Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ડાંગરની ખરીદી એમએસપી કરતા વધુ ભાવમાં કરવામાં આવશે, ઝારખંડમાં વડા પ્રધાને કરી જાહેરાત

દેશમાં જ્યાર જોવો ત્યારે કોઈના કોઈ જગ્યા ચૂંટણી યોજાએ છે. આ સમય દરમિયાન ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી દરમિયાન રાજનીતિક દળોનું મુખ્ય મુદ્દા ખેડૂતો હોય છે અને આ બન્ને રાજ્યોમાં પણ ખેડૂતોની આવક મોટો મુદ્દો બનીને સામે આવી છે. વાત જાણો એમ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સિઝનની ડાંગરની ઉપજને ખેડૂતો પાસેથી વધુ ભાવ આપીને ખરીદવામાં આવી રહ્યો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

દેશમાં જ્યાર જોવો ત્યારે કોઈના કોઈ જગ્યા ચૂંટણી યોજાએ છે. આ સમય દરમિયાન ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી દરમિયાન રાજનીતિક દળોનું મુખ્ય મુદ્દા ખેડૂતો હોય છે અને આ બન્ને રાજ્યોમાં પણ ખેડૂતોની આવક મોટો મુદ્દો બનીને સામે આવી છે. વાત જાણો એમ છે કે કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ સિઝનની ડાંગરની ઉપજને ખેડૂતો પાસેથી વધુ ભાવ આપીને ખરીદવામાં આવી રહ્યો છે. દેશભરમાં ડાંગરની સરકારી ખરીદી એમએસપી કરતા વધુ ભાવમાં કરવામાં આવી રહી છે, જેને લઈને વડા પ્રધાન નરેંદ્ર ભાઈ મોદીએ ઝારખંડમાં પોતાની સરકારનું વખાણ કરતા ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને વચન આપ્યો છે. તેમણે ભાજપના ઠરાવ પત્ર જાહેર કરતા કહ્યું કે જો ઝારખંડમાં ભાજપની સરકાર આવશે તો ડાંગરના એમએસપી ભાવને વધારીને 3100 રૂપિયા કરી દેવામાં આવશે.

2 તબક્કામાં યોજાશે ચૂંટણી

ઝારખંડ વિધાનસભાની ચૂંટણી આ મહિને બે તબક્કામાં યોજાવા જઈ રહી છે. આ અંગે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં ખેડૂતોને ડાંગરના MSPમાં વધારો કરવાનું વચન આપવામાં આવ્યું છે. સોમવારે, 4 નવેમ્બરના રોજ રાંચી પહોંચેલા પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડ ભાજપે એક ઉત્તમ સંકલ્પ પત્ર (ઘોષણાપત્ર) રજૂ કર્યો છે, જે ગોગો દીદી યોજના જેવી પહેલનું વચન આપે છે, જે અંતર્ગત મહિલાઓને દર મહિને રૂ. 2,100 અને 'યુવા સાથી ભથ્થું' આપવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ યુવાનોને 2,000 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે.

એલપીજી 500 રૂપિયામાં મળશે

પીએમ મોદીએ કહ્યું કે ઠરાવ પત્રમાં વચન આપવામાં આવ્યું છે કે એલપીજી સિલિન્ડર 500 રૂપિયામાં મળશે, તહેવારોમાં બે સિલિન્ડર મફત આપવામાં આવશે. તેમણે ઉલ્લેખ કર્યો કે ત્રણ લાખ સરકારી જગ્યાઓ ભરવામાં આવશે અને અગ્રણી કંપનીઓ સાથે ઇન્ટર્નશિપ કરતી વખતે સ્થાનિક યુવાનોને પીએમ પેકેજ હેઠળ દર મહિને 5,000 રૂપિયા મળશે. પીએમએ કહ્યું કે ઝારખંડમાં એસસી, એસટી અને ઓબીસી સમુદાયો માટે પીએમ આવાસ યોજના હેઠળ 16 લાખ મકાનો બનાવવામાં આવ્યા છે. તેમણે 21 લાખ વધુ મકાનો બનાવવાનું વચન આપ્યું છે.

પશુપાલકોને 25 હજાર રૂપિયાની આર્થિક સહાય

નાના અને સીમાંત ખેડૂતો અને પશુપાલકોને આર્થિક મદદ કરવા માટે કૃષિ આશીર્વાદ યોજના શરૂ કરવામાં આવશે. જે અંતર્ગત ખેડૂતો અને પશુપાલકોની જમીન પર 25,000 રૂપિયા પ્રતિ એકર 5,000 રૂપિયા સુધી આપવામાં આવશે. ભાજપે અગાઉ પોતાની સરકાર દરમિયાન ઝારખંડમાં કૃષિ આશીર્વાદ યોજના લાગુ કરી હતી, હવે સરકાર બનાવ્યા બાદ ફરીથી આ યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત ખેડૂતોને ફાયદો થાય તે માટે 2030 સુધીમાં રાજ્યમાં સિંચાઈ વિસ્તાર ત્રણ ગણો વધારવાનો પણ સંકલ્પ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:ખેડૂતોના ખર્ચના સાથે હવે ઘટશે તેમની થાક પણ, આવી ગયો છે વાવણીથી લઈને લણણી કરનાર રોબો ખેડૂત

Share your comments

Subscribe Magazine

More on News

More