વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરી 2022 બપોરે 12:30 વાગ્યે PM કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો જમા કરાવ્યો છે. વડા પ્રધાન કાર્યાલય તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ કેન્દ્ર સરકારના સતત પ્રયાસો અને ભારતમાં ખેડૂતોને સશક્ત બનાવવાના સંકલ્પને અનુરૂપ છે.
પીએમઓએ જણાવ્યું હતું કે પીએમ કિસાનના 10 કરોડથી વધુ લાભાર્થીઓને મોદીએ રૂપિયા 20,000 કરોડથી વધુ રકમ જાહેર કરી છે. પીએમ-કિસાન યોજના હેઠળ, ખેડૂતોને દર વર્ષે રૂપિયા 6,000ની નાણાકીય સહાય રૂપિયા 2,000ના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં 1.6 લાખ કરોડ રૂપિયાથી વધુની સન્માન રાશિ ખેડૂત પરિવારોને ટ્રાન્સફર કરવામાં આવી છે.
કાર્યક્રમ દરમિયાન, PM મોદીએ 351 ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ને 14 કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડી હતી જેનો લાભ લગભગ 1.24 લાખ ખેડૂતોને થશે. મોદીએ કાર્યક્રમ દરમિયાન વિવિધ એફપીઓ સાથે વાતચીત કરી અને નવા વર્ષ પર રાષ્ટ્રને સંબોધન પણ કર્યું હતુ. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહ્યા હતા.
Share your comments