બજારમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડોથી સામાન્ય માણસની દિવાળી આવી ગઈ હોય એમજ લાગી રહ્યું છે, પરંતુ બીજી બાજુ ભાવમાં ઘટાડોથી ખેડૂતોને મોટી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. થોડા મહિના પહેલા જ્યાં ડુંગળીના ભાવ આસમાને હતા હવે તેમાં ઘટાડા થવાના કારણે ખેડૂતો ચિંતાચૂર બન્યા છે અને તેમાં આક્રોશ ફેલાયો છે. જણાવી દઈએ એમ તો ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ડુંગળીની ખેતી કરવામાં આવે છે પણ મહારાષ્ટ્ર તેનો સૌથી મોટો ઉત્પાદન રાજ્ય છે તેથી તેના ભાવમાં ઘટાડાના કારણે ત્યાં ખેડૂત માટે આપઘાત કરવાનો વારો આવી ગયો છે. મહારાષ્ટ્રના ખેડૂતોનું કહેવું છે કે તેમને બજારોમાં ખર્ચને પહોંચી વળવા માટે પૂરતા ભાવ મળી રહ્યા નથી. સ્થિતિ એટલી ખરાબ ખઈ ગઈ છે કે ફક્ત એક સપ્તાહમાં ડુંગળીના ભાવમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. જો કે દિવસેને દિવસ ખેડૂતોમાં ચિંતાનું કારણ બની રહ્યું છે.
ડુંગળીના ભાવમાં કેટલો થયો ઘટાડો
બજારોમાં ડુંગળીના ઘટતા ભાવની વાત કરીએ તો, કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર, એક સપ્તાહમાં (4 થી 11 જાન્યુઆરી 2025) ડુંગળીની સરેરાશ કિંમત 2258 રૂપિયાથી ઘટીને 1791 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. એટલે કે માત્ર એક સપ્તાહમાં તેમાં 450 રૂપિયાનો ઘટાડો થયો છે. આ 21 ટકાના ઘટાડાથી ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે.
ખેડૂતોની મુશ્કેલીઓમાં વઘારો
ભારત વિશ્વમાં સૌથી વધુ ડુંગળી ઉત્પાદક દેશ છે, જ્યારે ભારતનું સૌથી મોટું ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં દેશની 43 ટકા ડુંગળીનું ઉત્પાદન થાય છે. દરમિયાન, મહારાષ્ટ્રમાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થવાને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ખેડૂતોનું માનવું છે કે સરકારે આ તરફ ધ્યાન આપવું જોઈએ, કારણ કે જ્યારે ડુંગળીના ભાવ વધે છે, ત્યારે સરકાર નાફેડ અને એનસીસીએફ દ્વારા સસ્તી ડુંગળી વેચવાનું શરૂ કરે છે. એ જ રીતે ભાવ ઓછા હોય તો પણ સરકારે કંઈક પગલાં લેવા જોઈએ.
સામાન્ય માણસ ખુશ
એક બાજુ ખેડૂતોએ ડુંગળીના ઓછા ભાવના કારણે ચિંતામાં મુકાયા છે તો બીજી બાજુ મોંઘવારીથી કંટાળી ગયેલા સામાન્ય માણસને ડુંગલીના બજાર ભાવમાં ઘટાડોથી રાહત મળી છે. સામાન્ય માણસોનું કહેવું છે કે આટલી મોંઘવારીમાં ધરનો બજેટ ખોરવાઈ ગયું છે. પરંતુ હવે ડુંગળીના ભાવમાં ઘટાડાથી અમને થોડી રાહત મળી છે.
આ પણ વાંચો:દેશમાં પહેલી વાર એઆઈની મદદ ઉગાડવામાં આવ્યો શેરડીના પાક, જાણો શું આવ્યો પરિણામ
Share your comments