાલક,બિટ વગેરે.
4. ભાપ લેવોઃ
દિવસમાં 2-3 વખત પાણીનો ભાપ લઈ શકો છે,જે તમારા કફ, શરદીને લગતી તકલીફમાં રાહત આપશે. તે તમારી શ્વસન વ્યવસ્થાને સુધારવામાં મદદરૂપ બની શકે છે.
5. વિપુલ પ્રમાણમાં પાણી પીવોઃ
રિકવરી માટે ખૂબ જરૂરી છે. વિપુલ પ્રમાણમાં પાણી પીવાથી તમારી જાતને સાર રીતે હાઈડ્રેટ રાખી શકો છો. તમે નારિયેળનું પાણી, જ્યુશ પણ લઈ શકો છો.
6. શ્વસનતંત્રને લગતો વ્યાયામ કરો
શ્વસનતંત્રને લગતી હળવો વ્યાયામ કરતા રહો, જેથી તમારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાશે. તે તમારા ફેફસાંને મજબૂત કરી શકે છે.
7. તમારી જાત પર વધારે પડતું દબાણ આપશો નહીં
તમારી જાત પર વધારે પડતુ દબાણ આપશો નહીં. હંમેશા હળવા રહેવાનું અને વધારે પડતા વિચારો કરવાનું ટાળ
8. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
Even રિકવરી મેળવ્યા બાદ આ બાબત ખૂબ જ જરૂરી છે. તમારે સતત ઓક્સિજનનું લેવલ તપાસવું અને નિયમિતધોરણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો. હંમેશા ઘરે માસ્ક પહેરો અને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ઓછામાં ઓછા 10 દિવસ આરામ કરો.
9. મલ્ટીવિટામીન લોઃ
ડોક્ટરની મંજૂરીથી તમારે વિટામીન સી અને ઝીંક ટેબલેટ્સ જેવા કેટલાક મલ્ટીવિટામીન લઈ શકો છો. મલ્ટીવિટામીન નિયમિત લેવાથી શરીરમાંથી ઝેરી અસરને દૂર કરવામાં મદદ મળે છે.
10. હકારાત્મક અભિગમ રાખો
આ સમયગાળા દરમિયાન સતત હકારાત્મક રહેવું ખૂબ જરૂરી છે. સંક્રમિત થયા બાદ તમે નિરાશ, ઉદાસ અથવા ટ્રોમાટાઈઝ્ડ થઈ શકો છો.તમારે માનસિક રીતે તંદુરસ્ત થવાની જરૂર છે, આ માટે ધ્યાન ધરો અને કોઈ પણ બાબત વિશે હકારાત્મક અભિગમ અપનાવો.
Share your comments