દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ 120.51 રૂ. લીટર અને ડીઝલ 104.77 રૂ. લીટર વેચાઈ રહ્યુ છે. દિલ્હીથી લઈ મુંબઈ સુધી રાષ્ટીય બજારોમાં આજ પણ પેટ્રોલ અને ડિઝલની કીંમતો સ્થિર છે. ભારતીય તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ-ડીઞલના આજના ભાવના અપડેટ આપી દીધા છે. આંતરરાષ્ટીય બજારમાં કાચા તેલની કીંમત 110 ડોલર પ્રતી બેરલ છે તો પણ રાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
ભારતીય તેલ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ બદલાવ કર્યો નથી. તેલના ભાવથી મંહેગાઈનો માર ખાઈ રહેલી દેશની જનતા માટે રાહતના સમાચાર એ છે કે 7 એપ્રિલથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ પણ વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીથી લઈ મુંબઈ, કલકત્તા અને ચેન્નઈમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર છે. તમને માહિતી આપીએ કે 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસા વધ્યા હતા.
મુંબઈમાં સૌથી મોંઘુ પેટ્રોલ-ડીઝલ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ના જણાવ્યા અનુસાર મુંબઈ માં પેટ્રોલ 120.51 રૂ. લિટર અને ડીઝલ 104.77 રૂ. ડીઝલ વેચાઈ રહ્યુ છે. જ્યારે કલકત્તા માં પણ ડીઝલ નો ભાવ 100રૂ. સુધી પહોંચવા આવ્યો છે. દેશના લગભગ બધા રાજ્યો માં પેટ્રોલ નો ભાવ 100રૂ. પ્રતિ લિટરથી વધારે છે.
મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
રાજસ્થાનના શ્રીગંગાનગર અને મધ્ય પ્રદેશના બાલાઘાટ જીલ્લામાં પેટ્રોલનો ભાવ 120 રૂ. પ્રતિ લિટર ને પાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તર પર તેલ પર લગાવવામાં આવતા વેટ ટેક્ષના અલગ અલગ ભાવોને કારણે શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ અલગ અલગ છે.
આ પણ વાંચો : ખેડૂતો આનંદો : ગુજરાતમાં ચોમાસાની થશે જલ્દી જ એન્ટ્રી, ખેડૂતોએ 18 મે સુધી રાખવુ પડશે આ ધ્યાન
મુખ્ય શહેરોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
ભોપાલ | 118.07 | 101.09 |
ઈંદોર | 118.26 | 101.29 |
જયપુર | 118.03 | 100.92 |
પટના | 116.23 | 101.36 |
લખનૌ | 105.25 | 96.83 |
બાલાઘાટ | 120.48 | 103.32 |
શ્રીગંગાનગર | 123.16 | 105.55 |
નોયડા | 105.47 | 97.03 |
દરરોજ અપડેટ થાય છે પેટ્રોલ અને ડિઝલના ભાવ
આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના આધાર પર ઓઈલ માર્કેટીંગ કંપનીઓ ભાવની સમીક્ષા કર્યા બાદ રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ નક્કી કરે છે. ઈંડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ જેવી તેલ કંપનીઓ દરરોજ સવારે અલગ અલગ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવની જાણકારી અપડેટ કરે છે.
આ પણ વાંચો : આધારકાર્ડને ચૂંટણી કાર્ડ સાથે કરવું પડશે લિંક, સરકારે મૂકી આ શરત
Share your comments