Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતો સાથે પીએમ મોદીની મુલાકાત. મધમાખી ઉછેર કરનાર ખેડૂતનું કર્યો વખાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂ-કાશ્મીરથી કલમ 370 નાખુદ થયા પછી પહેલી વખત જમ્મ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમને શ્રીનગર પહોંચીને એક જનસભાને સંબોધિત કર્યો હતો અને ખેડૂતો સાથે વાત કરી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
પીએમ મોદી કર્યો ખેડૂતનો વખાણ
પીએમ મોદી કર્યો ખેડૂતનો વખાણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મૂ-કાશ્મીરથી કલમ 370 નાખુદ થયા પછી પહેલી વખત જમ્મ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમને શ્રીનગર પહોંચીને એક જનસભાને સંબોધિત કર્યો હતો અને ખેડૂતો સાથે વાત કરી હતી. ત્યારે ઘાટીમાં મધમાખી ઉછેર કરનાર એક ખેડૂતે પીએમ મોદી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેને કેન્દ્ર સરકારની ખેડૂત લક્ષી યોજનાઓનું કેટલો લાભ મળ્યો છે. ખેડૂતે જણાવ્યું કે સરકારની મદદથી તેણે બે બોક્સને બદલે 200 બોકસ્માં મધમાખી ઉછેર કરવાનું શરૂ કર્યું. જેના તેમને ઘણો ફાયદો મળ્યો. આ દરમિયાન પીએમ મોદીએ તે ખેડૂતનું વખાણ પણ કર્યો હતો.

પીએમ મોદી 1.5 લાખ લોકો સાંભળવા આવ્યા

પીએમ મોદીના આ કાર્યક્રમમાં સમગ્ર રાજ્યમાંથી લગભગ 1.25 લાખ લોકો હાજર રહ્યા હતા. તેમાંથી એક મધમાછી ઉછેર કરનાર પુલવામા જિલ્લાનો નઝીર હતો. જણાવી દઈએ નઝીર પુલવામા જિલ્લાના સંબુરા ગામનો છે જે ખેતીની સાથે મધમાખી ઉછેરનો પણ વ્યવસાય કરે છે. નઝીરે પોતાના જિલ્લામાં આ કાર્યમાં મોટી સફળતા મેળવી છે જેમાંથી અન્ય ખેડૂતો પણ પ્રેરણા લઈ રહ્યા છે.

આ પણ વાંચો:પાક વીમા યોજનાને લઈને સરકાર આપી ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી

પીએમ મોદીને તેમની સફર વિશે જણાવ્યું

નઝીરે પીએમ મોદીને તેમની ખેતીની સફર વિશે જણાવ્યું કે તેમની સફર 2018માં શરૂ થઈ હતી. ત્યારબાદ તેણે પોતાના ઘરની છત પર મધમાખીની બે પેટીઓ રાખી હતી. નઝીર ત્યારે 10મા ધોરણમાં ભણતો હતો અને તે શાળાએથી પાછા આવ્યા બાદ મધમાખી ઉછેરનું કામ જોતો હતો. ઇન્ટરનેટ પર જઈને તેણે આ કામને કેવી રીતે આગળ વધારવું તે શીખી લીધું. 2019 માં, નઝીરે મધમાખી ઉછેરનું કામ કરવાનું નક્કી કર્યું.

સરકારે કરી મદદ

નઝીરે પીએમ મોદીને કહ્યું, સરકાર પાસે મદદ માટે ગયા. ત્યાં 50 ટકા સબસિડી પર 25 બોક્સ ઉપલબ્ધ હતા. આ 25 બોક્સમાંથી પ્રથમ વખત 75 કિલો મધ મળી આવ્યું હતું. તે સમયે ધંધો કરવો એટલો સરળ ન હતો, તેથી મધ બોટલમાં ભરીને ગામડાઓમાં વેચવામાં આવતું હતું. તે સમયે પ્રથમ આવક 60 હજાર રૂપિયા હતી. આ આવકથી પરિવારના સભ્યો ખૂબ ખુશ હતા.

60 હજારની કમાણી કરે છે

નઝીરે કહ્યું કે, 60,000 રૂપિયાની કમાણીથી તેનું મનોબળ વધ્યું અને મધમાખીની પેટીઓની સંખ્યા વધારવા માટે તેને હિંમત મળી. ધીરે ધીરે, આજે અમે 200 બોક્સમાં મધમાખી ઉછેરનું કામ કરીએ છીએ. નઝીરે 200 બોક્સની સંખ્યા વધારવા માટે PMEG પ્રોગ્રામની મદદ લીધી. આ યોજના હેઠળ 5 લાખ રૂપિયાની સહાય મળી હતી. આ પૈસાની મદદથી નઝીરે પોતાના મધના ધંધાને વિસ્તાર્યો. આ માટે તેણે એક પોર્ટલ શરૂ કર્યું અને તેની મહેનતથી તે મધની મોટી બ્રાન્ડ બની ગઈ. બ્રાન્ડ બનાવ્યા બાદ તે હવે હજારો કિલો મધ ઓનલાઈન વેચે છે. નઝીરે જણાવ્યું કે 2023માં તેની વેબસાઈટ દ્વારા 5000 કિલો મધનું વેચાણ થયું છે.

Share your comments

Subscribe Magazine

More on News

More