ભારતમાંથી ડુંગળીની નિકાસમાં અગાઉની તુલનામાં ભારે ઘટાડો થયો છે. આને કારણે ડુંગળીથી થનારી આવક મોટા પ્રમાણમાં ગગડી ગઈ છે. ડુંગળીની કમાણી 6 વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે. નિષ્ણાંતો આ પાછળ કોરોના રોગચાળા અને સરકારની નિકાસ નીતિઓને દોષી ઠેરવી રહ્યા છે. નિકાસ પર પ્રતિબંધ હોવાને કારણે કન્સાઇન્મેન્ટ વિદેશમાં મોકલવામાં આવી રહ્યા નથી. પરિણામે ડુંગળીથી થનારી આવક પર મોટી અસર પડે તેવું લાગે છે.
કોરોનાને કારણે દેશ-વિદેશમાં ડુંગળીની માંગમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.પ્રતિબંધોને કારણે ડુંગળીની ખરીદી પણ નીચે આવી છે. આ વર્ષે ડુંગળીની નિકાસમાંથી થતી આવક છ વર્ષના તળિયે આવી છે અને 9 ટકા ઘટીને રૂ.2,107 કરોડ થઈ ગઈ છે. વર્ષ 2016-17માં ભારતમાં ડુંગળીની નિકાસથી 4,651 કરોડની આવક થઈ હતી. ત્યારથી, કમાણીમાં સતત ઘટાડો થયો છે. ડુંગળીની નિકાસ કરતા વેપારીઓ કહે છે કે, દેશમાં જ્યારે પણ ડુંગળીનો ભાવ વધે છે ત્યારે સરકાર તેને નિકાસ પર રોક લગાડી દે છે.
નિકાસમાં ઘટાડો થવાનાનો શું કારણ?
મુંબઈ સ્થિત નિકાસકાર અજિત શાહે બિઝનેસ લાઈનને જણાવ્યું હતું કે, ગયા વર્ષે સપ્ટેમ્બરથી જાન્યુઆરી 2021 સુધી દેશમાંથી ડુંગળીની નિકાસ થઈ નથી. છેલ્લા બે વર્ષથી સરકાર દર વર્ષે 4-6 મહિના માટે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી રહી છે. જો ભારતમાંથી ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવે તો વિશ્વના અન્ય દેશોને ફાયદો મળી રહ્યા છે. અજિત શાહ કહે છે કે, જ્યારે તમે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકો છો ત્યારે ખરીદદારો અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કરે છે.
વિશ્વના ગ્રાહકોને તેમનો પુરવઠો જાળવવા માટે ક્યાંકથી ડુંગળી ખરીદવાની જરૂર પડે છે. ભારતે નિકાસ ઓછી કરતા સૌથી મોટો ફાયદો પાકિસ્તાનને મળ્યો છે. પહેલા પાકિસ્તાન ફક્ત 1-2 મહિના માટે તેની ડુંગળીની નિકાસ કરતું હતું, પરંતુ ભારતમાંથી નિકાસ બંધ થતાં 2-6 મહિના સુધી નિકાસ થઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોના વલણને જોતા પાકિસ્તાન જૂન-જુલાઈ મહિનામાં ક્યારેય ડુંગળીની નિકાસ કરતું નહોતું. પરંતુ હવે તે શરૂ થઈ ગયું છે.
ડુંગળીના ભાવમાં વધારો
નિષ્ણાંતો કહે છે કે, એક તરફ નિકાસ પરના પ્રતિબંધો અને બીજી તરફ સ્થાનિક બજારના માંગમાં ઘટાડો થવાના કારણે ડુંગળીના ધંધા પર ભારે અસર થઈ છે.ગલ્ફના દેશો અને બાંગ્લાદેશ મોટા પાયે ભારતથી ડુંગળીની આયાત કરે છે, પરંતુ આ દેશોમાં ડુંગળીનો માલ આપવામાં આવી રહ્યો નથી. આને કારણે અખાત દેશોમાં પાકિસ્તાનની ડુંગળી લે છે. ભવિષ્યમાં ભારતની ડુંગળી આ દેશોમાં ક્યારે પહોંચશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે.
વિશ્વના અન્ય દેશોની તુલનામાં ભારતની ડુંગળી મોંઘી છે. આને કારણે વિદેશમાં ડુંગળીની સપ્લાય કરવામાં પણ સમસ્યા છે. ભારતની ડુંગળી અન્ય દેશોની તુલનામાં ટન દીઠ 100 ડોલર અથવા આશરે રૂ .7300 છે. ભારતના ડુંગળીને મોંઘા દરે કોઈ અન્ય દેશ ખરીદવા માંગે નહીં. વિકલ્પ તરીકે તે બીજા કોઈ દેશમાંથી સસ્તામાં ડુંગળી મેળવશે.
પાકિસ્તાનની નિકાસમાં ઉછાળો
ભારતની ડુંગળી મોંઘી હોવાને કારણે પશ્ચિમ એશિયા અને પૂર્વ એશિયાના દેશો ભારત પાસેથી સપ્લાય માંગવાના બદલે ચીન, તુર્કી અને ઇજિપ્તમાંથી આયાત કરી રહ્યા છે. આ દેશો જુદા જુદા દેશોના ભાવોની સરખામણી જ્યાંથી સસ્તી પડે ત્યાંથી આયાત કરે છે. ભારતમાં કેટલીકવાર ડુંગળીની નિકાસ બંધ કરવામાં આવે છે, તો કેટલીકવાર તે શરૂ કરવામાં આવે છે. આનાથી ભારતથી ડુંગળી આયાત કરનારા દેશો સામે મુશ્કેલી ઉભી થાય છે. જો આ દેશો ભારતમાંથી નિકાસ મેળવતા રહે છે, તો તેમનો પુરવઠો જાળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. પરંતુ એક વર્ષમાં થોડા મહિના ભારતથી નિકાસ બંધ થતાં તેઓ અન્ય દેશોનો વિકલ્પ પસંદ કરે છે. બાંગ્લાદેશ એ ભારતનો સૌથી મોટો ડુંગળી ખરીદનાર દેશ છે, ત્યારબાદ મલેશિયા અને યુએઈનો ક્રમ આવે છે.
Share your comments