Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બનાસકાંઠાના પટેલ ખેડૂતને વર્ષે થઇ રહી છે 1 કરોડની કમાણી!

કોરોના વચ્ચે ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની સ્થતિ ખુબ કફોડી બની છે. ખાસ કરીને ખેડૂતો દિવસેને દિવસે ચિંતામાં ઘસડાઈ રહ્યા છે. તેનું એકમાત્ર કારણે છે કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન પણ ભોગવવું પડે છે. પણ આવા સમય વચ્ચે ઘણા ખેડૂતો એવા હોય છે કે ખેતી માંથી પણ લાખો-કરોડો રૂપિયા બનાવી લેતા હોય છે, અહિયાં એવા જ એક ખેડૂતની વાત કરવાના છીએ જે ખેડૂ વર્ષે ૧ કરોડ રૂપિયાની કમાણી કરે છે. કેવી રીતે એ આપણે જ જાણી લઈએ.

Sukhadev Thakor
Sukhadev Thakor
બનાસકાંઠાના પટેલ ખેડૂત
બનાસકાંઠાના પટેલ ખેડૂત

કોરોના વચ્ચે ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોની સ્થતિ ખુબ કફોડી બની છે. ખાસ કરીને ખેડૂતો દિવસેને દિવસે ચિંતામાં ઘસડાઈ રહ્યા છે. તેનું એકમાત્ર કારણે છે કે ખેડૂતોને પુરતા પ્રમાણમાં ભાવ નથી મળી રહ્યા જેના કારણે ખેડૂતોને ભારે નુકશાન પણ ભોગવવું પડે છે. પણ આવા સમય વચ્ચે ઘણા ખેડૂતો એવા હોય છે કે ખેતી માંથી પણ લાખો-કરોડો રૂપિયા બનાવી લેતા હોય છે, અહિયાં એવા જ એક ખેડૂતની વાત કરવાના છીએ જે ખેડૂ વર્ષે ૧ કરોડ રૂપિયાની કમાણી કરે છે. કેવી રીતે એ આપણે જ જાણી લઈએ…

ગુજરાત રાજ્યના બનાસકાંઠાના થરાદના બુઢણપુરના ખેડૂતે પોતાના 40 એકરમાં વિવિધ ફળોની ખેતી કરી છે. આ ખેડૂતનું નામ છે અણદાભાઇ ભેમાભાઇ પટેલ. અણદાભાઇ ભેમાભાઇ પટેલે ૪૦ એકર જમીનમાં ખારેક, દાડમ, આંબા, પપૈયા, જામફળ, એપલ બોર વગેરે જેવા બાગાયતી પાકોની ખેતી કરે છે. 40 એકર માંથી ૧૨ એકર જમીનમાં તેમણે ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર પણ કર્યુ છે. અણદાભાઇ ભેમાભાઇ પટેલે ચાર વર્ષ પહેલાં 6 એકર જમીનમાં ૩૦૦ ખારેકના રોપાઓનું વાવેતર કર્યું હતું. અને હાલમાં બીજા ૩૦૦ એમ કુલ ૬૦૦ ખારેકના રોપાઓનું વાવેતર કર્યુ છે.

અણદાભાઇ ભેમાભાઇ પટેલે જણાવતા કહ્યું હતું કે, કચ્છ-ભુજની નર્સરીમાંથી રૂપિયા 3800૦ ના ભાવના ૩૦૦ છોડ લાવી ખારેકનું વાવેતર કર્યુ હતું. જેમાં એક છોડદીઠ ગુજરાત રાજય સરકારના બાગાયત ખાતા દ્વારા રૂપિયા 1250 લેખે સબસીડી પણ મળી હતી. અણદાભાઇ ભેમાભાઇ પટેલે જણાવતા કહ્યું હતું કે, ખારેક પાકના વાવેતરમાં એક વાર વાવ્યા પછી 100 વર્ષનું તેનું આયુષ્ય હોય છે અને 70 વર્ષ સુધી તો એકસાથે ઉંચી અને સારી આવક પણ આપે છે.ખારેકના 50 છોડે એક નર ખારેક વાવવામાં આવે છે. જેનાથી ફેબ્રુઆરી મહિનામાં બીટી કપાસની જેમ જ ફલીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે. શરૂઆતના વર્ષમાં 1 છોડ 100 કિ.લો. અને પછી 200 કિલો સુધીનો ઉતારો આપે છે.

આ ખારેક બજારમાં હોલસેલના ભાવે 50 રૂપિયામાં અને છુટક ભાવમાં 80 થી 100 રૂપિયે કિલોમાં વેચાય છે. એક છોડ સરેરાશ 5000 રૂપિયાની આવક આપે છે. એટલે કે 300 છોડમાંથી 15 લાખની આવક મળવાની સંભાવના છે. અણદાભાઇ ભેમાભાઇ પટેલે જણાવતા કહ્યું હતું કે, બે ખારેકના છોડ વચ્ચેની જગ્યામાં આંતરપાક તરીકે એપલ બોર પણ વાવ્યા છે. એપલ બોર દ્વારા પણ લાખોની કમાણી થાય છે. એપલ બોરથી વર્ષે ચાર લાખની આવક થાય છે. દાડમ, ખારેક, જામફળ બધા જ પાકોની આવક મળી વર્ષે 1 કરોડ રૂપિયાની માતબર આવક બાગાયતી ખેતીમાંથી થાય છે. એટલે આ ખેડૂત વિવિધ પાકોની ખેતી કરી વર્ષે 1 કરોડ રૂપિયાની ચોખ્ખી કમાણી કરી લે છે.

ફક્ત પાંચ ચોપડી ભણેલા પરંતુ પોતાની આગવી કોઠાસૂઝ અને મહેનતના કારણે અણદાભાઇ પટેલે જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોમાં નામના મેળવી છે. તેમને કૃષિ ક્ષેત્રે આત્મા સહિતના ઘણા એવોર્ડ પણ મળ્યાં છે. વર્ષ 2019માં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રગતિશીલ ખેડુતનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. એક તરફ લોકડાઉનના કારણે લોકો બેરોજગાર બન્યા છે બીજી તરફ અણદાભાઇ પટેલ અને તેમના ભાઇ રામજીભાઈ પટેલે લોકડાઉનમાં 15 મજુરોને રોજગારી પુરી પાડી છે.

અણદાભાઇ ભેમાભાઇ પટેલના ખેતર પર ખેતીનું કામ સમયસર થાય તે માટે તેમણે ૬,૦૦૦ રૂપિયાના પગારથી 15 મજુરોને કાયમી ધોરણે રાખેલા છે. આ લોકડાઉનના સમયમાં મજુરોએ ખારેકના થડમાં છાણીયું ખાતર નાંખવાનું, દાડમના ઝાંખરા કટીંગ કરવા સહિતના કામો કર્યા છે. તેમણે જણાવતા કહ્યું હતું કે, ખેડુતો બાગાયત ખેતી તરફ વળે અને ખેડૂતોની આવક બમણી થાય તે માટે બાગાયત અને ખેતીવાડી વિભાગના અધિકારીઓ અમને ખૂબ સારું માર્ગદર્શન આપી સરકારી સહાય મેળવવામાં મદદરૂપ બને છે. નાયબ બાગાયત નિયામક જે.બી.સુથારે જણાવતા કહ્યું હતું કે, “જિલ્લામાં 200 હેક્ટર વિસ્તારમાં ખારેકની ખેતી થાય છે.”

Share your comments

Subscribe Magazine

More on News

More