ભારતમાં પુષ્કળ પ્રમાણમાં ડુંગળીનું વાવેતર થાય છે. મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન ડુંગળીના મોટા ઉત્પાદકો છે. જોકે, ડુંગળી આ વર્ષે પણ ખેડૂતો અને ગ્રાહકો એમ બંનેને રડાવશે તેવી ધારણા છે. ડુંગળીના ભાવ આસમાને જાય તેવી શકયતા છે. આંકડા મુજબ મહારાષ્ટ્રમાં ડુંગળીનો જથ્થાબા ભાવ ખૂબ ઊંચો છે. ચાલુ વર્ષે મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ ઓછું છે. બીજી તરફ ખેડૂતો પાસે પૂરતી સ્ટોરજ કૅપેસિટી નથી.
રવિ સીઝનની ડુંગળી ખેતરોમાંથી બજારમાં આવી રહી છે. ડુંગળીનો છૂટક ભાવ કિલો દીઠ રૂપિયા 25 મળી રહ્યો છે. ત્યારે સૌથી વધુ ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં જથ્થાબંધ ભાવો હાલમાં 1100થી 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલી રહ્યા છે. ગયા વર્ષે આ સમયે સરેરાશ ભાવ માત્ર 400થી 600 રૂપિયા ક્વિન્ટલ હતો. ચાલુ વર્ષે ભાવ વધારાનું મુખ્ય કારણ ઓછું ઉત્પાદન છે. જો કે, વધુ જથ્થાબંધ ભાવે પણ ખેડુતોને ખાસ લાભ મળી રહ્યો નથી, કારણ કે ખેડૂતોને પોતાને પણ ડુંગળી આશરે 16 રૂપિયા કિલો પડે છે.
વાવાઝોડાની અસર
ચક્રવાત તાઉતેના કારણે ડુંગળીનો પાક નાશ થયો છે. યુપી અને બિહારમાં ડુંગળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ડુંગળી ખેતરોમાં સડી જાય તેવી સંભાવના છે. એકતરફ શાકભાજી ઉગાડનારા ખેડૂતો અગાઉ કોરોના લોકડાઉનના કારણે નારાજ છે, બીજી તરફ વરસાદથી તેમની હાલાકી વધી છે. જેથી આ વર્ષે ડુંગળી મોંઘી થઈ શકે છે.
બિયારણ, મોડી વાવણી અને વરસાદ
મહારાષ્ટ્ર ડુંગળી ઉત્પાદક સંગઠનના સ્થાપક પ્રમુખ ભરત દિઘોલે જણાવ્યું હતું કે, આ વર્ષે ખરાબ બિયારણ, મોડી વાવણી અને વરસાદ તેમજ કરાના કારણે ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી જ ભાવમાં તેજી જોવા મળી રહી છે. દર વર્ષે સરેરાશ 16 ટન પ્રતિ એકરના હિસાબથી ઉપજ થતી હતી, પરંતુ આ વખતે સરેરાશ માત્ર 10થી 13 ટન જ મળી રહી છે. આવા સમયે 11થી 15 રૂપિયા પ્રતિ કિલોનો સરેરાશ ભાવ વધારે નથી. પાક ઓછો હોય તો ભાવ વધારો નિશ્ચિત છે.
ડુંગળીના ઉત્પાદનમાં કેટલો ખર્ચ થાય છે?
દિઘોલના વધુમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય બાગાયતી બોર્ડે 2017માં કહ્યું હતું કે, ડુંગળીના પ્રતિ કિલો ઉત્પાદનમાં 9.34 રૂપિયા ખર્ચ થાય છે. તે ચાર વર્ષમાં 15થી 16 રૂપિયા કિલો વધી ગયો. ખેડુત તો અત્યારે પણ નુક્સાનમાં જ છે. તેમને ન તો તેમની મહેનતની કમાણી મળીરહી છે કે ન તો જમીનનું ભાડુ. મહારાષ્ટ્રના નાસિક, અહમદનગર, પુણે, ધૂલે અને સોલાપુર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર થાય છે. આ તમામ સ્થળોએ આ વર્ષે ઉત્પાદકતામાં ઘટાડો થયો છે
ખેડુતોને લાભ કેમ મળતા નથી?
બધા ખેડૂતોને પોતાના ઘરે ડુંગળી રાખવા માટે પૂરતી જગ્યા હોતી નથી. તેમના પર એટલુ આર્થિક દબાણ હોય છે કે, પાક આવતાની સાથે જ તેમને બજારમાં લઈ જવો પડે છે. જો કોઈ ગામમાં 100 ખેડૂત હોય, તો ભાગ્યે જ 10 પાસે સંગ્રહ કરવાની પૂરતી જગ્યા ઉપલબ્ધ હોય છે. ગોડાઉન બનાવવા માટે સરકાર ખૂબ ઓછી આર્થિક મદદ કરે છે. 25 ટન સ્ટોરેજ માટે 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થાય છે. તેની સામે રાજ્ય સરકાર આ માટે વધુમાં વધુ 87,500 રૂપિયા આપે છે. જો એક જ જિલ્લામાંથી2000 ખેડુતોએ ગોડાઉન માટે અરજી કરી હોય તો તેમાંથી 100 ખેડૂતોની પસંદગી લોટરીથી થાય છે. તેથી સ્ટોર્સના અભાવે ખેડુતોને નાછૂટકે સસ્તા ભાવે વેપારીઓને પાક વેંચવાની મજબૂરી ઉભી થાય છે
ભારતમાં ડુંગળીનું ઉત્પાદન
-ભારતમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, યુપી, બિહાર, ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાન ડુંગળીના મોટા ઉત્પાદકો છે.
-દેશમમાં ડુંગળીનું વાર્ષિક ઉત્પાદન સરેરાશ 2.25થી 250 મિલિયન મેટ્રિક ટન છે.
દર વર્ષે ઓછામાં ઓછા 15 મિલિયન મેટ્રિક ટન ડુંગળી વેચાય છે.
- સંગ્રહ દરમિયાન લગભગ 10થી 20 લાખ મેટ્રિક ટન ડુંગળી બગડે છે.
- અંદાજીત 35 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ થાય છે.
- વર્ષ 2020-21-21માં તેનું ઉત્પાદન 26.09 મેટ્રિક ટન થવાનો અંદાજ છે.
-આ વર્ષે 15,95,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Share your comments