Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રાજકોટ માર્કેંટ યાર્ડની હાઇપ્રોફાઇલ ચૂટણીમાં બિનહરિફ ચૂંટાવાની શક્યતા

ખેત ઉપજ જણસોના કામકાજને લઇને સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતું અને રોજ દસથી લઇ વીસ કરોડનું ટર્નઓવર ધરાવતા રાજકોટ માર્કેટિંગ યાર્ડની હાઇપ્રોફાઇલ ચૂંટણીને લઇને સહકારી ક્ષેત્રનું રાજકારણ બરાબરનું ગરમાયું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Rajkot APMC
Rajkot APMC

ખેત ઉપજ જણસોના કામકાજને લઇને સૌરાષ્ટ્રનું સૌથી મોટુ ગણાતું અને રોજ દસથી લઇ વીસ કરોડનું ટર્નઓવર ધરાવતા રાજકોટ માર્કેટિંગ યાર્ડની હાઇપ્રોફાઇલ ચૂંટણીને લઇને સહકારી ક્ષેત્રનું રાજકારણ બરાબરનું ગરમાયું છે. આગામી તા.5મી ઓક્ટોબરે યોજાનારી યાર્ડની ચૂંટણી અંતર્ગત રાજકીય સ્તરે દાવપેંચ શરૂ થઇ ગયા હોઇ, રાજકીય ગતીવિધીઓ તેજ બની છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં અગ્રક્રમે ગણાતા એવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા દ્વારા આ ચૂંટણી બિનહરિફ થાય તેવા પ્રયત્નો શરૂ કરાયા હોવાની વિગતો જાણવા મળી રહી છે.

વર્તમાન ચેરમેન ડી.કે.સખિયા પોતાનું પદ બરકરાર રાખવા માગે છે, તો બીજી તરફ ભાજપના અન્ય નેતાઓ આ પદ મેળવવા બેકરાર હોય, આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે શાંતિપૂર્વક ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાના પ્રયત્નો.

APMC - Rajkot
APMC - Rajkot

રાજકોટ યાર્ડમાં બે બેઠકોના વધારા સાથે હવે સોળ બેઠકોની ચૂંટણી યોજાશે. ભાજપના સૂત્રોના વિશ્વાસ મુજબ ચૂંટણી યોજાશે નહીં, અને સહમતિથી જ ડિરેક્ટરોના નામ પસંદ કરાશે ! આ વખતે કૃષિ વિભાગની આઠ બેઠકો વધીને દસ થઇ ગઇ છે, જેના પગલે કુલ સોળ બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે.

અત્યાર સુધીમાં કુલ સાત વાંધાઓ રજૂ થયા હતા જે પૈકીના પાંચ વાંધા ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા. આખરી મતદારયાદી મુજબ વેપારી વિભાગમાં 570, ખેડૂત વિભાગમાં 1429 અને સહકાર વિભાગમાં 125 મતદારો નક્કી થયા છે. સહકારી ક્ષેત્રમાં રાજકોટ યાર્ડની ચૂંટણીને એક તબક્કે હાઇપ્રોફાઇલ ગણવામાં આવે છે ત્યારે રાજકીય વર્તુળોમાં આ ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ મહત્વ ધરાવે છે.

રાજકોટ યાર્ડમાં પ્રવર્તમાન ચેરમેન તરીકે ડી.કે. સખિયા કાર્યરત છે, જેઓ પોતાનું આ પદ ટકાવી રાખવા ઇચ્છે છે તો બીજી તરફ ભાજપના જ અન્ય નેતાઓ આ પદ પર પોતાનું વર્ચશ્વ જમાવવા પ્રયત્નશીલ હોય, એક તબક્કે આ મામલે ઘીના ઠામમાં ઘી પડી જાય તેવા પ્રયત્નો શરૂ થયા હોવાની વિગતો સામે આવી રહી છે.

Share your comments

Subscribe Magazine

More on News

More