ત્રીજી વખત વડા પ્રધાનની સૌગંદ લીધા પછી નરેન્દ્રભાઈ મોદી સૌથી પહેલું જે કામ કર્યો તે હતો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રાશિ ફાળવાનું. હવે નવી પ્રાપ્ત માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મંગળવારે 18 જૂનના રોજ કાશી જઈ રહ્યા છે. તેઓ ત્યાં એક દિવસનું રોકાણ કરશે. આ દરમિયાન તેઓ ખેડૂતોને સંબોધિક કરશે. મળતી માહિતી મુજબ આ સંબોધન દરમિયાન પીએમ મોદી ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ઘણી મોટી જાહેરાતો કરી શકે છે. કારણ કે, ગઈ કાલે તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ દિવસે, ખેડૂત કલ્યાણનો નિર્ણય લેતી વખતે, તેમણે પીએમ કિસાન સન્માન નિધી જારી કરવાની ફાઈલને મંજૂરી આપીને આનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.
કાશીમાં પીએમ માટે સ્થળ નક્કી કરવાનું કામ ચાલૂ
કાશીમાં પીએમ નરેન્દ્ર મોદીના આગમન પર ખેડૂત સંમેલન માટે સ્થળ નક્કી કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક સંગઠન વતી રોહનિયા અથવા સેવાપુરી વિધાનસભા ક્ષેત્રમાં ખેડૂત સંમેલન યોજવા માટે સ્થળ પસંદ કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીના આગમનને લઈને સિગરાના ગુલાબબાગ સ્થિત પાર્ટી ઓફિસમાં મહાનગર અને જિલ્લા અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ કાશી વિસ્તારના પ્રમુખ દિલીપ પટેલે અધિકારીઓ અને કાર્યકરોને આ માહિતી આપી હતી.
મોદી 3.O માં કૃષિના ક્ષેત્ર પર ફોક્સ કરશે પીએમ
પોતાની ત્રીજી ઇનિંગમાં પીએમ મોદીએ પહેલા દિવસે જ પીએમ કિસાન સન્માન નિધી યોજનાનું 17 માં હપ્તો જાહેર કરીને તે જણાવી દીધું છે કે તેઓ મોદી 3.O માં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે કામ કરશે અને તેઓનુ ખેડૂતો સાથે કાશીનું કાર્યક્રમ તે જણાવે છે. જણાવી દઈએ કે તેમણે 9.3 કરોડ ખેડૂતો માટે 17મા હપ્તા તરીકે 20 હજાર કરોડ રૂપિયાની છૂટને મંજૂરી આપી છે. ફાઈલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાને કહ્યું કે નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂત કલ્યાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે અમે આવનારા સમયમાં ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે હજુ વધુ કામ કરવા માંગીએ છીએ.
બાબા વિશ્વનાથ દર્શન કરશે પીએમ
ખેડૂત સંમેલને સંબોધિત કર્યા પછી પીએમ મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતીમાં ભાગ લેશે અને ત્યાર પછી બાબા વિશ્વનાથન દર્શન કરશે. જેના માટે બનારસ ભાજપે કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના સાથે જ ખેડૂત સંમેલનને લઈને તમામ કાર્યકરોને જવાબદારી સોંપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
Share your comments