એમ તો દેશમાં ઓર્ગેનિક ખેતી કરનાર ખેડૂતોની સંખ્યામાં દિવસે દિવસ વધારો થઈ રહ્યો છે. ખેડૂતોએ રાસાયણિક ખાતર છોડીને ગૌ આધારિત ઘનજીવામૃત અને જીવમૃતનું ઉપયોગ કરી રહ્યા છે, તો પણ જમીનની ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રાસાયણિક ખાતર જમીનની ફળદ્રુપકતા એટલા અંદર સુધી નુકશાન પહોંચાદી દીધું છે, જેના કારણે હવે ઓર્ગેનિક ખાતર પણ જમીનની ફળદ્રુપતાને વધારવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશમાં 960 લાખ હેક્ટર જમીન ક તો પછી ઉજ્જડ થઈ ગઈ કે પછી થવાના આરે છે. જ્યારે પાણી અને પવનના જોરદાર પ્રવાહને કારણે દર વર્ષે અનેક ટન ઉપરની માટીનો પણ નાશ થઈ રહ્યો છે. તેથી કરીને વૈજ્ઞાનિકોએ ખેડૂતોને રાસાયણનો ઉપયોગ ન કરવાની હાકલ કરી છે.
જમીનની ફળદ્રુપતા ઝડપથી ઘટી રહી છે
જમીનની ફળદ્રુપતાને લઈને કેંદ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ ચિંચા જાહેર કરી છે. તેમને પણ હાલમાં સોઈલ ડે પર આયોજિત કાર્યક્રમમાં કહ્યું હતું કે જમીનની ફળદ્રુપતા ઝડપથી ઘટી રહી છે અને લગભગ 30 ટકા જમીન બગડી ગઈ છે. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતુ કે ભારતની ખેતી લાયક જમીન ઉજ્જડ થઈ રહી છે અને ત્યાંથી મેળવવામાં આવતા પાકના ઉત્પાદન બંઘ થઈ ગયો છે. મંત્રી પોતાની વાત પર ભાર મુકતા કહ્યું હતું કે આવનારી પેઢી માટે અમારે પૃથ્વીને બચાવવાની જરૂર છે. અમે તો 40-50 વર્ષ પછી ત્યાંથી જતા રહીશું. પરંતુ અમારું વાકના કારણે આવનારી પેઢીને મોટી કિંમત ચુકવવી પડશે. આવનારી પેઢી માટે અમારે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ.
ઉપરની જમીનન ધોવાઈ રહી
તેમણે કહ્યું કે વિશ્વના કુલ જમીન વિસ્તારના 2.4 ટકા ભારત પાસે છે. તે વૈશ્વિક વસ્તીના 17.7 ટકા અને 15 ટકા પશુધનનું પોષણ કરે છે. જો કે, સઘન કૃષિ, શહેરીકરણ, વનનાબૂદી અને આબોહવા પરિવર્તનને કારણે દેશની જમીન અત્યંત દબાણ હેઠળ છે. ડૉ. એમ. મુરુગાનંદમે કહ્યું કે ઈસરોના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે ભારતમાં 960 લાખ હેક્ટર જમીન ખરાબ થઈ ગઈ છે. એટલું જ નહીં, પાણી અને પવનના ધોવાણને કારણે દર વર્ષે 5.3 અબજ ટન ટોચની માટીનો નાશ થાય છે.
પોષક તત્વોનો ગુણોત્તર ઘટ્યો
રિપોર્ટ અનુસાર, ભારતીય જમીનમાં ઓર્ગેનિક કાર્બન (સોઇલ ઓર્ગેનિક કાર્બન-એસઓસી)નું પ્રમાણ ઝડપથી ઘટી રહ્યું છે. SOC જમીનની તંદુરસ્તી સુધારે છે. દેશની જમીનમાં 0.5 ટકા કરતાં ઓછું ઓર્ગેનિક કાર્બન છે, જ્યારે આદર્શ સ્તર 1-2 ટકા છે. આ ઘટાડો જમીનની ફળદ્રુપતા પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. પોષક તત્વોનું સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે, જેના કારણે NPK રેશિયો અને સૂક્ષ્મ પોષકતત્વોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જમીનની આ સ્થિતિ પાકની ઉપજને વધુ ખરાબ કરી રહી છે.
દેશનામાં કોર રિસર્ચ પ્રોજેક્ટ શરૂ થયો
ડૉ. એમ. મુરુગાનંદમે જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોઇલ એન્ડ વોટર કન્ઝર્વેશન (ICAR-IISWC) તેના મુખ્ય મથક અને સમગ્ર દેશમાં તેના 8 સંશોધન કેન્દ્રો સાથે તાજેતરમાં એક મુખ્ય સંશોધન પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેનો ઉદ્દેશ્ય કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા અને જમીનના સ્વાસ્થ્યનું મૂલ્યાંકન કરવાનો છે. આ સાથે, જમીનમાં થતા ફેરફારોને ઓળખવા પડશે અને તેના સુધારણા માટેના પગલાં અમલમાં મૂકવા પડશે. તેમણે કહ્યું હતું કે જમીનના અધોગતિને રોકવા માટે, સરકારે જમીનના સ્વાસ્થ્યને પુનઃસ્થાપિત કરવા અને જાળવવા માટે ઘણી પહેલ કરી છે. જેમાં સોઈલ હેલ્થ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, પરંપરાગત કૃષિ વિકાસ યોજના, કુદરતી ખેતી, ઓર્ગેનિક વેસ્ટ રિસાયક્લિંગ પ્રોજેક્ટ સહિત અનેક પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે.
Share your comments