Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

PM KISAN: ખેડૂતો માટે ખુશખબર, જલ્દ મળશે 10માં હપ્તા

કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે ગુરૂવારે જણાવ્યુ કે દેશમાં આ વર્ષે ખરીફનો સીઝન સારો રહ્યો છે અને રવિ પાક માટે રાજ્યોને જેટલી મદદ જોઈએ છે કેંદ્ર સરકાર એટલી મદદ આપશે. કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓ છે. જેને પહોંચી વળવા માટે આપણે એક લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે ગુરૂવારે જણાવ્યુ કે દેશમાં આ વર્ષે ખરીફનો સીઝન સારો રહ્યો છે અને રવિ પાક માટે રાજ્યોને જેટલી મદદ જોઈએ છે કેંદ્ર સરકાર એટલી મદદ આપશે. કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓ છે. જેને પહોંચી વળવા માટે આપણે એક લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે.

કેંદ્રીય કૃષિ મંત્રી નરેંદ્ર સિંહ તોમરે ગુરૂવારે જણાવ્યુ કે દેશમાં આ વર્ષે ખરીફનો સીઝન સારો રહ્યો છે અને રવિ પાક માટે રાજ્યોને જેટલી મદદ જોઈએ છે કેંદ્ર સરકાર એટલી મદદ આપશે. કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી સમસ્યાઓ છે. જેને પહોંચી વળવા માટે આપણે એક લક્ષ્ય નિર્ધારિત કર્યુ છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજના (PMSNY) ખેડૂતોની આવક બમણી કરવા માટે સૌથી મોટૂ વિક્લ્પ છે.

તેમણે જણાવ્યુ, આ યોજનામાં હજી સુધી 11.37 કરોડ લાભાર્થિઓને 1.58 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યુ છે. ખેતીમાં નૈનો યૂરિયાના ઉપયોગ વઘારવુ જોઈએ. જે ઓછા રોકાણમાં મોટો વળતર આપે છે.તોમરે કહ્યું કે વડાપ્રધાને ખેડૂતોને ઓછા વ્યાજ પર લોન આપવાની વ્યવસ્થા કરી છે, જેથી તેઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર ખેતી કરી શકે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને લાભ મળી રહ્યો છે.

તોમરે જણાવ્યુ, દેશમાં 2.25 કરોડથી વધુ કેસીસીનું (KCC) વિતરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા ખેડૂતોને રૂ .1.25 લાખ કરોડથી વધુની લોન આપવામાં આવી છે.પ્રધાનમંત્રી ફસલ વીમા (PFBY) યોજના એક મોટું સુરક્ષા કવચ છે, જે ખેડૂતોને ફાયદો પહોંચાડી રહ્યું છે.

તોમરે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો કે વિવિધ યોજનાઓનો લાભ તમામ નાના ખેડૂતો સુધી પહોંચે.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કઠોળ-તેલીબિયાં-તેલના પામ માટે મિશન મોડ પર કામ કરી રહી છે, જે આયાત પર નિર્ભરતા ઘટાડશે.

ખેડૂતોને ક્યારે મળ્શે 10માં હપ્તો

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધી યોજનાના (PKSNY) અંતર્ગત ખેડૂતોને જલ્દ 10માં હપ્તા મળ્શે. કૃષિ મંત્રાલયના અધિકારીઓથી મળી માહિતી અનુસાર ખેડૂતોના ખાતામાં 15 દિસંબર સુધી પીએમ કિસાનના 10માં હપ્તાની રકમ  રૂ.2,000 મોકલવામાં આવશે. જે તમે હજી સુધી આ યોજનામાં રજિસ્ટ્રેશન નથી કર્યુ છે તો આવતા અઠવાડિયા સુધી તમે પોતાના નામ ઓનલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

આવી રીતે કરો ઓનલાઇન રજિસ્ટ્રેશન

પીએમ કિસાનમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવા માટે pmkisan.gov.in ની મુલાકાત લો. જેમા તમને ફાર્મસ કોનર્સના(Farmer Corners) ઓપશન દેખાશે. ત્યા તમને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન જોવા મળ્શે, તેના ઉપર ક્લિક કરો. તમારા સામે એક વિંડો ઓપન થાશે.

આમાં તમને આધાર કાર્ડ અને કેપ્ચા દાખલ કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમારે Click Here to Continue New પર ક્લિક કરવાનું રહેશે. આને ક્લિક કરવા પર એક નવું પેજ ખુલશે જેમાં તમને ફોર્મ દેખાશે.આ ફોર્મ સંપૂર્ણ રીતે ભરો. તેમાં સાચી માહિતી ભરો.

આમાં, બેંક ખાતાની માહિતી ભરતી વખતે, IFSC કોડને યોગ્ય રીતે ભરો અને તેને સાચવો. પછી બીજું પેજ ખુલશે, જેમાં તમને તમારી જમીનની વિગતો પૂછવામાં આવશે.ખસરા નંબર અને એકાઉન્ટ નંબર ભરો અને તેને સેવ કરો. તમારી નોંધણી પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે.

Share your comments

Subscribe Magazine

More on News

More