Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

મગફળીનું વાવેતર 20 લાખ હેક્ટર નજીક પહોંચ્યું

રાજ્યમાં ખરીફ પાકોનો વાવેતર વિસ્તાર જુલાઇના બીજા અઠવાડિયાના અંતે 17 ટકા ઉંચકાયો છે. જોકે આ સીઝનના સૌથી મોટાં ગણાતા પાક મગફળીનું વાવેતર પાછલા વર્ષની તુલનાએ દોઢું થઇ ગયું છે.આ સાથે મગફળના વાવેતરમાં નવો વિક્રમ સર્જાયો છે. વાવેતરનો આંકડો હવે 20 લાખ હેક્ટરની નજીક છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
મગફળી
મગફળી

નવો ઇતિહાસ સર્જતું પરંપરાગત તેલિબિયાંનું વાવેતર, સારા વરસાદથી ખરીફ પાકોનું ચિત્ર ઉજળું'

રાજ્યમાં ખરીફ પાકોનો વાવેતર વિસ્તાર જુલાઇના બીજા અઠવાડિયાના અંતે 17 ટકા ઉંચકાયો છે. જોકે આ સીઝનના સૌથી મોટાં ગણાતા પાક મગફળીનું વાવેતર પાછલા વર્ષની તુલનાએ દોઢું થઇ ગયું છે.આ સાથે મગફળના વાવેતરમાં નવો વિક્રમ સર્જાયો છે. વાવેતરનો આંકડો હવે 20 લાખ હેક્ટરની નજીક છે. ભૂતકાળમાં ક્યારેય પણ આ આંકડે વાવેતર પહોંચ્યું નથી. બીજી તરફ કપાસના વાવેતરમાં પાછલા વર્ષની તુલનાએ ઘટાડો દેખાવાનું શરું થઇ ચૂક્યું છે.'

સૌરાષ્ટ્રમાં વરસાદે મોટાંભાગે વિરામ લઇ લીધો છે. હવે છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. વરાપ સારો છે એટલે ખેડૂતોએ નિંદામણની કામગીરી આરંભી લીધી છે. આ દરમિયાન ગુજરાતમાં કુલ વાવેતર 48.79 લાખ હેક્ટર સામે 57.37 લાખ હેક્ટર સુધી પહોંચ્યું છે.'

હવે વરસાદના બે સારાં રાઉન્ડ આવે તો ખરીફ પાકોનું ઉત્પાદન બમ્પર થશે એવો આશાવાદ ખેડૂતો સેવી રહ્યા છે. આગોતરી મગફળી અને કપાસ સૌરાષ્ટ્રમાં ચાલીસથી પચાસ દિવસના થઇ ગયા છે. એ કારણે હવે ઉત્પાદનનું ચિત્ર સારું ભાસે છે.'

રાજ્ય સરકારના આંકડાઓ પ્રમાણે મગફળીના વાવેતરનો આંકડો 19.70 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે. જે 20 લાખની નજીક છે. આમ વાવેતર દોઢું થઇ ચૂક્યું છે. જોકે પાછલા ત્રણ વર્ષી સરેરાશના હિસાબથી વાવેતર સવાયું છે. વેપારીઓએ ચાલુ વર્ષે મગફળીનું બિયારણ રેકર્ડબ્રેક પ્રમાણમાં વેચાયું હોવાનું વાવેતર પૂર્વે કહ્યું હતુ. એ વખતે જ મગફળી નવો રેકર્ડ બનાવશે એવી શક્યતા વધી ગઇ હતી. સરકારી આંકડા હવે એ વાતને પુષ્ટિ આપે છે. મગફળીની નવી આવકો સપ્ટેમ્બરના મધ્યમાં શરું પણ થઇ જશે એવા ઉત્સાહી અનુમાનો વેપારીઓ કરવા લાગ્યા છે. પાકમાં રોગ જીવાતનો ઉપદ્રવ અત્યારે નથી એટલે ખેડૂતોને ઉતારા પણ સારાં મળશે' એમ દેખાય છે. હવે નાફેડ પાસે પડેલી સવા બે લાખ ટન જેટલી મગફળીની ખપત પણ સાવ નબળી પડી પડવા લાગતા ભાવ તોડ્યાં છે. જોકે હવે માગ પણ મર્યાદિત છે.'

મગફળી સૌરાષ્ટ્ર વિસ્તારનો મોનોપોલી ધરાવતો પાક છે એ સાબિત થયું છે. કારણકે રાજ્યના કુલ વાવેતરમાં 16.50 લાખ હેક્ટર જેટલો વિસ્તાર ફક્ત સૌરાષ્ટ્રમાં છે.' બીજી તરફ કપાસની હાલત અપેક્ષા પ્રમાણે ખરાબ થઇ છે. જીવાતોનો ઉપદ્રવ, ઇયળો અને ઓછાં ઉતારા ઉપરાંત સીસીઆઇએ પણ અપૂરતી ખરીદી કરીને ખેડૂતોને નિરાશ કરતા કપાસ કરતા ખેડૂતોઅ મગફળીનો પાક પસંદ કર્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કપાસનું વાવેતર 20.33 લાખ હેક્ટરમાં થઇ શક્યું છે. ગયા વર્ષમાં આ સમયે 21.42 લાખ હેક્ટરમાં હતુ. કપાસનો વિસ્તાર 23-24 લાખ હેક્ટર સુધી સિમિત રહે એવી ધારણા છે. સામાન્ય રીતે રાજ્યમાં 26-27 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થતું હોય છે.''

તલના વાવેતર પણ ખેડૂતોને મળેલા સારા ભાવને લીધે વધ્યા છે. સામાન્ય રીતે 1.02 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે. 14મી જુલાઇની સ્થિતિઅ વાવેતર લગભગ 92 હજાર હેક્ટર જેટલું રહેવા પામ્યું છે. અલબત્ત હવે ડાંગર, બાજરી અને મકાઇ જેવા પાકોના વાવેતર પણ વેગ પકડી રહ્યા છે.'

કઠોળમાં તુવેર, મગ, મઠ અને અડદનું વાવેતર પાછલા વર્ષ કરતા વધારે થઇ ચૂક્યું છે. રાજ્યમાં કઠોળનું કુલ વાવેતર 1.95 લાખ હેક્ટર સામે 2.31 લાખ હેક્ટર રહ્યું છે. જાડાં ધાન્યોનું વાવેતર 5.51 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે પાછલા વર્ષમાં 5.46 લાખ હેક્ટરમાં રહ્યું હતુ. જુવાર અને બાજરીના વાવેતર મગફળીને લીધે અંતે ઘટે તેવી શક્યતા છે.

Share your comments

Subscribe Magazine

More on News

More