Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

રવિ પાકની માવજત વચ્ચે ભાવનગરમાં ઉનાળુ બાજરીનું વાવેતર શરૂ

હાલ ગુજરાત અને દેશભરમાં રવિ પાકનું વાવેતર કર્યા પછી તેની માવજત કરવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતનું એક જિલ્લો એવો પણ છે જ્યાં ઉનાળા પાકના વાવેતરના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. વાત જાણો એમ છે કે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ આજથી ઉનાળુ બાજરીનું વાવેતર કરવાનું શરૂ કરૂ દીધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ભાવનગરમાં ઉનાળુ બાજરીના વાવેતરનું શ્રી ગણેશ (સૌજન્ય: સફળ કિસાન)
ભાવનગરમાં ઉનાળુ બાજરીના વાવેતરનું શ્રી ગણેશ (સૌજન્ય: સફળ કિસાન)

હાલ ગુજરાત અને દેશભરમાં રવિ પાકનું વાવેતર કર્યા પછી તેની માવજત કરવામાં આવી રહી છે. પરંતુ આ વચ્ચે ગુજરાતનું એક જિલ્લો એવો પણ છે જ્યાં ઉનાળા પાકના વાવેતરના શ્રી ગણેશ કરી દેવામાં આવ્યા છે. વાત જાણો એમ છે કે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ આજથી ઉનાળુ બાજરીનું વાવેતર કરવાનું શરૂ કરૂ દીધું છે. માર્કેટ યાર્ડમાં બાજરીના સારા ભાવ હોવાથી ભાવનગરના ખેડૂતોએ તેના ઉપર જ ધ્યાન આપી રહ્યા છે.એમ તો ઉનાળુ બાજરીના વાવેતર 15 ફેબ્રુઆરીથી 10 માર્ચ સુધી કરવું હિતાવહ હોય છે. પરંતુ ભાવનગરમાં પાણીની સારી ઉપલબ્ધતાના કારણે ત્યાંના ખેડૂતોએ 20 દિવસ પહેલા જ તેનું વાવેતર કરી દીધું છે. જણાવી દઈએ કે જિલ્લામાં આ વર્ષે 20,000 હેક્ટર કરતા વધુ જમીન પર બાજરીના વાવેતર થવાની શક્યતા છે.

ઉનાળામાં ભાવનગરના બીજા મુખ્ય પાક

જો ભાવનગરમાં ઉનાળુ પાકોની વાત કરીએ તો ત્યાં બાજરીના સાથે-સાથે મગફળી અને ડુંગળીનું વાવેતર પણ મોટા પાચે કરવામાં આવે છે. આ વર્ષે પણ જિલ્લામાં તલના પાકનું વધું વાવેતર નોંધાયું છે. ત્યાબાદ ઘાસચારા અને શાકભાજીના વાવેતરનું નંબર આવે છે. જણાવી દઈએ કે ગત વર્ષે ભાવનગરમાં બાજરીનું 29,300 હેકટરમાં વાવેતર થયું હતું.તેમાંથી ઉનાળું બાજરીનું વાવેતર 8,400 હેક્ટરમાં કરવામાં આવ્યા હતા.

નબળી જમીનમાં થાય છે ઉનાળું બાજરીના વાવેતર

ભાવનગરમાં ઉનાળુ બાજરીનું વાવેતર કરવા માટે નબળી જમીન વાપરવામાં આવે છે. પરંતુ બાજરીનો પાકનું વાવેતર માટે રેતાળ જમીનથી માંડી કાળી જમીનમાં પણ લઇ શકાય છે. કેમ કે તેના માટે રેતાળ, કાળી અને ગોરાળું જમીન વધુ માફક હોય છે. એમ તો ઉનાળું બાજરીનું વાવેતર ગુલાબી ઠંડી ક તો પછી તેના પછી કરવું જોઈએ કેમ કે જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજરીમાં અંકુરણ મોડુ અને ખૂબ જ ઘીમું થાય છે.

માવજત માટે શું ઉપયોગ કરવું જોઈએ

બાજરીના પાકની જ્યારે માવજત કરવામાં આવે ત્યારે તેને જીવાતોથી બચાવવા માટે છાણિયું ખાતર દર હેકટરે 10 ટન પ્રાથમિક ખેડ વખતે ચાસે ભરીને આપવું જોઇએ. અડઘો નાઇટ્રોજન અને બઘોજ ફોસ્‍ફરસ વાવેતર અગાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે આપવું જોઇએ.બાકીનો અડઘો નાઇટ્રોજન પાક એક માસનો થાય ત્‍યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પુર્તિ ખાતર તરીકે આપવું જોઇએ.

Share your comments

Subscribe Magazine

More on News

More