Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આયોજિત અને શ્રી આર. એચ. પટેલ આર્ટસ & કોમર્સ કોલેજના સહયોગથી યુવા ઉત્સવ-2023 અમદાવાદ ખાતે યોજાયો

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદ દ્વારા આયોજિત અને શ્રી આર. એચ. પટેલ આર્ટસ & કોમર્સ કોલેજના સહયોગથી યુવા ઉત્સવ-2023 અમદાવાદ ખાતે યોજાઈ ગયો.

Rizwan Rashid Shaikh

આ કાર્યક્રમ દ્વારા ખાસ કરીને યુવાનોમાં તેઓનું કૌશલ્ય બહાર આવે તેવા આશયથી શ્રી આર. એચ. પટેલ આર્ટસ & કોમર્સ કોલેજ, નવા વાડજ, અમદાવાદ ખાતે વિવિધ સ્પર્ધા/ઇવેન્ટ જેવી કે-ભાષણ પ્રતિયોગીતા, ચિત્ર સ્પર્ધા, મોબાઈલ ફોટોગ્રાફી, કવિતા લેખન અને સાંસ્કૃતિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 250 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. આ અલગ-અલગ ઇવેન્ટમાં સારું પ્રદર્શન કરનાર સ્પર્ધકને પ્રમાણપત્ર તથા રોકડ ઇનામ આપવામાં આવેલ. આ કાર્યક્રમ દરમ્યાન સરકારશ્રીની વિવિધ યોજનાઓના પ્રચાર-પ્રસાર હેતુ વિવિધ સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા.

આ યુવા ઉત્સવ કાર્યક્રમના સમાપન કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી કિરીટભાઈ પરમાર, શ્રી આર. એચ. પટેલ આર્ટસ & કોમર્સ કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉ. સૌરભભાઈ પટેલ, પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના શ્રી સુભાષ ભટ્ટ, શ્રી આર. એચ. પટેલ આર્ટસ & કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ શ્રી આઈ. બી. ઐયર, નહેરુ યુવા કેન્દ્ર સંગઠન, ગુજરાતના નિયામક શ્રીમતી મનીષાબેન શાહ, ફિલ્ડ પબ્લીસીટીના શ્રી જે. ડી. ચૌધરી અને નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદના જીલ્લા યુવા અધિકારી શ્રી મહેશ રાઠવા ખાસ ઉપસ્થિત રહેલ.

અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક અને મેયર શ્રી કિરીટભાઈ પરમારે પોતાના વક્તવ્યમાં જણાવેલ કે યુવાનોએ પોતાનું કૌશલ્ય પ્રકટ કરવા આવી અલગ-અલગ સ્પર્ધાઓમાં ભાગ લેવો જોઈએ અને આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર યુવાનોને પ્રોત્સાહિત કરવા કટિબદ્ધ  છે.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી આર. એચ. પટેલ આર્ટસ & કોમર્સ કોલેજના પ્રોફેસરશ્રીઓ અને નહેરુ યુવા કેન્દ્ર, અમદાવાદના યુવા ભાઈ-બહેનોએ ખૂબ જહેમત કરી હતી.

આ પણ વાંચો: પ્રધાનમંત્રીએ કર્ણાટકના ચિક્કાબલ્લાપુર ખાતે શ્રી મધુસુદન સાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું

Share your comments

Subscribe Magazine

More on News

More