
સંસદ સ્થગિત કરવા પર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષ પર આકાર પ્રહાર કર્યો છે. કૃષિ મંત્રીએ કહ્યું કે ગુરુવારે સંસદમાં દેશના ખેડૂતોની આવકમાં વધારાને લઈને અને ખેડૂત કલ્યાણ પર ચર્ચા થઈ રહી હતી, પરંતુ વિપક્ષ તેનો વિરોધ કર્યો, જેના કારણે સંસદની કાર્યવાહીને સ્થાગિત કરવું પડ્યો. ચૌહાણે કહ્યું કે વિપક્ષ કૃષિ અને ખેડૂત કલ્યાણ પર કોઈ ચર્ચા ઇચ્છતો નથી. તેમણે કહ્યું કે આજે પણ વિપક્ષ કૃષિ પર ચર્ચા પહેલા કે તે દરમિયાન હંગામો કરે છે, તો એ સ્પષ્ટ થઈ જશે કે ખાવા માટે વપરાતા હાંથીના દાતં બીજા અને દેખાડવા માટે બીજા છે. આથી સ્પષ્ટ થઈ જશે વિપક્ષ ખેડૂત વિરોધી છે.
છેલ્લા એક વર્ષથી હું ચર્ચાની રાહ જોવું છું
મીડિયા સાથેની વાતચીત દરમિયાન, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, કૃષિ અને ખેડૂત કલ્યાણ, એટલે કે ખેતી અને ખેડૂતો પર લોકસભામાં ચર્યા થવાની હતી. ચર્યા લોકશાહીનો જીવ છે. ચર્યા અને સંવાદ કલ્યાણ કાર્યને આગળ ધપાવે છે અમે ઇચ્છતા હતા કે વિપક્ષ પણ કૃષિ અને ખેડૂતો પર અર્થપૂર્ણ ચર્ચા કરશે અને ખેડૂતોના કલ્યાણ માટે પોતાના વિચારો રજુ કરશે. પરંતુ દુ:ખની વાત છે કે ગઈકાલે વિપક્ષે હંગામો કરીને કૃષિ અને ખેડૂતો પર ચર્ચામાં વિક્ષેપ પાડવાનું પાપ અને ગુનો કર્યો છે. હું એક વર્ષથી ચર્ચાની રાહ જોઈ રહ્યા છું, જેતી વિપક્ષ પણ અમને પોતાના વિચારો જણાવી શકાય, પરંતુ વિપક્ષ છે કે તેને ખેડૂતોની કોઈં ચિંતા જ નથી.
ખેડૂતોનું કલ્યાણ મોદીજીની સર્વોચ્ચ પ્રાથમિકતા
શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે ખેડૂતોનું કલ્યાણ મોદીજીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને સરકાર ઘણી કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. હું વિપક્ષને વિનંતી કરું છું કે ઓછામાં ઓછું આજે ચર્ચા થવા દે, ચર્ચાનો માર્ગ ખોલે, અર્થપૂર્ણ ચર્ચા કરે જેથી આપણે ખેડૂત કલ્યાણના કાર્યને ખરા અર્થમાં આગળ ધપાવી શકીએ. કૃષિ મંત્રીએ કહ્યું કે જો તેઓ અવરોધો ઉભા કરે છે તો તે સાબિત થશે કે ખાવા માટે વપરાતા હાથીના દાંત અલગ છે અને દેખાડવા માટે વપરાતા દાંત અલગ છે.
આ પણ વાંચો:Cashews Farming: આ વૈજ્ઞાનિક રીત થકી કરો કાજુની ખેતી અને ઘરે ઉભા કરો પૈસાના ઢગલા
'એક દાયકામાં ખેડૂતોની સ્થિતિમાં સુધારો થયો છે'
મંગળવારે શિવરાજ સિંહે સંસદમાં કહ્યું હતું કે એક દાયકા પહેલા ભારતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પરંતુ આ સરકાર આવ્યા પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માત્ર એક નહીં પરંતુ અનેક પગલાં લેવામાં આવ્યા, જેના કારણે ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે. શિવરાજે કહ્યું કે મોદી સરકાર ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે કોઈ કસર છોડી રહી નથી. આ દરમિયાન, શિવરાજે ખેડૂતોની ડિજિટલ ઓળખ તરીકે કિસાન આઈડી બનાવવાના ફાયદાઓ પણ ગણાવ્યા.
Share your comments