એક વાર ફરીથી કેન્દ્ર સરકારે એલપીજી ગેસ સિલેન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન પહેલા કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં 32 રૂપિયાનો ઘટાડો કર્ચો છે. જણાવી દઈએ તેથી પહેલા હાલમાંજ ગૃહણીઓને ખુશખબર આપતા સરકારે રાંધણ ગેસના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જો કે આજે એક એપ્રિલથી જ આખા દેશમાં લાગૂ કરી દેવામાં આવશે.
વાત જાણો એમ છે કે 1 એપ્રિલથી દેશની જનતાને મોટી રાહત મળી છે. કારણ કે 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કટ અલગ-અલગ શહેરોમાં કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી દેશના વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 30-32 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.આ ઘટાડાથી લોકોને મોંઘવારીમાં થોડી રાહત મળવાની આશા છે. સિલિન્ડરના ઘટેલા ભાવ આજથી અમલમાં આવશે. જોકે, 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો અને નવા દર લાગુ કર્યા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત આજથી 1764.50 પૈસા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં હવે 19 કિલોનો ગેસ સિલિન્ડર 1879 રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં તેની કિંમત 1717.50 પૈસા થઈ ગઈ છે અને ચેન્નાઈમાં 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1930 રૂપિયામાં મળશે. અહેવાલો અનુસાર, એવું પણ પ્રાપ્ત થઈ રહ્યું છે કે 1 એપ્રિલથી પાંચ કિલોગ્રામ FTLના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ચૂંટણીની મોસમમાં સિલિન્ડરના ભાવમાં આ ઘટાડાથી લોકોને ઘણી રાહત મળી છે.
આ પણ વાંચો: મહિલા દિવસના અવસર પર મોદી સરકારની મોટી ભેટ, રાંધણ ગેસના ભાવમાં થયો ઘટાડો
અગાઉ માર્ચ મહિનામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે કોમર્શિયલ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે અગાઉ ફેબ્રુઆરીમાં તેની કિંમતમાં 1.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનાથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો સતત વધી રહી હતી, આ દરમિયાન તેલ કંપનીઓએ કિંમતોમાં ઘટાડો કરીને મોટી રાહત આપી છે. જોકે, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Share your comments