Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

આવતીકાલે અમદાવાદ આવશે પી.એમ મોદી વોટીંગ પછી પી.એમ મોદી ગાંધીનગર પણ જાય તેવી શકયતા

જોરો શોરો થી ગુજરાત માં દરેક પાર્ટી પોતાના ઉમેદવારને ઉભા રાખી ચુંટણી લડાવી રહયા છે. જોવા નું હવે એ બાકી છે. કે લોકો કઈ પાર્ટીને બહોળો પ્રતિસાદ આપશે. ચુંટણી વચ્ચે પી.એમ પોતાનો વોટ આપવા અમદાવાદ આવશે.

Harsh Jitendra Rathod
Harsh Jitendra Rathod
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી

સામાન્ય નાગરિકના સામાન્ય પ્રશ્નો ને કઈ પાર્ટી હલ કરશે અને જનતાનું કોણ સાંભળશે. આવનારી પાર્ટી  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા તબક્કાનું અંદાજિત 60.35 ટકા મતદાન નોંધાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58 ટકા જેટલું મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરના રોજ યોજાશે. 5 ડિસેમ્બરે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ત્યારે બીજા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે અમદાવાદ પહોંચશે.

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી નિશાન સ્કુલ માં પોતાનો અમુલ્ય મત આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 8 વાગ્યે મત માટે પહોચશે. આ ઉપરાંત બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે PM મોદી ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરશે. તેઓ માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી શકે તેવી શક્યતા છે. પીએમ મોદીના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અમદાવાદમાં પીએમ મોદીના કોન્વેયનું રિહર્સલ કરવામાં આવ્યું છે.

પહેલા તબ્બકાનું મતદાન પૂર્ણ થતા હવે બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

ચુંટણીનો ડંકો વાગી ચુક્યો છે. અમદાવાદ માં નાગરિકો આવતીકાલે પોતાના ભાવી- ભવિષ્ય માટે કયા ઉમેદવારને મત આપશે.અને કઈ પાર્ટી લોકોને ગમે છે. તેનું પણ પરિણામ આવ્યા પછી ખબર પડશે. આવતીકાલે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાશે, જેમાં કુલ 833 ઉમેદવારો ચૂંટણી મેદાનની જંગમાં ઉતર્યા છે. જેમાં 764 પૂરૂષ અને 69 મહિલા ઉમેદવારો સમાવેશ થાય છે. 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન થશે, જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો છે. બીજા તબક્કામા 36 હજાર 439 બેલેટ યુનિટનો ઉપયોગ થશે અને 36 હજાર 439 કંટ્રોલ યુનિટનો ઉપયોગ થવાનો છે.

આ પણ વાંચો: દેશમાં પ્રથમ વખત! ગુજરાતની ચૂંટણીમાં પહેલીવાર એનિમલ બુથ કરાયું કાર્યરત

Share your comments

Subscribe Magazine

More on News

More