Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અફીણની ખેતીએ એક કરોડ ખેડુતોને કર્યા બરબાદ…

Sagar Jani
Sagar Jani
Opium
Opium

સૌ કોઈ જાણે છે કે કેવી રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું અને બ્રિટિશરોએ કેવી રીતે આ કંપનની આડમાં ભારત પર કબજો કર્યો.  પરંતુ ઇસ્ટ ઈન્ડિયા કંપનીના બિઝનેસમાં એક એવો કિસ્સો હતો, જેની ઘણીવાર વાતો થાય છે. ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં અફીણની ખેતી કરવા માટે ખેડૂતોને દબાણ કરતી હતી.  ભારતમાં અફીણની ખેતી અન્ય દેશોના વેપાર માટે ભારે ઉપયોગમાં લેવાતી હતી.  ચાલો આજે તમને જણાવીએ કે કેવી રીતે બ્રિટિશરોએ તેમના ફાયદા માટે નશાની ખેતી કરવી  અને અફીણ દ્વારા ભારતમાં તેમનું એકાધિકાર કાયમ કર્યું.

અફીણ એક મોટો ધંધો બની ગયો

18મી સદીના અંત સુધીમાં અફીણ એક નોન-મેડિકલ બિઝનેસ બની ગયો હતો, અને 19મી સદી સુધી તે કાયમ રહ્યું હતું.  બંગાળમાં તે સમયે વર્ષ 1773 થી  વર્ષ 1856 સુધી અફીણની ખેતી કરવામાં આવી હતી. પરંતુ આખેતી અપનાવ્યા બાદ પણ ખેડૂતોની આર્થિક સ્થિતિ જેવી હતી તેવી જ રહી. આ ખેતીને લીધે સ્થાનિક જમીનદારો અને બ્રિટીશ અધિકારીઓ વચ્ચે અનેક વખત તણાવ સર્જાયો હતો. જ્યારે વર્ષ 1857માં પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની શરૂઆત થઈ, ત્યારે અફીણનું ઉત્પાદન કરનાર ખેડૂતોએ  પણ તેમાં ભાગ લીધો.  વિરોધથી બચવા માટે  બ્રિટિશરોએ અફીણ એક્ટ 1857 અને અફીણ એક્ટ 1878 પસાર કર્યો.

જંતુનાશક દવાઓનાં ઉપયોગમાં સાવચેતી

ખેડુતો કેમ ખેતી કરવા માંગતા ન હતા?

અફીણની ખેતી અંગ્રેજોની આવકનો સૌથી મોટો સ્રોત બની ગઈ હતી. જેના કારણે ખેડુતોને સતત પરેશાન કરવામાં આવતા હતા. ભારતના ખેડુતો અફીણની ખેતી જ કરવા માંગતા નહોતા.  અફીણની ખેતી માટે સૌથી વધુ ફળદ્રુપ જમીન પસંદ કરવામાં આવતી અથવા તો એવા મોટા મેદાનો પસંદ કરતાં જે ગામની નજીક હોય. અફીણની ખેતી માટે ખેડુતોને એવી જમીનમાં બીજનું વાવેતર કરવા મજબૂર કરવામાં આવતા જ્યાં તેઓ દાળ ઉગાડતા હતા. આ જમીન પર અફીણ ઉગાડ્યા બાદ તે ઉજ્જડ બની જાતી. પછી જો આવી જમીનમાં કઠોળ ઉગાડવામાં આવતા,

તો તેની ઉપજ પણ ઓછી થતી અને તેની ગુણવત્તા પણ નબળી આવતી હતી.

Opium Cultivation
Opium Cultivation

ખેડુતોને ખૂબ ઓછા ભાવ મળતા

અફીણની ખેતી કરવું ખૂબ અઘરું હતું અને તેમાં પણ ઘણો સમય લાગતો હતો.  ઉપરાંત  છોડને નજીકથી નજર રાખવી પડતી હતી. પરિણામે ખેડૂતો પાસે તેમના અન્ય પાક પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય રહેતો ન હતો. ખેડુતોએ તેમની જમીન માટે જમીનદારોને ભાડુ ચૂકવવું પડતું હતું જે ખૂબ વધારે હતું. ખેડુતોની પોતાની જમીન નહોતી.  બ્રિટીશ સરકાર દ્વારા પણ અફીણ ઉગાડનારાઓને ખૂબ ઓછા ભાવો આપવામાં આવતા હતા અને ખેડુતોને કોઈ લાભ મળતો ન હતો.

એક કરોડ ખેડૂતોના જીવન પર અસર

પ્રખ્યાત નવલકથાકાર અમિતાવ ઘોષે તેમની નવલકથા 'સી ઑફ પોપીઝ'માં અફીણના ખેડુતોની સ્થિતિ વિશે જણાવ્યું છે. આ નવલકથા લખાતી હતી ત્યારે ઉત્તર ભારતના લગભગ 13 લાખ ખેડૂત પરિવારો અફીણની ખેતી કરતા હતા.  19મી સદીના અંત સુધીમાં અફીણની ખેતીએ 10 કરોડ લોકોના જીવનને અસર કરી જેઓ હવે ઉત્તર પ્રદેશ અને બિહારનો ભાગ છે. ગંગા કિનારે  બે ફેક્ટરીમાં થોડાક હજારેક જેવા મજૂરો કામ કરતા હતા. જે અફીણના બીજના દુધિયા પ્રવાહીને સૂકવીને અને ભેળવી, તેમાંથી કેક બનાવતા અને લાકડાના બોક્સમાં અફીણની ગોળીઓ પૈક કરતા હતા.

ખેડુતોને ભારે હાલાકી વેઠવી પડી

આ વ્યવસાય ઇસ્ટ ઇન્ડિયા કંપની માટે નફાકારક સોદો બની ગયો હતો. એશિયામાં આ વ્યવસાય પર કંપનીની એકાધિકાર હતી.  ચીન સાથેના બે યુદ્ધ પછી તેનો ધંધો વધ્યો અને ચીને બ્રિટિશ ભારતીય અફીણના દરવાજા ખોલવા પડ્યાં.  કેટલાક ઇતિહાસકારો કહે છે કે અફીણના વેપારથી ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત થઈ હતી અને ખેડુતો તેનાથી ખુશ હતા. ઘણા સંશોધનકારો માને છે કે ભારતના ખેડુતોના શોષણ માટે અફીણની ખેતી એક મોટું કારણ હતું.  ઘણાં નુકસાન પછી પણ, તેઓને આ ખેતી કરવાની ફરજ પડી હતી. ભારતના ખેડુતો ત્યારે જો આ ખેતી ન કરત તો તેઓ ખૂબ ખુશ હોત.

Share your comments

Subscribe Magazine

More on News

More