હાલાર પંથકના ધ્રોલ, જોડિયા,જામનગર અને કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાની ખરીદીનો પ્રારંભ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે દ્વારા કરવામાં આવ્યો છે. ખેડૂતોની બહોળી હાજરી વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો. ધ્રોલ માર્કેટિંગ યાર્ડની યાદી મુજબ તાલુકામાં ટેકાના ભાવેમગફળી વેચવા માટે કુલ 4580 ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવી હતી. જેમાં પ્રારંભિક તબક્કામાં 50 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના ખેતી નિયામક બી.એમ. મોદી, પુરવઠા નિગમના જનરલ મેનેજર એચ.એમ.ત્રીવેદી, સંયુક્ત ખેતી નિયામક, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, ધ્રોલ પ્રાંત અધિકારી, ધ્રોલ મામલતદાર, જિલ્લા વિસ્તરણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ધ્રોલ તાલુકા પુરવઠા નિગમના મેનેજર, ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા, ધ્રોલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન દેવકરણભાઇ ભાલોડિયા, વાઇસ ચેરમેન મહાવીરસિંહ જાડેજા, ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડના ડાયરેક્ટર રસિકભાઇ ભંડેરી,ધ્રોલ માર્કેટિંગ યાર્ડના પુર્વ વાઇસ ચેરમેન દીલીપસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબા જાડેજા તથા ઉપપ્રમુખ જેન્તી ભાઇ કગથરા, ધ્રોલ નગર પાલિકા પ્રમુખ જયશ્રીબેન પરમાર, ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઇ શુક્લ સહિતના મહાનુભવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા.
આ પણ વાંચો,માટીના પરીક્ષણથી લઈને તેને લેબોરેટરી સુધી મોકલવાની રીત
જામનગર યાર્ડના સેક્રેટરી હીતેષભાઇ પટેલે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં કુલ પાંચ યાર્ડો આવે છે, જેમાં કૃષિ મંત્રી દ્વારા ધ્રોલ યાર્ડમાં સવારે આઠ વાગ્યે , જોડિયા યાર્ડમાં સવારે નવ વાગ્યે , જામનગર યાર્ડમાં સવારે દસ કલાકે અને કાલાવડ યાર્ડ ખાતે સવારે બાર કલાકે કાર્યક્રમ યોજાયો હતો. જામજોધપુર યાર્ડમાં ડીરેક્ટર ચીમનભાઇ શાપરિયા દ્વારા ટેકાની ખરીદીનો પ્રારંભ કરાવાયો હતો.
જામનગર યાર્ડમાં મગફળીનો ભાવ રૂ. 1665 બોલાયો
જામનગર માર્કેટયાર્ડના સેક્રટરી હીતેષભાઈ પટેલ જણાવ્યું હતું કે, ‘‘બે દિવસ પહેલા દસ હજારથી વધુ ગણી મગફળીની આવક થઇ હતી, અને આજે હરાજીમાં ખેડૂતોને બારાડી સાઇડના એટલે કે, દેવભૂમિ દ્વારકા તરફના ખેડૂતો પોતાની મગફળી લઇને આવ્યા હતા તેને પ્રતિ મણ રૂ.1665ના ભાવ ઉપજ્યા હતા. આ ભાવ ઓલટાઇમ હાઇ છે, અત્યાર સુધીમાં રૂ.1500 ઉપરનો ભાવ ક્યારેય ગયો નથી. રૂ.1500 આસપાસનો ભાવ પણ ગઇ સીઝનમાં જામનગર યાર્ડમાં જ થયો હતો.
Share your comments