
હાલમાં નાગપુર ખાતે યોજાયેલ મેગા ફૂડ હર્બલ પાર્કનો ઉદ્ઘાટન દરમિયાન પતંજલિ આયુર્વેદ, જે હર્બલ અને પ્રાકૃતિક ઉત્પાદનોમાં ભારતનું અગ્રેસર નામ છે એક મોટી જાહેરાત કરી છે. ભારતમાં સૌથી વધુ આયુર્વેદિક પ્રોડક્ટ વેચનાર કંપની પંતજલિ હવે વિદેશમાં પણ પોતાના પ્રોડક્ટ્સના વેચાણ કરવા માંડી છે.વિદેશમાં પતંજલિના આયુર્વેદિક પ્રોડક્ટની વધતી માંગણીને જોતા પતંજલિના ડાયરેક્ટર યોગ ગુરુ બાબા રામદેવએ નક્કી કર્યો છે કે કંપનીમાં આયુર્વેદિક પ્રોડક્ટ તૈયાર કરવા માટે ખેડૂતો પાસેથી ગિલોય, આમલા, મધ અને એલોવેરા જેવા પાક ખરીદવામાં આવશે, જેના માટે ખેડૂતોને તેમની ઉપજનો યોગ્ય ભાવ આપવામાં આવશે.આથી ખેડૂતોની સ્થિતિમાં ફક્ત સુધારો નહીં થાય તેના સાથે જ તેઓને ઓછા સમયમાં નાણાં પણ મળી જશે. ઉપરાંત, આ પગલા આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ પૂર્ણ કરવામાં મદદરૂપ બનશે.
ભારતીયોની પહેલી પંસદ કેમ છે પતંજલિ?
સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા સ્થાપિત પતંજલિ આયુર્વેદે ભારતીય FMCG સેક્ટરને બદલ્યો છે.પતંજલિએ ફૂડ પ્રોડક્ટસથી લઈને હર્બલ કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ સુધી દેશી ઉત્પાદન આપીને લોકોનું વિશ્વાસ જીત્યું છે. પતંજલિના બધા પ્રોડક્ટ પ્રાકૃતિક અને આયુર્વેદિક હોય છે, જે વ્યક્તિગત સંભાળ, ખાદ્ય પદાર્થો અને હર્બલ દવાઓ સુધી વ્યાપક હોય છે. આજે પણ, કરોડો ભારતીયો વિદેશી બ્રાન્ડ છોડીને પતંજલિના પ્રોડક્ટસ પસંદ કરે છે.
પતંજલિએ આરંભમાં મધ, હર્બલ જ્યુસ, બિસ્કિટ અને ડેરી ઉત્પાદનો દ્વારા શરુઆત કરી અને પછી હર્બલ શેમ્પૂ, ટૂથપેસ્ટ, સ્કિનકેર અને હેરકેર પ્રોડક્ટ સુધીનો વિકાસ કર્યો.પતંજલિ આયુર્વેદિક દવાઓ, રોગપ્રતિકારક શક્તિ વધારતા પ્રોડક્ટસ અને ઓર્ગેનિક સપ્લીમેન્ટ પણ પ્રદાન કરે છે. કોવિડ-19 સમયગાળા દરમિયાન પણ પતંજલિએ ભારતીયોને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરી.
ભવિષ્યનું નિર્માણ
નાગપુરમાં પોતાના મેગા ફૂડ અને હર્બલ પાર્ક દ્વારા પતંજલિએ કૃષિ પ્રોસેસિંગ અને ઉત્પાદનને વધુ સારી રીતે વિકસાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.આ યોજના ખેડૂતોની આવકમાં વધારો કરવાનું, હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવાનું અને પતંજલિની પહોચને સમગ્ર ભારતમાં વિસ્તૃત કરવાનું લક્ષ્ય ધરાવે છે. જણાવી દઈએ કે મેગા ફૂડ અને હર્બલ પાર્ક દ્વારા પતંજલિ સ્થાનિક ખેડૂતોને તેમની ઉપજ માટે વધુ સારા બજારની તકો પૂરી પાડીને સહકાર આપે છે. કંપની આયાત પરની નિર્ભરતા ઘટાડીને દેશી અને રસાયણમુક્ત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની દિશામાં સક્રિય રીતે કાર્ય કરી રહી છે.
આ પણ વાંચો:જમીનમાં નાઇટ્રોજનનો પ્રમાણ વધારવું છે તો કરો મગની આ જાતનો વાવેતર, ત્યાંથી મેળવો બિયારણ
Share your comments